કેસરિયું ગુજરાત! ચૂંટણી પરિણામો બાદ AAPમાં ભંગાણ, AAP-અપક્ષ હવે બધુ જ 'પક્ષ'માં!

આમ આદમી પાર્ટીના વીસાવદરથી ચૂંટાયેલાં ધારાસભ્ય ભૂપત ભાયાણી પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, હું પહેલાં ભાજપમાં જ હતો. હું પહેલાં આર.એસ.એસ.નો ચુસ્ત કાર્યકર હતો. મને પ્રધાનમંત્રી મોદી પર એક ગુજરાતી તરીકે ગર્વ છે. મારી લાગણી ભાજપ માટે હોય એ સ્વભાવિક છે. પીએમ મોદીની વિરુદ્ધ હું કોઈ કોમેન્ટ નહીં કરું તે દેશની શાન છે અને તેમણે દુનિયામાં ભારતની શાન વધારી છે.

કેસરિયું ગુજરાત! ચૂંટણી પરિણામો બાદ AAPમાં ભંગાણ, AAP-અપક્ષ હવે બધુ જ 'પક્ષ'માં!

બ્રિજેશ દોશી/ગૌરવ પટેલ, ગાંધીનગરઃ ગુજરાતમાં નવી સરકારની શપથવિધિ પહેલાં જ આમ આદમી પાર્ટીમાં ભંગારના સમાચાર સામે આવ્યાં. વીસાવદરના આપના ચૂંટાયેલાં ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું. ભૂપત ભાયાણીએ ગાંધીનગરમાં પત્રકારો સાથે વાતચીત કરીને હાલ પુરતા તો આ વાત પર અલ્પવિરામ મુક્યું છે. જોકે, તેમણે પોતાની આમ આદમી પાર્ટીના બદલે ભાજપના વખાણ કર્યાં. તેમણે કેજરીવાલને બદલે પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલના વખાણ કર્યાં. આ સાથે જ તેમણે પોતે ભાજપમાં જોડાશે કે નહીં તેવા સવાલ પર કહ્યું કે, મારી ટીમને મારા મતદારોને પૂછીને નિર્ણય લઈશ. આમ આડકતરી રીતે તેમણે પોતે ભાજપમાં જોડાવવાનો સંકેત આપ્યો.

આમ આદમી પાર્ટીના વીસાવદરથી ચૂંટાયેલાં ધારાસભ્ય ભૂપત ભાયાણી પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, હું પહેલાં ભાજપમાં જ હતો. હું પહેલાં આર.એસ.એસ.નો ચુસ્ત કાર્યકર હતો. મને પ્રધાનમંત્રી મોદી પર એક ગુજરાતી તરીકે ગર્વ છે. મારી લાગણી ભાજપ માટે હોય એ સ્વભાવિક છે. પીએમ મોદીની વિરુદ્ધ હું કોઈ કોમેન્ટ નહીં કરું તે દેશની શાન છે અને તેમણે દુનિયામાં ભારતની શાન વધારી છે. ગાંધીનગર અંગત કામથી આવ્યો છું. પાટીલ સાહેબે મને શુભકામના પાઠવી છે. પણ એનું અર્થગટન એવું ન થઈ શકે કે હું ભાજપમાં જોડાઈ જઈશ.  મેં આવો કોઈ નિર્ણય કર્યો નથી. મારી જનતાને મળીશ. મારા વિસ્તારનું ભલું કેવી રીતે થઈ શકે, કેવી રીતે સરકારમાંથી સિંચાઈનું પાણી આપી શકાય તે દિશામાં વિચાર કરીને નિર્ણય લઈશ. મારા કાર્યકર્તા કહેશે એવો નિર્ણય લઈશ.

 

ઉલ્લેખનીય છેકે, આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીના પાંચ ઉમેદવારો ધારાસભ્ય તરીકે વિધાનસભામાં ચૂંટાયા હતાં. ભૂપત ભાયાણીના ભાજપમાં જોડાય તો અન્ય ચાર ધારાસભ્યો જ આપમાં વધે. ભૂપતભાઈ ભાયાણી વર્ષ 2017 સુધી ભાજપમાં જ હતા. ભાયાણી ભાજપમાંથી જુનાગઢ જિલ્લાના ઉપ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. જોકે, અગાઉ ભ્રષ્ટાચારના આરોપ સર ભાજપે તેમને સરપંચ પદેથી સસ્પેન્ડ કર્યા હતા. ત્યારબાદ ભાજપે ફરી એકવાર તેમને પક્ષમાં લીધાં હતાં. કોરોનાકાળમાં પણ લોકો પાસેથી પૈસા ઉઘરાવવાના આરોપ સર સસ્પેન્ડ કર્યા. આ વખતે આમ આદમી પાર્ટી માથી ચૂંટણી લડયા.

આ ઉપરાંત એવા પણ સમાચારો સામે આવી રહ્યાં છેકે, આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલાં વીસાવદરના ભૂપત ભાયાણી સહિત બોટાદથી ઉમેશ મકવાણા અને ગારિયાધારથી સુરેશ વાઘાણી પણ ભાજપમાં જોડાઈ શકે છે. ધારાસભ્ય દળની શપથ પહેલાં ભાજપ દ્વારા આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવશે. આમ આ સમાચારોને કારણે હાલ ગુજરાતની રાજનીતિમાં હડકંપ મચી ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news