નીતિ આયોગના સર્વે 2020માં ગુજરાત વધુ એક ક્ષેત્રે દેશમાં નંબર વન
Trending Photos
હિતલ પારેખ, ગાંધીનગર: નીતિ આયોગે આજે બહાર પાડેલા એક્સપોર્ટ પ્રિપેડનેસ ઇન્ડેક્સ 2020માં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ નંબરે આવ્યું છે. આ ઇન્ડેક્સ રેન્કિંગ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના આધાર પર કરવામાં આવેલું દેશનું પ્રથમ એક્સપોર્ટ પ્રિપેડનેસ ઇન્ડક્સ રેન્કિંગ છે. અને તેમાં ગુજરાતે દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી વધુ માનાંક મેળવીને ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
આ એક્ષ્પોર્ટ પ્રીપ્રેડનેસ ઇન્ડેક્ષ રેંકીંગ માટે ૫૦ જેટલા માપદંડ નીતિ આયોગ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ પેરામીટર્સમાં એક્ષપોર્ટ પ્રમોશન પોલીસી, ઇન્સ્ટીટયુશનલ ફ્રેમ વર્ક, બિઝનેસ ઇકો સિસ્ટમ, બિઝનેસ એન્વાયરમેન્ટ, ટ્રેડ સપોર્ટ, આર.એન્ડ ડી સપોર્ટ, એક્ષપોર્ટ ડાયવર્સીફીકેશન, ઇન્ફ્રાસ્ટ્કચર તથા ટ્રાન્સપોર્ટ કનેક્ટીવીટી વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાત મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં પોલીસી રીફોર્મ્સ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં અનેક સરળીકરણ સાથે દેશમાં પોલીસી ડ્રીવન સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે
દેશના કુલ એક્ષપોર્ટના 20 ટકા વધુ કરતા એક્ષપોર્ટ કરીને ગુજરાત ગેટ વે ટુ ધી વર્લ્ડ બન્યું છે. હવે નીતિ આયોગના એક્ષ્પોર્ટ પ્રિપ્રેડનેસ ઇન્ડેક્ષ 2020માં પણ ગુજરાતે બધા જ પેરામીટર્સમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને દેશભરમાં પ્રથમ ક્રમ મેળવવાની વધુ એક ગૌરવ સિધ્ધિ મુખ્ય મંત્રીશ્રીના માર્ગદર્શન અને પ્રેરણાથી મેળવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે