ઉમિયાધામનું શિલાન્યાસ કરીને અમિત શાહે કહ્યું, પાટીદાર સમાજનો અને ગુજરાતનો વિકાસનો ગ્રાફ સમાંતરે છે

અમદાવાદના સોલામાં ભવ્ય ઉમિયાધામ (umiya dham) નો આજે શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ની ઉપસ્થિતિમાં ઉમિયાધામનો શિલાન્યાસ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા છે. શિલાન્યાસ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા અને પાટીદાર સમાજના અગ્રણી સીકે પટેલ અને મણિભાઈ પટેલ સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. 
ઉમિયાધામનું શિલાન્યાસ કરીને અમિત શાહે કહ્યું, પાટીદાર સમાજનો અને ગુજરાતનો વિકાસનો ગ્રાફ સમાંતરે છે

અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદના સોલામાં ભવ્ય ઉમિયાધામ (umiya dham) નો આજે શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ની ઉપસ્થિતિમાં ઉમિયાધામનો શિલાન્યાસ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા છે. શિલાન્યાસ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા અને પાટીદાર સમાજના અગ્રણી સીકે પટેલ અને મણિભાઈ પટેલ સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. 

અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે, પાટીદાર સમાજનું કેન્દ્ર એવુ ઉમિયાધામ ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં બનાવવાનો સંકલ્પ પાટીદાર સમાજે લીધો છે. મા ઉમિયા તમારા સંકલ્પ પૂરા કરે તેવી પ્રાર્થના છે. વિદ્યાર્થીઓ અહી રહીને કરિયરની તૈયારીઓ કરી તેવી તમામ વ્યવસ્થા અહી છે. પાટીદાર સમાજ પુરુષાર્થી છે. 100 વર્ષોથી કોઈ સમાજ પોતાની બુદ્ધિમત્તા અને પુરુષાર્થ ન માત્ર પોતાના સમાજને આગળ વધારે, પરંતુ પ્રદેશ અને દેશમાં પણ કેટલું મોટું યોગદાન કરે તે મોટુ ઉદાહરણ છે. તેમની ગાથા ગાવી જોઈએ. પાટીદાર સમાજનો વિકાસ અને ગુજરાતનો વિકાસ બે ગ્રાફ સમાંતરે જાય છે. ગુજરાતના વિકાસમાં પાટીદાર સમાજનુ યોગદાન ગુજરાતની ગાથા લખાશે ત્યારે સુવર્ણ અક્ષરે લખાશે. આ સમાજે અનેક ક્ષેત્રોમાં ભવ્ય પુરુષાર્થ કરીને યોગદન આપ્યું છે. વેપાર, ટેકનોલોજી, ટ્રેડિંગ, વિદેશમાં મોટેલ બધામાં પાટીદાર સમાજ છે. મારા અભિનંદન છે કે, સમાજે જે પ્રાપ્ત કર્યું છે તે સમાજ માટે ખર્ચે છે. તેનાથી દરેક સમાજને પ્રેરણા મળશે. 

ઉલ્લેખનીય છે કે, આજે શિલાન્યાસ બાદ 12 ડિસેમ્બરે નવચંડી અને 13 ડિસેમ્બરે શિલાપૂજન કરાશે. 13 ડિસેમ્બરે 501 શીલાપુજન યજમાન સાથે સવારે 9.30 કલાકે પ્રારંભ થશે. ત્રણ દિવસ શિલાન્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે 51 કરોડ શ્રી ઉમિયા શરણમ મમ મંત્રના લેખની પોથીયાત્રા ભાગવત વિદ્યાપીઠથી સોલા શ્રી ઉમિયધામ કેમ્પસ સુધી યોજવામાં આવી છે. વર્ષ 2030 સુધીમાં 1001 મંદિર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત અમદાવાદમાં 1,500 કરોડ રૂપિયાના ખર્ચે વિશાળ ઉમિયા ધામનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

સમગ્ર પાટીદાર સમાજના યુવક-યુવતીઓને અભ્યાસ માટે વ્યવસ્થા મળી રહે તેમજ સમાજ એક તાંતણે બંધાય એ હેતુથી આ ઉમિયાધામ આકાર લઈ રહ્યું છે. અહીં નિર્માણ થઈ રહેલી 13 માળ ઊંચી બિલ્ડિંગમાં 400 રૂમ, જેમાં 1200 જેટલા યુવક-યુવતીઓ રહી શકે એવી વ્યવસ્થા હશે. 

મંદિરની ખાસિયત
નાગરાદી શૈલીમાં મંદિરની આકર્ષક કોતરણીયુક્ત રચના થશે
મંદિરની લંબાઈ 255 ફૂટ × 160 ફૂટ પહોળાઈ રહેશે
ભૂમિ સ્તરથી મંદિરના શિખર સુધીની ઊંચાઈ 132 ફૂટ થશે
મંદિરમાં
કોતરણીથી ભરપૂર કુલ 92 સ્તંભ કલાત્મક મૂર્તિઓથી શોભશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news