આગામી 48 કલાક ખુબ જ ભારે! 9 જિલ્લામાં એલર્ટ, વલસાડમાં મેઘો મુશળધાર, 21 રસ્તાઓ બંધ

Forecast in Gujarat: બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે હવામાન વિભાગે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઇને એલર્ટ આપ્યું છે. દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આગામી 48 કલાક ખુબ જ ભારે! 9 જિલ્લામાં એલર્ટ, વલસાડમાં મેઘો મુશળધાર, 21 રસ્તાઓ બંધ

Heavy Rain Forecast in Gujarat: લાંબા વિરામ બાદ વલસાડ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. ત્યારે વલસાડમાં ભારે વરસાદના કારણે લો લેવલ બ્રિજ પર પાણી ભરાતાં 21 જેટલા રસ્તાઓ બંધ થયા છે. જિલ્લા વહીવટી તંત્રએ પોલીસ બંદોબસ્ત ગોઠવીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને બ્રિજ પરથી પસાર ન થવા માટે અપીલ કરી છે. બીજી બાજુ સવારથી અત્યાર સુધીમાં ગુજરાતના 104 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં સવા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. હજુ 2 દિવસ વરસાદી માહોલ રહેશે. ગુજરાત માટે 48 કલાક બહુ જ ભારે છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી 48 કલાક ગુજરાત માટે ભારે છે.

વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે વલસાડ જિલ્લાના લો લેવલ ના કુલ 21 જેટલા રસ્તાઓ બંધ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી રસ્તાઓ બંધ કરી લોકોને લો લેવલના બ્રિજ પરથી પ્રસાર ન થવા અપીલ કરાઈ છે. 

વલસાડ જિલ્લામાં વિરામ બાદ ફરી મેઘરાજાની મેઘ મહેર જોવા મળી રહી છે ત્યારે છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતા લો લેવલના કુલ 21 જેટલા રસ્તાઓ બંધ થયા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્રારા લો લેવલના રસ્તાઓ પરથી નદીનું પાણી પ્રસાર થતા રસ્તાઓ પરથી અવર જવર બંધ કરી દેવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી બેરિકેટીંગ કરી લોકોની અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, સાથે લોકોને નદીના નજીક ન જવા માટે અપીલ કરવામાં આવી છે. 

9 જિલ્લામાં એલર્ટ
બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે હવામાન વિભાગે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઇને એલર્ટ આપ્યું છે. દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. નવસારી, ડાંગ, તાપીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત સુરત અને નર્મદા, દાદરા અને નગર-હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદમાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગની આગામી પ્રમાણે 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. નર્મદા, સુરત, તાપી, વલસાડ, સુરત, ડાંગ, નવસારી, દાદરાનગર, દમણમાં અતિભારે વરસાદ પડશે. ત્યાં જ વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને દાહોદમાં પણ સારો એવો વરસાદ પડવાની આગાહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news