e memo 0

negligence of vadodara RTO PT3M49S

વડોદરામાં માસ્ક માટે અપાતા ઈ-મેમોમાં ગંભીર છબરડો

negligence of vadodara RTO two vehicles of same number got e-memo for mask. watch video for more details.

Sep 3, 2020, 02:35 PM IST

AMCનો મોટો નિર્ણય, અમદાવાદમાં જો માસ્ક પહેર્યા વગર ફરશો તો...

રાજ્યમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારને ઈ-મેમો આપવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં ટ્રાફિક બાદ હવે માસ્ક મામલે પણ ઈ-મેમો મળશે. શહેરમાં લાગેલા CCTV નેટવર્કની મદદથી માસ્ક ન પહેરેલી વ્યક્તિને ઈ-મેમો ફટકારવામાં આવશે. AMC સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ઈ-મેમો આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

Jun 12, 2020, 09:50 PM IST
1 Crore 72 Lakhs Fined By Traffic Police In Rajkot PT3M44S

રાજકોટમાં ટ્રાફિક પોલીસે 1 કરોડ 72 લાખનો દંડ ફટકાર્યો

લાભ પાંચમ થી નવા મોટર વ્હિકલ એક્ટની સમગ્ર ગુજરાતમાં અમલવારી કરવામાં આવી છે. રાજકોટમાં પોલીસે ટ્રાફિકનાં નિયમોની કડક અમલવારી કરતા દશ જ દિવસમાં દંડનો આંકડો 1 કરોડ 90 લાખને પાર પહોંચ્યો છે. હવે રાજકોટ ટ્રાફિક પોલીસ લોકો સાથે ઘર્ષણમાં ઉતરવાને બદલે સીસીટીવી કેમેરાની મદદ લઇ ઇ-મેમો ફટકારી રહી છે. જો તમે રાજકોટમાં રહો છો અને ટ્રાફિકનાં નિયમોનું પાલન નથી કરતા તો આ સમાચાર તમારે જાણવા જરૂરી છે.

Nov 12, 2019, 03:45 PM IST

ટ્રાફિક દંડ ભરવામાં અમદાવાદીઓ એકદમ પાછળ, એક કારચાલકે ઈ-મેમો મેળવવામાં રેકોર્ડ બનાવ્યો

અમદાવાદ(Ahmedabad) માં ટ્રાફિક પોલીસ (traffic police) દ્વારા નિયમોના ભંગ કરનારને દંડ આપવામાં આવે છે, પણ અમદાવાદવાસીઓ આ દંડ ભરતા જ નથી. જેના કારણ કે, છેલ્લા 4 વર્ષમાં 55 કરોડથી વધારાનો દંડ ટ્રાફિક નિયમો (traffic Rules) નો ભંગ કરનાર શહેરવાસીઓ ભર્યો જ નથી. ટ્રાફિક દંડ ભરવામાં અમદાવાદવાસીઓ એકદમ પાછળ છે. છેલ્લા 4 વર્ષમાં 55 કરોડનો દંડ અમદાવાદીઓએ ભર્યો નથી. તો 4 વર્ષમાં 24 કારોડ રૂપિયા ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વ્યક્તિઓ પાસેથી વસૂલાયા છે. ત્યારે આ વચ્ચે એક અમદાવાદની ચોંકાવનારી માહિતી સામે આવી છે. અમદાવાદમાં એક કાર ચાલકે પોતાના 111 મેમોનો દંડ હજી સુધી ભર્યો નથી. 

Oct 17, 2019, 08:47 AM IST
Pending E-Memo of Rajkot Municipal Office Bearers PT29M45S

રાજકોટ: મનપાના પદાધિકારીઓના ઇ-મેમો ભરવાના બાકી

રાજકોટમાં એક બાજુ પ્રજા પાસેથી ભારે દંડ વસુલ કરવામાં આવી રહ્યાં છે ત્યારે કેટલાક સમયથી મનપાના પદાધિકારીઓના ઇ-મેમો ભરવાના બાકી છે.

Sep 25, 2019, 03:20 PM IST

રાજકોટના મેયર અને શાસક પક્ષના નેતાએ મહિનાઓ જૂનો ઈ-મેમો હજી ભર્યો નથી

રસ્તા પર ઉભા રહીને ટ્રાફિક પોલીસવાળા સામાન્ય લોકોને ટ્રાફિકનો દંડ (Motor Vehicle Act 2019) ફટકારે છે, તો ક્યારેક ટ્રાફિક નિયમો (Traffic Rules) ની સમજણ આપતા દેખાય છે. પણ, ક્યારેક કોઈ સરકારી ગાડીઓને રોકવામાં આવતી નથી, કે ન તો તેમના પર દંડ ફટકારાય છે. આવા કિસ્સા ભાગ્યે જ સામે આવતા હોય છે. ત્યારે રાજકોટ (Rajkot) માં મનપાના અધિકારીઓના ઈ-મેમો (E-Memo)ની રસપ્રદ માહિતી સામે આવી છે. મનપાના પદાધિકારીઓના ઈ-મેમો જ ભરવાના બાકી છે. પ્રજા પાસેથી એક તરફ નિયમોના નામે કડક દંડની કાર્યવાહી કરાય છે, જ્યારે કે બીજી તરફ શાસક પક્ષ જાણે પરગ્રહવાસી હોય તેમ ઈ-મેમોથી અજાણ હોય તેવું લાગે છે. 

