વિકાસની બત્તી ગુલ! ગુજરાતના 57 શહેરોમાં છવાઈ શકે છે અંધારપટ, સમૃદ્ધ રાજ્યની પાલિકાઓ દેવાદાર

ગુજરાત રાજ્યને સમુદ્ધ રાજ્યોમાંથી એક ગણવામાં આવે છે. પરંતુ શું આ સમુદ્ધ રાજ્યની નગરપાલિકાઓ સમુદ્ધ છે?  અવારનવાર તંત્ર સાથે સરકારની અણવ્યવસ્થાના કિસ્સા સામે આવતા હોય, ત્યારે આ વખતે ગુજરાતની 57 નગરપાલિકાની તિજોરી તળીયા જાટક થઈ ગઈ છે.

વિકાસની બત્તી ગુલ! ગુજરાતના 57 શહેરોમાં છવાઈ શકે છે અંધારપટ, સમૃદ્ધ રાજ્યની પાલિકાઓ દેવાદાર

ઝી બ્યુરો/અમદાવાદ: અણઘડ વહીવટને કારણે ગુજરાતમાં નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ છે. મોટાભાગના પાલિકાઓની તિજોરી ખાલીખમ થઈ છે. રાજ્યમાં  નગરપાલિકાઓની એવી દશા છે કે, વીજ બિલ ભરવાના પણ ફાંફા છે અને પાલિકાની આ સ્થિતિનો ભોગવટો જનતા પર આવશે. જી હાં, તમને વિશ્વાસ નહીં આવે પરંતુ, સમૃદ્ધ રાજ્ય ગણાતા ગુજરાતમાં 57 નગરપાલિકાએ 311 કરોડ રૂપિયાનું વીજ બિલ ભર્યું નથી. કેમ પાલિકાની સ્થિતિ આવી ડામાડોળ છે અને શા માટે પાલિકાઓનું દેવાળું ફૂંકાયું છે..

  • ગુજરાતના વિકાસની બત્તી ગુલ! 
  • સમૃદ્ધ રાજ્યની પાલિકા બની દેવાદાર
  • રાજ્યની 57 પાલિકાઓની તિજોરી ખાલી

ગુજરાત રાજ્યને સમુદ્ધ રાજ્યોમાંથી એક ગણવામાં આવે છે. પરંતુ શું આ સમુદ્ધ રાજ્યની નગરપાલિકાઓ સમુદ્ધ છે?  અવારનવાર તંત્ર સાથે સરકારની અણવ્યવસ્થાના કિસ્સા સામે આવતા હોય, ત્યારે આ વખતે ગુજરાતની 57 નગરપાલિકાની તિજોરી તળીયા જાટક થઈ ગઈ છે. 57 નગરપાલિકા પર 311 કરોડનું વીજ બિલ બાકી છે. જે ભરવાના નગરપાલિકા પાસે રૂપિયા નથી.. 

જો સમયસર વીજ બિલ નહીં ભરાય તો, કેટલાંય શહેરોમાં સ્ટ્રીટલાઇટ બંધ થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.. આ પરથી ગુજરાતના ફૂલગુલાબી વિકાસનો પરપોટો ફૂટ્યો છે. ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તાર ગણવામાં આવતા મોરબીમાં ચાર નગરપાલિકા છે. જો કે ચારમાંથી 3 નગરપાલિકાએ જાણે નાદારી નોંધાવી હોય તેમ વીજબિલ ભરવામાં પણ અક્ષમ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. મોરબી, હળવદ અને માળીયા પાલિકા દ્વારા છેલ્લા અને સમયથી લોકો પાસે ટેક્સ વસૂલી છતાં 27 કરોડ રૂપિયાનું વીજબીલ બાકી છે.

પાછલા ઘણા વખતથી કેટલીક નગરપાલિકાઓ આર્થિક પરિસ્થિતી ડામાડોળ બની છે કેમકે, વેરાની આવક ઘટી છે. વીજ બિલના નાણાં લાવવા ક્યાંથી છે એ સવાલ ઊભો થયો છે.. કઈ કઈ પાલિકાના કેટલા નાણાં બાકી છે તેના વિશે વાત કરીએ તો,

  • સાવરકુંડલા પાલિકાનું 46.18 કરોડ..
  • ભૂજ પાલિકાનું 42.22 કરોડ..
  • ભચાઉ નગરપાલિકાનું 17.70 કરોડ..
  • ધાંગધ્રા નગરપાલિકાનું 14.59 કરોડ..
  • હળવદ નગરપાલિકાનું 13.70 કરોડ..
  • ગોધરા નગરપાલિકાનું 12.94 કરોડ..
  • બાવળા પાલિકાનું 7.57 કરોડ..
  • ડીસા પાલિકાનું 8.93 કરોડ..
  • કલોલ પાલિકાનું 9.87 કરોડ..
  • બાબરા પાલિકાનું 8.29 કરોડ..
  • માંડવી પાલિકાનું 6.22 કરોડ..
  • મોરબી પાલિકાનું 8.57 કરોડ..
  • નડિયાદ પાલિકાનું 5.38 કરોડ..
  • દહેગામ નગરપાલિકાનું 5.01 કરોડ..
  • અને માંગરોળ નગરપાલિકાનું 4.19 કરોડ..

અણઘડ વહીવટને કારણે ગુજરાતમાં મોટાભાગની નગરપાલિકાઓના લાખો-કરોડો રૂપિયા વીજ બિલ બાકી છે.. પાણી સહિત વિવિધ વેરો વસૂલવામાં પાલિકાનું તંત્ર કડકાઈ દાખવતું નથી તેનું કારણ એ છે કે, ચૂંટાયેલી પાંખના જનપ્રતિનીધિ વેરા માટે પઠાણી ઉઘરાણી કરતાં રોકે છે. આ જોતાં પાલિકા માટે આવકનું કોઈ સ્ત્રોત નથી. મહત્વની વાત એ છેકે, વેરાની રકમ વધારવા માટે પણ સૂચન કરાયું છે પણ ચૂંટણીઓને પગલે આ વાત સરકાર ખુદ અમલ કરવાના મતમાં નથી. આ ઉપરાંત ગ્રામ પંચાયતોમાં વીજ બિલ માફ છે જ્યારે પાલિકાએ વીજ બિલ ભરવું પડે છે.. 

વીજ બિલ ભરવા અસક્ષમ નગરપાલિકાઓની એવી દશા થઈ છે કે, આ નગરપાલિકાઓએ હવે સરકારમાં દરખાસ્ત રજૂ કરીને 4 ટકા વ્યાજે લોન લેવી પડશે. વ્યાજે લોન લઈને વીજ બિલ ભરવું પડે તેવી સ્થિતી સર્જાઈ છે. વીજકંપનીનું કહેવું છે કે, જો સમયસર વીજ બિલ ભરવામાં નહીં આવે તો સ્ટ્રીટલાઇટ બંધ થઈ જતાં ગુજરાતના કેટલાંય શહેરોમાં અંધકાર છવાઈ જશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news