કોરોનાના કહેર વચ્ચે સીએમ રૂપાણીએ વધુ એક સંવેદનશીલ નિર્ણય લીધો

કોરોનાના કહેર વચ્ચે સીએમ રૂપાણીએ વધુ એક સંવેદનશીલ નિર્ણય લીધો
  • રાજ્ય સરકારની-સ્થાનિક સ્વરાજ્યની-રાજ્ય સરકારે મંજૂરી આપેલી હોસ્પિટલો સંસ્થાઓમાં વિનામૂલ્યે અપાનારી આવતી આયાતી સાધન-સામગ્રી આયાત પરના વેરાનું ભારણ આયાતકાર પર આવશે નહિ

ઝી મીડિયા/બ્યૂરો :મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાકાળમાં વધુ એક મહત્વપૂર્ણ સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે. હવે કોરોના-કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ-સારવાર માટે ઉપયોગમાં લેવાતી સાધન-સામગ્રીની વિદેશમાંથી આયાત પરનો આઇ.જી.એસ.ટી વેરો રાજ્ય સરકાર ભોગવશે. વિદેશથી આવતા મેડિકલ સાધનો ઉપર રાજ્ય સરકાર વેરો ભોગવશે. કોરોનાના સમયગાળા આ નિર્ણય મહત્વનો બની રહેશે. જેમાં ઓક્સિજન બોટલથી માંડીને રેમડેસિવિર ઇન્જેક્શનનો પણ સમાવેશ કરાયો છે. આઇ જીએસટી વેરો પણ રાજ્ય સરકાર પોતે ભોગવશે. 

આ પણ વાંચો : રિલાયન્સનું મિશન ઓક્સિજન : મુકેશ અંબાણીના સીધા માર્ગદર્શનમાં રોજ 1000 MT ઓક્સિજનનું ઉત્પાદન થાય છે 

કોરોના સામેના જંગમાં રાજ્ય સરકારની મદદ માટે આગળ આવી રહેલી સ્વૈચ્છિક સંસ્થાઓ-કોર્પોરેટ કંપનીઓ-વ્યક્તિઓને વધુ પ્રોત્સાહિત કરતો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ તેમજ કોરોનાગ્રસ્તોની સારવાર માટે ઉપયોગમાં લેવાતી વિદેશી સાધન-સામગ્રીની આયાત પર લાગતો આઇ.જી.એસ.ટી વેરો રાજ્ય સરકાર ભોગવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારની-સ્થાનિક સ્વરાજ્યની-રાજ્ય સરકારે મંજૂરી આપેલી હોસ્પિટલો સંસ્થાઓમાં વિનામૂલ્યે અપાનારી આવતી આયાતી સાધન-સામગ્રી આયાત પરના વેરાનું ભારણ આયાતકાર પર આવશે નહિ.  

આ પણ વાંચો : કોરોનાના ત્રીજા વેવનો ખૌફ, વેક્સીનેશનના પહેલા જ દિવસે વેક્સીન લેવા લાઈનો લાગી

આ નિર્ણય અનુસાર જો કોઇ સ્વૈચ્છિક સંગઠનો, કોપોરેટ કંપનીઓ કે વ્યક્તિઓ મેડિકલ ઑક્સિજન, ઑક્સિજન સિલિન્ડર, ઑક્સિજન પ્લાન્ટ, ઑક્સિજન ફિલીંગ સિસ્ટમ, ઑક્સિજન સ્ટોરેજ ટેન્ક, ઑક્સિજન જનરેટર, ક્રાયોજેનિક રોડ ટ્રાન્સપોર્ટ ટેન્ક વગેરે અને આ સાધનો બનાવવામાં વપરાતા પાર્ટ્સ, વેન્ટીલેટર્સ, વેક્સીન, રેમડેસિવિર ઈન્જેક્શન અને તે બનાવવામાં વપરાતી સામગ્રી વગેરે વિદેશથી આયાત કરીને રાજ્ય સરકાર અથવા રાજ્ય સરકાર સંચાલિત હોસ્પિટલો અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા સંચાલિત હોસ્પિટલો અથવા રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલ હોય તેવી હોસ્પિટલ/ સંસ્થાઓને વિના મૂલ્યે આપે તો તેના પર લાગતો આઇજીએસટી વેરો રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવશે અને તેનું ભારણ આયાતકાર પર આવશે નહિ.

રાજ્યમાં કોવિડ 19 કેસોની સંખ્યામાં અચાનક ઘણો વધારો થવાથી અને આ સંક્રમણમાં રોગની તીવ્રતાને કારણે મેડિકલ ઑક્સિજન અને તે સંબંધિત સાધનો, વેન્ટિલેટર્સ, વેક્સીન, દવાઓ વગેરેની માંગમાં થયેલા વધારાના સંજોગો ધ્યાને લેતાં મોટી સંખ્યામાં કોર્પોરેટ કંપનીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને વ્યક્તિઓ રાજ્ય સરકારને આવી સામગ્રી અને સંલગ્ન સાધનોની મદદ પૂરી પાડવા આગળ આવી છે. ત્યારે આવી કોર્પોરેટ કંપનીઓ, સ્વૈચ્છીક સંસ્થાઓ અને વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા આ સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news