સરકારને ડર, હવે કોરોના આયો તો ગુજરાતમાં યોજાનારા સૌથી મોટા કાર્યક્રમની ફરી જશે પથારી!

ફરી એકવાર દેશ પર મંડરાઈ રહ્યો છે કોરોનાનો ખતરો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ વિવિધ રાજ્યો સાથે બેઠક કરીને સતર્ક રહેવા માટેની સુચના આપી દીધી છે. ગુજરાત પર પણ છવાયેલાં છે ચિંતાના વાદળો...

સરકારને ડર, હવે કોરોના આયો તો ગુજરાતમાં યોજાનારા સૌથી મોટા કાર્યક્રમની ફરી જશે પથારી!

નવી દિલ્લીઃ ફરી પાછો દેશ માસ્કયુગમાં ધકેલાય તેવા સંકેતો વચ્ચે એડવાન્સમાં કેન્દ્ર સરકાર એલર્ટ બની ગઈ છે. દેશમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓની સાથે રાજ્યના સચિવો પણ હાજર રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન તમામ રાજ્યોને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, 'આપણે સાવચેત રહેવાની જરૂર છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. એવું કહેવાય છે કે આ બેઠક પર ગુજરાતમાં ખાસ ભાર મૂકાયો છે. ગુજરાતમાં ગાંધીનગરમાં ગત રોજ 2 કેસ મળી આવ્યા છે. આ ગાંધીનગરમાં જાન્યુઆરીમાં વાઈબ્રન્ટ સમીટ યોજાવાની છે. 

નવી સરકારે 100 દિવસના લક્ષ્યાંકમાં 100 દિવસમાં 1 લાખ કરોડ રૂપિયા ભેગા કરવાની નિર્ણય કર્યો હતો જે પૂરો થયો છે. વર્ષ 2024માં ઉદ્યોગોને કોમન ફેસેલિટી આપવામાં આવશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટને કારણે સમગ્ર વિશ્વ અને દેશમાં ગુજરાતનું અનોખું નામ થયું છે. આ વાઈબ્રન્ટ સમીટમાં વિશ્વભરમાંથી વીઆઈપી આવવાના છે. સરકારે આ તૈયારીઓને આખરી ઓપ પણ આપી દીધો છે. સૌથી વધુ ચિંતા હાલમાં ગુજરાતમાં કોરોનાના કેસો ના વધે એની છે. કોરોનાને પગલે વાઈબ્રન્ટ સમીટનું આયોજન સતત પાછળ ધકેલાતું હતું. આ વર્ષે સરકારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. 

અમેરિકા, ચીન અને સિંગાપોર જેવા દેશોમાં કોરોના વાઇરસના કેસ વધ્યા છે. હવે ભારતમાં પણ કોરોનાના કેસમાં થોડો વધારો થયો છે. ભારતમાં કોરોના વાઇરસના નવા ૨૮૮ કેસ નોંધાયા છે. આ સાથે જ ઍક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૯૭૦ થઈ ગઈ છે. કેરલામાં કોરોના વાઇરસનો નવો સબ વેરિઅન્ટ JN.1 સામે આવ્યો છે, રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સેક્ટર ૬માં રહેતા અને થોડા દિવસ પહેલાં દક્ષિણ ભારતમાં ગયેલી બે મહિલામાં કોરોના વાઇરસનાં લક્ષણો જોવા મળ્યાં છે, જેને પગલે આગામી દિવસોમાં આયોજિત થઈ રહેલા ગુજરાત વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪ને લઈને પણ સચિવાલયમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. દુનિયાભરમાંથી આવી રહેલા વિવિધ દેશોના પ્રતિનિધિઓ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૪માં ભાગ લઈ રહ્યા છે.

આજે દિલ્હીમાં યોજાયેલી આ બેઠકમાં, તેમણે તમામ રાજ્યોને દર 3 મહિનામાં એકવાર તમામ હોસ્પિટલોમાં મોક ડ્રીલ કરવા નિર્દેશ આપ્યો. તેમણે કેન્દ્ર તરફથી રાજ્યોને સંપૂર્ણ મદદની ખાતરી પણ આપી હતી. આસામ, અરુણાચલ, દિલ્હી, હરિયાણા, હિમાચલ, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, ઓડિશા, ગોવા, પુડુચેરી, તેલંગાણા, કર્ણાટક, મણિપુર, કેરળ સહિત અન્ય રાજ્યોના આરોગ્ય પ્રધાનોએ બેઠકમાં ભાગ લીધો હતો.

સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું, 'હવે સમય આવી ગયો છે કે "સમગ્ર સરકાર" વિઝન સાથે એકબીજા સાથે કામ કરવાનો. આપણે સાવચેત રહેવાની જરૂર છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. હોસ્પિટલની તૈયારી, દેખરેખમાં વધારો અને લોકો સાથે અસરકારક સંચારની મોક ડ્રીલ સાથે તૈયાર રહેવું મહત્વપૂર્ણ છે.' કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયાએ પણ તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને શિયાળાની ઋતુ દરમિયાન ઠંડીની સ્થિતિ અંગે સાવચેતી રાખવા જણાવ્યું હતું. આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને, નિવારક પગલાંની ખાતરી કરવા તાકીદ કરી હતી. દર વર્ષે ડિસેમ્બર બાદ કોરોનાના કેસોમાં વધારો થાય છે. ગુજરાત સરકારે પણ ગાંધીનગરના 2 કેસને સામાન્ય ગણાવ્યા છે. આ બંને દર્દીઓ હાલમાં હોમ આઈસોલેશનમાં છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મંગળવારે કેરળમાં કોવિડ -19 ના 292 નવા સક્રિય કેસ નોંધાયા હતા અને 3 સંક્રમિત લોકો મૃત્યુ પામ્યા હતા. મંત્રાલયની વેબસાઇટ અનુસાર, બુધવારે સવારે 8 વાગ્યા સુધી દેશભરમાં કોવિડ-19ના કુલ 341 કેસ નોંધાયા હતા, જેમાંથી 292 કેસ કેરળના છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 2,041 થઈ ગઈ છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ને કારણે ત્રણ દર્દીઓના મોત થયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં કોરોના વાયરસના ચેપને કારણે રાજ્યમાં મૃત્યુની કુલ સંખ્યા વધીને 72,056 થઈ ગઈ છે. રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે મંગળવારે જણાવ્યું હતું કે કેરળમાં કોવિડ -19 કેસોમાં વધારો થયો હોવા છતાં, ચિંતાનું કોઈ કારણ નથી કારણ કે રાજ્ય વાયરસનો સામનો કરવા માટે સારી રીતે તૈયાર છે પરતું સૌથી વધારે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને ચિંતા ગુજરાતની છે. ગુજરાતમાં વાઈબ્રન્ટ સમીટ પહેલાં કેસોમાં ઉછાળો ના આવે માટે ખાસ તકેદારી રાખવાની સૂચનાઓ અપાઈ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news