ગુજરાતના ફોટોગ્રાફરના વાયરલ ફોટોનું વેરિફિકેશન, જાણો ફોટોની સાચી હકીકત
Trending Photos
ગૌરવ પટેલ/ અમદાવાદ: અમદાવાદના એક જાણીતા ફોટો જર્નાલિસ્ટે 19 ઓગસ્ટે વર્લ્ડ ફોટોગ્રાફી ડેના દિવસે પોતાની કારકિર્દીનો સૌથી સુંદર ફોટો સોશિયલ મિડિયા પર શેર કર્યો હતો. પરંતુ આ ફોટો થોડાક જ સમયમાં એટલો વાયરલ થયો કે જાણીતી હસ્તીઓ દ્વારા તેના પર કોમેન્ટ આવવાની શરૂ થઇ ગઇ. ક્રિકેટર હરભજન સિંધ અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ફોટો રી-ટ્વીટ કર્યો. ત્યારે આજે આપની ચેનલ ઝી ચોવીસ કલાકે વાઇરલ ફોટોનું વેરીફીકેશન કર્યુ અને ફોટોની સાચી હકીકત શું સામે આવી.
સોશિયલ મિડિયામાં છેલ્લા ચાર દિવસથી વાઇરલ થઇ રહેલો આ ફોટો અમદાવાદના ફોટો જર્નાલિસ્ટ કલ્પિત ભચેચે પોતાના કેમેરામાં કંડાર્યો હતો. એક દાયકા અગાઉ આ ફોટો તેમને 12 સપ્ટેબર 2007માં પોતાના કેમેરામાં કંડાર્યો હતો. તે સમયે તેઓ એક એક ગુજરાતી ન્યુઝ પેપરમાં કામ કરતા હતા. વર્ષ 2007માં મણિનગરની જીએનસી સ્કુલના બાળકોએ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી.
જીએનસી સ્કુલની વૃધ્ધાશ્રમની મુલાકાત દરમ્યાન કેટલાક ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આ મુલાકાતમાં સ્કુલના બાળકો અને વૃધ્ધાશ્રમના વડીલો વચ્ચે અંતાક્ષરીની સ્પર્ધા યોજાઇ હતી. એક તરફ સંગીતમય માહોલ હતો તો બીજી તરફ એક નાની બાળકી એક વૃદ્ધ મહિલાને ભેટીને રડી રહી હતી. અને ત્યારે કલ્પિત ભાઇએ આ હૃદયદ્વાવક ફોટો કેમરામાં કેદ કર્યો હતો.
A school organised a tour to an old age home and this girl found her grandmother there.When she used to ask her parents about whereabouts of grandma, she was told that she has gone to meet her relatives.This is the society we are creating...#Ambalika pic.twitter.com/wqvVJ9ixQH
— अंबालिका कृष्णाप्रिया 🙏 (@AKrisnapriya) August 21, 2018
આ ફોટોમાં જે વૃદ્ધ દાદીમાં છે તેમનું નામ દમંયતી પંચાલ છે અને તેમની પૌત્રીનું નામ ભક્તિ છે. દમયંતી બહેનના કહેવા પ્રમાણે તેઓ છેલ્લા 11 વર્ષથી આ વૃધ્ધાશ્રમમાં રહે છે. તેઓના પરિવારજનો તેમને વૃધ્ધાશ્રમમાં મોકલવા માટે તૈયાર ન હતા માટે તેઓ તેમના દિકરા અને પરિવારના અન્ય સભ્યોને જાણ કર્યા વિના આશ્રમમાં ચાલ્યા આવ્યા હતા.
વાઇરલ થયેલા ફોટો અંગે ખુલાસો કરતાં તેમણે કહ્યું કે ફોટો સાચો છે તેઓ જ્યારે વૃધ્ધાશ્રમમાં આવ્યાના કેટલાક દિવસ બાદ જ જ્યારે તેમની પૌત્રી સ્કુલના પીકનિકમાં આવી ત્યારે બંને પોતાની લાગણીઓ રોકી શક્યા ન હતા અને આ દ્રશ્યો સર્જાયા હતા. જો કે તેમણે ફોટો સાથે થયેલા દાવાનો વખોડ્યો અને કહ્યું કે તેમના પરિવારજનો તેમન સંપર્કમાં છે દરેક નાના મોટા સમાજીક પ્રસંગે અને તહેવારનો તેઓ પોતના ઘરે જાય છે.
A school organised a tour to an old age home and this girl found her grandmother there. When she used to ask her parents about the whereabouts of grandma, she was told that she has gone to meet her relatives. This is the society we are creating...#Heart_touching.. pic.twitter.com/fHRFVFAFyx
— Anita Chauhan (@anita_chauhan80) August 21, 2018
આજે પણ દમંયતી બેન ઘોડાસરના મણિલાલ ગાંધી વૃદ્ધાશ્રમમાં રહે છે પણ તેઓ તેમની મરજી રહે છે. સોશિયલ મિડિયામાં વારઇલ થયેલા ફોટો અંગે વાત કરતાં તેઓને 11 વર્ષ પહેલાંની ઘટના યાદ આવી અને તેઓ રડી પડ્યા હતા.
