Railway Station ઉપર ઉપવાસ આંદોલન, પીપાવાવ રેલવે ટ્રેક ઉપર વૃક્ષો મૂકીને માલગાડી રોકી

અમરીશ ડેર (Amrish Der) ની અટકાયત થતાં તેમના સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. તેમના સમર્થકોએ વેરાઈ પીપાવાવ રેલવે ટ્રેક ઉપર વૃક્ષો મૂકીને માલગાડીને અટકાવી હતી.

Railway Station ઉપર ઉપવાસ આંદોલન, પીપાવાવ રેલવે ટ્રેક ઉપર વૃક્ષો મૂકીને માલગાડી રોકી

કેતન બગડા, અમરેલી: રાજુલા (Rajula) અને જાફરાબાદ (Jafrabad)ના ધારાસભ્ય અમરીશ ડેર (Amrish Der) છેલ્લા દસ દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. રાજુલા માર્કેટ યાર્ડ સામે રેલવેની પડતર જમીન આવેલી છે આ જમીન ઉપર ચિલ્ડ્રન પાર્ક (Children Park) અને સીનીયર સીટીઝન પાર્ક (Senior Citizen Park) બનાવવાની માંગણી રાજુલા નગરપાલિકા દ્વારા ગત વર્ષે કરવામાં આવી હતી. તે સમયે રેલવે તંત્ર આ બાબતને લઈને એગ્રી થઈ ગયું હતું. 

ત્યારબાદ રાજુલા નગરપાલિકા અને રાજુલા (Rajula) ના ધારાસભ્ય અમરીશ ડેર (Amrish Der) દ્વારા આ જગ્યાની લેખિત અને મૌખિક અનેક વખત રજુઆત કરવામાં આવી હતી. પરંતુ રેલવે (Railway) ની પડતર જમીન રેલવે તંત્ર દ્વારા આપવામાં આવતા રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર (Amrish Der) દ્વારા ઉપર શરૂ કરવામાં આવ્યા હતા. 

અમરીશ ડેર (Amrish Der) દ્વારા ચાર દિવસ રાજુલા શહેરમાં ઉપવાસ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રેલવે તંત્ર દ્વારા કોઈ પ્રત્યુતર ન મળતા રાજુલાના બર્બટાણા ગામે ત્યાં રેલવે સ્ટેશન ઉપર ઉપવાસ આંદોલન શરૂ કર્યા હતા. ગઈકાલે રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે જો 17 તારીખે રેલવે દ્વારા કોઈ પ્રત્યુત્તર આપવામાં નહીં આવે તો બપોરના બાર વાગ્યા પછી રેલ રોકો આંદોલન કરશે. 

આજે સવારથી જ કોંગ્રેસ (Congress) ના વિપક્ષના નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani) અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) તેમજ ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ અને કોડીનારનાં ધારાસભ્ય મોહનભાઈ વાળા રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરના સમર્થનમાં આવ્યા હતા. પરંતુ ઉના (Una) ના ધારાસભ્ય પુંજાભાઈ વંશ અને કોડીનારના ધારાસભ્ય મોહનભાઈ વાળાની રસ્તામાં જ પોલીસ તંત્ર દ્વારા અટકાયત કરવામાં આવી હતી. 

ત્યારબાદ આ બંને ધારાસભ્યો (MLA) ને મુક કરી દેવામાં આવ્યા હતા. આજે અમરીશ ડેર ને મળવા માટે રેલવેના અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા અને તેમની વચ્ચે મીટિંગ કરી હતી. પરંતુ કોઈ નિવેડો ન આવતાં અમરીશ ડેર ફરી ઉપવાસની છાવણીમાં બેસી ગયા હતા. તેમની સાથે વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને અર્જુન મોઢવાડિયા જોડાયા હતા. 

પરંતુ થોડી જ વારમાં પોલીસ (Police) તંત્ર દ્વારા અને રેલવે તંત્ર દ્વારા અમરીશ ડેર (Amrish Der) ની અટકાયત કરી લેવામાં આવી હતી. ત્યારબાદ અમરીશ ડેરને સાવરકુંડલા સિટી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાર પછી અમરીશ ડેર નો છુટકારો થયો હતો. અમરીશ ડેર (Amrish Der) ની અટકાયત થતાં તેમના સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. તેમના સમર્થકોએ વેરાઈ પીપાવાવ રેલવે ટ્રેક ઉપર વૃક્ષો મૂકીને માલગાડીને અટકાવી હતી.

તો સાવરકુંડલા ઘાડલા ગામ તેમજ રામપરા ગામ અને રાજુલાના નેશનલ હાઇવે પર ફાટક નજીક માલગાડી ને અટકાવી હતી.પરંતુ રેલવે પોલીસે ત્યાં પહોંચીને ટ્રેન ને રવાના કરવામાં આવી હતી. આમ હજુ પણ રાજુલા શહેરમાં આવેલ રેલવે ની પડતર જમીનનું કોકડું ગૂંચવાયેલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news