Sep 25, 2019, 11:17 AM IST
E-memo received for sold car by surat corporator PT2M12S

3 વર્ષ પહેલા વેચેલી કારનો ઈ-મેમો આવતા સુરતના કોર્પોરેટર ચોંક્યા

સુરત કોર્પોરેટરને રૂ 23,100નો ઇ-મેમો આવ્યો છે. 3 વર્ષ પહેલાં કાર વેચી દીધી હતી. ત્યારે કાર વેચી દીધા બાદ પણ ઇ મેમો આવ્યો છે. કોર્પોરેટર ડી .પી.વેંકરિયા ઇ મેમો જોઈ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે, નવા માલિકના નામે કાર ટ્રાન્સફર કરાઈ ચૂકી છે.

Sep 21, 2019, 10:15 AM IST

સુરત : પાનની પિચકારી મારતા લોકોની શાન ઠેકાણે લાવવા હવે મેમો આવશે ઘરે

બાઈક પર હેલ્મેટ વિના અને કારમાં સીટ બેલ્ટ વિના ડ્રાઇવિંગ કરનાર વ્યક્તિના ટ્રાફિક પોલીસ દ્વારા ઈશ્યુ કરાતા ઈ-મેમોની જેમ હવે મનપા દ્વારા સીસીટીવીના માધ્યમથી શહેરના વિવિધ જંક્શનો, મુખ્ય માર્ગો પર ફીટ કરાયેલા કેમેરાની મદદથી ગાડીઓ પરથી પાનની પિચકારી કે થૂંકતા તથા કચરો નાખનાર વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાશે.

Aug 19, 2019, 04:10 PM IST
Rajkot First E-memo For Spiting PT2M59S

જુઓ રાજકોટમાં કોને મળ્યો જાહેરમાં થૂંકવા બદલ પહેલો ઈ-મેમો

રંગીલા રાજકોટના માવા અને પાનના રસિયાઓને જાહેરમાં પહેલો ઝટકો, જાહેરમાં થૂંકનાર સામે પહેલો ઈ-મેમો ફાટી ચૂક્યો છે. નિતેશ ઓડેદરા નામના વ્યક્તિએ જાહેરમાં થૂંકવાની હિંમત કરી હતી જે બાદ સીસીટીવી સર્વેલન્સ આધારે પહેલો ઈ-મેમો તેમના નામે ફાટ્યો છે, રાજકોટના કેકેવી ચોક પાસે બંધ સિગ્નલ દરમિયાન નિતેશ ઓડેદરા જાહેરમાં થૂંક્યા હતા.

May 17, 2019, 03:40 PM IST
Rajkot RMC Decide To Slap E memo On Spiting On Road PT7M48S

હવે રાજકોટમાં પાન મસાલા ખાઈને થુંકનારાને પણ મળશે ઈ-મેમો

હવે રાજકોટમાં પણ પાન મસાલા ખાઈને થુંકનારાને પણ મળશે ઈ-મેમો, રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું, જાહેરમાં થુંકનારને 250થી 750 રુપિયા સુધીના દંડની જોગવાઈ

May 16, 2019, 04:15 PM IST
AMC imposes fine on non-payment of e-memo, keeps an eye on spitters PT1M7S

ઈ-મેમો નહીં ભરો તો AMC વસૂલશે દંડ

જાહેરમાં થૂંકનારાઓ પર AMCનું કડક વલણ. ઈ-મેમો નહીં ભરનાર 112 લોકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો. સ્વચ્છતા જળવાઈ રહે તે માટે AMCની અનોખી પહેલ. જાહેરમાં થૂંકતા 412 લોકો ઝડપાયા. થૂંકતા,કચરો ફેંકતા, પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા લોકો સામે કડક પગલાં લેવામાં આવશે અને દંડ વસૂલવામાં આવશે.

May 14, 2019, 11:10 AM IST

અમદાવાદના રસ્તાઓ પર પાન-મસાલા ખાઇને થુકનારાઓને મળશે ‘ઈ-મેમો’

જાહેરમાં પાન-માસાલા ખાઇને થુંકીને ગંદકી કરનારાને ઇ-મેમો આપીને દંડનીય કાર્યવાહી કરવાની દેશભરમાં સૌપ્રથમ શરૂઆત કરનાર બનશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેરેશન
 

Apr 27, 2019, 08:00 PM IST

ટ્રાફિક પોલીસનો નવો પ્રોજેક્ટ, ઇ-મેમો નહિ ભરનારની સામે થશે આ પ્રકારની કાર્યવાહી

છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ ટ્રાફિક પોલીસ અવનવા પ્રયોગો કરી વાહનચાલકોને ટ્રાફિક રૂલ્સ ફોલો કરાવી રહી છે. જેને લઇ હવે ટ્રાફિક રૂલ્સ તોડવાનું પ્રમાણ પણ ઓછુ થયું છે. તો હવે ટ્રાફિક પોલીસે આ કાર્યવાહીને વધુ મજબુત બનાવી ઈ મેમો નહિ ભરનારાઓ સામે સ્થળ પર જ કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. 

Jan 6, 2019, 06:10 PM IST