યુવાનોમાં સોશિયલ મિડિયા ખૂબ પ્રિય હોય છે અને સોશિયલ મિડિયાની ઘેલછા યુવાનોમાં જોવા મળે છે. દમીયંતીબેનની પૌત્રી ભક્તિ પણ સોશિયલ મિડિયામાં એકટીવ હોય છે. ફોટોમાં દેખાતી નાની બાળકી આજે 11 વર્ષ બાદ ઘણી મોટી થઇ ગઇ છે અને તે પણ એક દિકરીની માતા છે પોતના સંસાસમાં તે ખુશ છે. પણ છેલ્લા કેટલાક દિવસથી વાઇરલ થયેલા આ ફોટોએ તેના સુખી જીવનની શાંતિ હણી લીધી છે.
જ્યારે આ ફોટો વાયરલ થયો ત્યારે ભક્તિને ખુબ જ આઘાત લાગ્યો કે 11 વર્ષ પહેલાનો ફોટો વાયરલ કરીને લોકો શું સાબિત કરવા માંગે છે. જ્યારે ઝી ચોવીસ કલાકની ટીમ અમદાવાદની જશોદા નગર ખાતે આવેલી મણીભાઇ ગાંધી વાનપ્રસ્થાન સ્થાને પહોચી ત્યારે અચાનક ત્યાં ભક્તિ આવી ચઢી અને જે દુખની લાગણી વર્ષ 2007માં જોવા મળી હતી તેવી જ લાગણી આજે તેને થઇ. કેમકે ફોટો સાચે હતો પણ તેની સાથે લખાયેલા તથ્યો ખોટા હતા તેણે ખુલાસો કર્યો કે દમયંતી બા તેમની મરજીથી વૃધ્ધાશ્રમમાં રહે છે, વાર-તહેવારે અને પ્રસંગે દિકરાના ઘરે અને પોતાના સાસરે જાય છે.
ઝી ચોવીસ કલાકની ટીમે વાઇરલ ફોટોનું વેરીફીકેશન ચાલુ રાખ્યુ અને જીએનસી સ્કુલના પ્રિન્સીપાલ રીટા પંડ્યા સાથે વાત કરી તો રીટા પંડ્યાએ કહ્યું કે તેમની સ્કુલમાં વિદ્યાર્થીઓને જીવનના પાઠ ભણાવવા માટે દર મહિને નાનકડી પીકનિકનું આયોજન થતુ હોય છે. આજથી 11 વર્ષ અગાઉ પણ આવી જ એક પિકનિકનું આયોજન થયું હતું અને તેમની સ્કુલના બાળકો મણીભાઇ ગાધી વાનપ્રસ્થાન આશ્રમ ખાતે આવ્યા હતા.
#heart_touching is now trending in #Hyderabadhttps://t.co/xwP1E8l7Jt pic.twitter.com/PTlC1ETadU
— Trendsmap Hyderabad (@TrendsHyderabad) August 21, 2018
જ્યારે વૃધ્ધા શ્રમના વડિલો અને સ્કુલના બાળકો વચ્ચે અંતાક્ષરીની સ્પર્ધા ચાલતી હતી ત્યારે તેમનુ ધ્યાન અંતાક્ષરીમાં હતું. જોકે ત્યારે એક વિદ્યાર્થીની અચાનક જ ખૂબ રડવા લાગી તો બીજી તરફ એક બા ખુબ જ રડવા લાગ્યા. ત્યારે સ્કુલના પ્રિન્સીપાલ અને ફોટોગ્રાફરે પુછ્યુ તો ખબર પડે કે તેની બા છે. અને થોડાક દિવસ પહેલા જ તેઓ વૃદ્ધાશ્રમમાં આવ્યાં છે. પરંતુ પૌત્રીને પરિવારજનો કહ્યું કે તેની બા સગા સંબંધીના ઘરે ગઇ છે. રીટા પંડ્યાએ ઉમેર્યુ કે ત્યારે પણ પૌત્રી અને દાદી વચ્ચે પ્રેમની ભાષા આંખોમાંથી વરસી પડી હતી અને આજે પણ વરસી રહી છે.
ભલે દમંયતી બેન 11 વર્ષથી પોતાના પરિવારથી દૂર રહેતા હોઇ. પરંતુ પ્રસંગોપાત તેમજ તહેવારમાં તેઓ પોતાના પરિવાર સાથે ખુશીથી રહે છે. તેમનું કહેવું છે કે જેમ તેમના દિકરા અને પૌત્રી તેમનો પરિવાર છે તેમ આ વાનપ્રસ્થાન આશ્રમમાં રહેતા લોકો પણ તેમનો પરિવાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે