Kirti Patel: સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે સુરત બાદ અમદાવાદમાં ગુનો નોંધાયો

અવારનવાર કોઈકને કોઈક કારણોસર વિવાદમાં રહેતી સોશિયલ મીડિયા સ્ટાર કીર્તી પટેલનું નામ ફરી એક વિવાદમાં સામે આવ્યું છે. આ વખતે અમદાવાદમાં તેના નામે પોલીસ ફરિયાદ થઈ છે.

Kirti Patel: સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે સુરત બાદ અમદાવાદમાં ગુનો નોંધાયો

ઝી બ્યૂરો, અમદાવાદઃ સોશિયલ મીડિયા સ્ટાર કિર્તી પટેલ હંમેશા કોઈકને કોઈક કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. કિર્તી પટેલ અને વિવાદો જાણો એકબીજાના પર્યાય બની ગયા છે. સુરતમાં અવારનવાર કિર્તી પટેલ વિવાદોમાં રહેલી છે. ત્યારે આ વખતે ફરી એકવાર આ નામ ચર્ચામાં આવ્યું છે. આ વખતે સુરતના બદલે અમદાવાદમાં આ નામની ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વધુ એક ગુનો નોંધાયો છે. કીર્તિ પટેલે મહિલા સાથે મારામારી કરતા ગુનો નોંધાયો છે. ફરિયાદી મહિલાના પતિ સાથે કીર્તિ પટેલે વાત કરતા થયો ઝઘડો થયો હતો. અમદાવાદની વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કીર્તિ પટેલ સામે આ પહેલાં પણ ઘણી વાર જુદા જુદા મામલામાં પોલીસ ફરિયાદ થઈ ચુકી છે.

પ્રાથમિક તપાસ કરતા એવુ જાણવા મળ્યું કે, આ કેસમાં આરોપી વિરમ ભરવાડ કર્ણાવતી ક્લબ પાસે ટી સ્ટોલ ધરાવે છે. કીર્તિ પટેલની પણ ત્યાં અવર જવર રહેતી હોય છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા માનસી સર્કલ નજીકના ગોયલ પાર્કમાં રહેતા રમીલાબેન મકવાણાએ વર્ષ 2014માં રામનિવાસ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. જોકે, પતિ સાથે મનભેદના કારણે વર્ષ 2019માં છુટાછેડા લીધા હતા. પતિને આગળ પાછળ કોઇ ન હોવાથી છૂટાછેડા બાદ પણ રમીલાબેન તેમની સાથે રહીને તેમની સેવા કરી તેમના જ ઘરે રહેતા હતા. 

આ કેસમાં સોશિયલ મિડીયાથી જાણીતી બનેલી ટીક ટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે. એક મહિલાના ઘરે કીર્તી પટેલ અને તેની સાથે ગુડ્ડી પટેલ તથા અન્ય બે શખ્સોએ ઘૂસીને ઘરમાંથી નીકળી જવાનું કહી મારામારી કરતા વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધાઇ છે. ચારેક દિવસ પહેલા રમીલાબેન ઘરે હાજર હતા ત્યારે બે સ્ત્રીઓ રામનિવાસ અગ્રવાલને મળવા આવી અને ઘરમાંથી નીકળવાનું કહીને બબાલ કરીને મારામારી કરવા લાગી હતી. ત્યારબાદ પોલીસ બોલાવતા આ બંને ફરાર થઇ ગઇ હતી. બાદમાં રમીલાબેનને જાણ થઇ કે તે જે સ્ત્રીઓ આવી હતી તેમાં એક કીર્તી પટેલ અને બીજી ગુડ્ડી પટેલ હતી. 

આમ પણ કીર્તિ પટેલે પહેલેથી જ ગાળાગાળી કરવામાં છેતરપીંડી અને મારમારી જેવા વિવાદોથી ઘેરાયેલ છે. તેવામાં અગાઉ પણ અમદાવાદ અને સુરતમાં તેના વિરુદ્ધ મારામારી અનેં છેતરપિંડીના ગુના નોંધાઇ ચૂકેલા છે.  સુરતમાં છેતરપીંડીના ગુનામાં ફરિયાદી પોલીસ કમિશ્નર સુધી રજુઆત પોહચીં હતી ત્યારે અમદાવાદના વસ્ત્રાપુરમાં પણ મારામારી ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે. ત્યારે ફરી એલ વખત વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આમ ગેરકાયદેસર ઘુસી જઇ મારામારી કરવા અંગે કીર્તિ પટેલ સહિત ચાર સામે ફરિયાદ નોંધાતા પોલીસ શુ કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news