સુરતમાં ઝી24કલાકનો કેમેરો જોઈને ભાગ્યા સરકારી બાબુઓના વહીવટદાર એજન્ટો!
એ પણ એટલું જ સત્ય છેકે, એ એજન્ટો તો માત્ર મહોરું છે અસલી ગુનેગાર તો કચેરીઓમાં બેસેલાં ઉચ્ચ અધિકારીઓ છે જે એજન્ટો પાસેથી મોટી કટકી લઈને કામ કરી આપે છે. અરજદારો કહે છેકે, 60 થી 100 રૂપિયામાં નીકળતા રાશન કાર્ડ કઢાવવા લેવાય છે 5 હજાર રૂપિયા. સરકારી કચેરીઓમાં આવકાના દાખલા માટે પણ ફોર્મ નથી આપતા.
Trending Photos
ચેતન પટેલ, સુરતઃ અરજદારો કહે છે, કે એજન્ટો સિવાય કામ થતું નથી. અધિકારીઓ અમને ધક્કા ખવડાવે છે. લાઈનોમાં રોજ ઉભા રહીએ છીએ પણ કોઈને કોઈ કાગળિયા નથી એમ કહીને અમને ધક્કા ખવડાવે છે. સમગ્ર સુરત શહેરની સરકારી કચેરીઓમાં આજ સ્થિતિ છે. ઝી24કલાકના ઓપરેશન એજન્ટ ઝુંબેશને પગલે સુરતની મામલતદાર કચેરીઓમાં ચાલતી એજન્ટ પ્રથાનો પર્દાફાશ થયો છે. મામલતદાર કચેરીઓમાં ચાલે છે એજન્ટરાજ. ઝી24કલાકના સવાલોથી ભાગી રહ્યાં છે એજન્ટો.
સામાન્ય જનતાના પાપીઓ ઝી24કલાકનો કેમેરો જોઈને ભાગી રહ્યાં છે. ક્યાંક ઝાડ નીચે તો ક્યાંક ટેબલ લઈને બેઠેલાં હોય છે એજન્ટો. જોકે, ઝી24કલાકનો કેમેરો જોતાની સાથે જ ગુજરાતની જનતાને લૂંટતા એજન્ટો ભાગવા લાગ્યાં. પણ એ પણ એટલું જ સત્ય છેકે, એ એજન્ટો તો માત્ર મહોરું છે અસલી ગુનેગાર તો કચેરીઓમાં બેસેલાં ઉચ્ચ અધિકારીઓ છે જે એજન્ટો પાસેથી મોટી કટકી લઈને કામ કરી આપે છે. અરજદારો કહે છેકે, 60 થી 100 રૂપિયામાં નીકળતા રાશન કાર્ડ કઢાવવા લેવાય છે 5 હજાર રૂપિયા. સરકારી કચેરીઓમાં આવકાના દાખલા માટે પણ ફોર્મ નથી આપતા.
એજન્ટો શું કહે છે?
એજન્ટો કહી રહ્યાં છેકે, અમે તો સેવા કરીએ છીએ. લોકોને ફોર્મ ભરી આપીએ છીએ. એજન્ટો આખું જીવન વિતાવે છે એજન્ટો. લગભગ બે થી ત્રણ દાયકાઓથી ભ્રષ્ટ બાબુઓ એ પણ જોવા જેવું છે. એજન્ટો કહે છેકે, એજન્ટો સિવાય તમારું કામ નહીં થાય. એજન્ટો કહે છેકે, સરકારી અધિકારીઓ જ અમારી જોડે પૈસા લઈને કામ કરાવે છે. બીજી તરફ અધિકારીઓ કહે છેકે, અમે તો કોઈની પાસેથી પૈસા લેતા નથી. અમે ઉપર પણ જાણ કરી છેકે, અહીં એજન્ટો બહુ આવે છે. પણ કોઈ કાર્યવાહી થતી નથી.
સુરતના કતારગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડીઆએ કહ્યુંકે, જેને વધારે ઉતાવળ હોય છે એ લોકો આવા એજન્ટો પાસે જતા હોય છે. નીચેના સ્ટાફમાં કામ કરવામાં પણ બેદરકારી છે. એના કારણે છે લોકો એજન્ટો પાસે જાય છે. આવું મોટું રેકેટ ચાલે છે. ઘણીવાર થોડીવાર પણ કોઈને ઉભા રહેવું નથી હોતું. લોકોને સહેજ પણ લાઈનમાં ઉભું નથી રહેવું એવું પણ થાય છે. બીજી તરફ અધિકારીઓ પણ લોકોને ધક્કા ખવડાવે છે એટલે કંટાળીને લોકો એજન્ટ પાસે જાય છે. અને પછી એજ એજન્ટો પાસેથી પૈસા લઈને લોકોનું કામ કરાવવામાં આવે છે. મંત્રીઓ આમા શું કરી શકે, અમે જ્યારે મોકલ્યાં હોય તો લોકોને યોજનાઓના લાભ લેવા ઉતાવળ હોય છે તો પછી એ પૈસા ખવડાવીને કામ કરાવે છે. લોકોએ પણ આમાં સમાજવાની જરૂર છે. સરકાર જ બધી નહીં કરે, પબ્લિકે પણ સુધવાની જરૂર છે.
સુરત કોંગ્રેસના નેતા નૈષધ દેસાઈએ જણાવ્યુંકે, બ્રોકરો-એજન્ટો અને દલાલોની જાળમાં ફસાય છે સામાન્ય લોકો. સરકારી અધિકારીઓ ટાઈમફ્રેમ પ્રમાણે આ કામ કરતા નથી. એના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. કોઈપણ નાનામાં નાનું પાંચ રૂપિયાનું કામ હોય તો પણ તેના માટે 100 રૂપિયા લેવાય છે. આ કૌભાંડમાં ઉપર સુધી બધા સામેલ છે. સરકારી કચેરીઓ 12-12 કલાક ચાલવી જોઈએ, સમય મર્યાદા જાહેર થવી જોઈએ.
બેઈમાન બાબુઓ સામે સરકાર કરશે લાલ આંખઃ
ઝી24કલાકની મુહિમ રંગ લાવી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છેકે, અમે કડક કાર્યવાહી કરીશું. એજન્ટો સામે પગલાં લેવામાં આવશે. સરકારની સીધી સેવાઓ લોકો સુધી પહોંચી શકે તે માટે આગામી દિવસોમાં પુરતી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે. વચેટિયાઓને અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવશે. સરકાર દ્વારા આ મામલાને ગંભીરતાથી લઈને તેની તપાસ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે