પોરબંદર જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન, કફોડી બની જગતના તાતની સ્થિતિ

પોરબંદર જિલ્લાના કેટલાક ગામોમાં કમોસમી વરસાદની સાથે કરા પણ પડ્યા હતા.જેમાં બરડા વિસ્તારનાં અડવાણા, સોઢાણા, ભેટકડી, ભોમીયાવદર, પારવાડા 
તથા રાણાવાવના બિલેશ્વર સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.

પોરબંદર જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન, કફોડી બની જગતના તાતની સ્થિતિ

અજય શીલુ,પોરબંદર: ભરઉનાળે ઉમટેલાં ચોમાસાએ ખેડૂતોની દશા બેસાડી છે. ખાસ કરીને રાજ્યના ખેડૂતોમાં આ કમોસમી વરસાદને કારણે ફફડાટ વ્યાપી ગયો છે. ખેડૂતોને પાક નુકસાનીનો ડર સતાવી રહ્યો છે. ત્યારે આ આર્ટીકલમાં વાત કરીએ રાજ્યના પોરબંદર જિલ્લાની. પોરબંદર જિલ્લામાં આવેલાં ખેડૂતોની સ્થિતિ માવઠાને કારણે ખુબ જ ખરાબ થઈ ગઈ છે. પોરબંદર સહિત ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ સાથે કરા પડવાથી ખેડૂતોના ઘાસચારા અને પાકને નુકસાન થયું છે. ક્યાં કેટલું નુકસાન છે જાણીએ આ અહેવાલમાં...

પોરબંદર જિલ્લાના કેટલાક ગામોમાં કમોસમી વરસાદની સાથે કરા પણ પડ્યા હતા.જેમાં બરડા વિસ્તારનાં અડવાણા, સોઢાણા, ભેટકડી, ભોમીયાવદર, પારવાડા 
તથા રાણાવાવના બિલેશ્વર સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ખેડૂતોને નુકસાન થતા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ ઝડપથી સરવે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવા સરકાર પાસે માગ કરી છે.

પોરબંદર જિલ્લાના બરડા પંથકના અડવાણા,ભોમીયાવદર, કુતિયાણા અને સીમર ગામે માવઠું પડ્યુ છે માવઠાથી થયેલા નુકસાન અંગે ખેતીવાડી અધિકારીને પુછવામાં આવતા તેઓએ જણાવ્યુ હતુ કે, કમોસમી વરસાદની આગાહીના કારણે ખેડૂતોને સાવચેત કરવામાં આવ્યા હતા તો માર્કેટીંગ યાર્ડમાં પણ બહાર પડેલી જણસીને અંદર લઈ લેવામાં આવી છે.સાવચેતીના કારણે હજુ તો જિલ્લામાં કોઈ ગામમા કોઈ નુકસાનીના સમચાર મળ્યા નથી. છતા તપાસ કરીશું કહીને છટકી ગયા,,, 

ભર ઉનાળે જે રીતે અષાઢની જેમ કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેમાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ઘર ખર્ચ ચલાવા માટે પણ રૂપિયાના ફાફા પડી ગયા છે બજી તરફ સરકાર ખેડૂતોને નુકસાનની ભરપાઈ કરી આપે તો પણ સહાયના રૂપિયા આવતા વાર લાગે તેમ છે જેથી હાલ તો જિલ્લાના ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news