સુરતીઓ માટે રાહતના સમાચાર, સરકાર આપશે 10 હજાર રેમડેસિવીર ઈન્જેક્શન

સુરતમાં વઘતા જતા કોરોના કેસ વચ્ચે રેમડેસિવીર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. તેથી સુરતમાં હાલ રેમડેસીવીર ઇન્જેક્શન (remdedivir injection) સિવિલ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલને આપવાનું કાયમી ધોરણે બંધ કરવામાં આવ્યું છે. ત્યારે સુરતીઓને રેમડેસિવીર ઈન્જેક્શન આપવા રાજ્ય સરકાર મેદાને આવી છે. 

Updated By: Apr 10, 2021, 10:44 AM IST
સુરતીઓ માટે રાહતના સમાચાર, સરકાર આપશે 10 હજાર રેમડેસિવીર ઈન્જેક્શન

ઝી મીડિયા/બ્યૂરો :સુરતમાં વઘતા જતા કોરોના કેસ વચ્ચે રેમડેસિવીર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. તેથી સુરતમાં હાલ રેમડેસીવીર ઇન્જેક્શન (remdedivir injection) સિવિલ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલને આપવાનું કાયમી ધોરણે બંધ કરવામાં આવ્યું છે. ત્યારે સુરતીઓને રેમડેસિવીર ઈન્જેક્શન આપવા રાજ્ય સરકાર મેદાને આવી છે. 

પાલિકાની હોસ્પિટલને 10 હજાર ઈન્જેક્શન અપાશે 
સુરતમાં પણ સ્થિતિ વિકટ બની છે. સુરતમાં ખાનગી હોસ્પિટલોને રેમડેસિવીર ઇન્જેક્શન નહિ મળે, રેમડિસીવીર ઇન્જેક્શનનો જથ્થો ઓછો છે, જે સિવિલ અને સ્મીમેરના દર્દીઓ માટે રિઝર્વ સ્ટોક છે. જેથી ખાનગી હોસ્પિટલને ઈન્જેક્શન નહિ અપાય. ત્યારે આ વચ્ચે રાજ્ય સરકાર (gujarat government) દ્વારા સુરત મહાનગરની કિરણ હોસ્પિટલને આજે સાંજ સુધીમાં 10 હજાર નંગ રેમડીસિવિર ઇન્જેક્શન પહોંચાડી દેવામાં આવશે.  આ રેમડીસિવિર ઇન્જેક્શન રાજ્ય સરકાર દ્વારા સુરત માટે ખાસ કિસ્સામાં આસામના ગુવાહાટીથી એર લિફ્ટ કરીને સુરત પહોચાડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકારે સુરત જિલ્લા કલેક્ટરને 2500 રેમડેસિવીર ઇન્જેક્શન પહોંચાડી દીધા છે. આમ કોરોના સંક્રમણ સામે નાગરિકોની આરોગ્ય રક્ષા માટે રાજ્ય સરકારે એક જ દિવસમાં સુરત માટે કુલ 12હજાર 500 રેમડીસિવિર ઇન્જેક્શન ફાળવ્યા છે

સુરત મહાનગરપાલિકા ફ્રીમાં આપશે ઈન્જેક્શન
ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના ઉપક્રમે ભાજપ કાર્યાલય ઉધના ઉપરથી સવારે 10:30 વાગ્યાથી દર્દીને વ્યક્તિદીઠ એક રેમડેસિવીર (remdesivir) ઈન્જેક્શન વિનામૂલ્યે આપવામાં આવશે. જેમાં ડોક્ટરના પ્રિસ્કીપશન સાથે લાવવાનું રહેશે. માત્ર 9 એપ્રિલ તથા 10 એપ્રિલના ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન (prescription) માન્ય રહેશે. કુપન આપી જથ્થા પ્રમાણે ઇન્જેક્શન ઉપલબ્ધ કરવામાં આવશે. કોરોના મહામારીમાં સંક્રમિત પેશન્ટની જરૂરીયાત મુજબ "વિનામૂલ્યે રેમડેસિવીર ઇન્જેક્શન" વિતરણ કરવામાં આવે છે. 

ક્યાં મળશે ઈન્જેક્શન 
ભારતીય જનતા પાર્ટી, સુરત મહાનગર કાર્યાલય, ઉધના મેઈન રોડ, ઉધના, સુરત ખાતે રેમડેસિવીર ઈન્જેક્શન મળશે. જેમાં પુરાવા તરીકે પેશન્ટનું આધાર કાર્ડ, ડોક્ટરનું પ્રિસ્ક્રીપશન, RT-PCR રિપોર્ટ લઈને જવું.