Gujarat Police: ગુજરાતના પોલીસ સ્ટેશનો અંગે સૌથી મોટા સમાચાર, હર્ષ સંઘવીએ કરી જાહેરાત
ગુજરાતનાં તમામ પોલીસ સ્ટેશનને PSI કક્ષાથી PI કક્ષાનાં કરાશે. દરેક પોલીસ સ્ટેશનમાં એક આઈટી એક્સપર્ટની થશે નિમણૂક. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં કરી મોટી જાહેરાત
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી છે. ચાલુ વર્ષે ગુજરાતના 200 પોલીસ સ્ટેશનને PI કક્ષામાં અપગ્રેડ કરવામાં આવશે. દરેક પોલીસ સ્ટેશનમાં એક આઈટી એક્સપર્ટની નિમણૂંક કરાશે. આવનાર દિવસમાં 650 જેટલા આઈટી એક્સપર્ટની ભરતી કરવામાં આવશે. તો ગુજરાતના 200 આઉટ પોસ્ટ જે હેડ કોન્સ્ટેબલથી ચાલતા હતા ત્યાં PSIની નિમણૂંક થશે. પોલીસ ફોર્સની જિલ્લાઓમાં ફાળવણી હવે PPRના આધારે કરાશે.
ગુના સ્થળે પહોંચવાના રિસ્પોશન ટાઈમ ઘટાડવામાં આવશે
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાના રિસ્પોશન ટાઈમ ઘટાડવામાં આવશે. જી હા... હવે 112 ટોલ ફ્રી નંબરની સેવા શરૂ કરાશે, જેના કારણે ગુના સ્થળે કોઈ પણ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ માત્ર 20 મિનિટમાં પહોંચી જશે, જ્યારે શહેરી વિસ્તારોમાં 10 મિનિટમાં પહોંચશે. એટલે કે શહેરી વિસ્તારમાં માત્ર એક ફોન કોલથી માત્ર 10 મિનિટમાં ગુના સ્થળે પોલીસ પહોંચી જશે. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ગુના સ્થળે પોલીસ 20 મિનિટમાં પહોંચી જશે.
પોલીસ વિભાગ નવા વાહનોની ખરીદી કરશે
ગુજરાતમાં નવા પોલીસ સ્ટેશનો ઊભા થયા છે, તેના માટે પણ વાહનોની ખરીદી કરવામાં આવનાર છે, જે પેટે બજેટમાં 8.83 કરોડની જોગવાઈ કરાઈ છે. રાજ્ય સરકાર નવા 1100 વાહનો ખરીદશે. રાજ્યના પોલીસ વિભાગમાં કેન્દ્ર સરકારની વાહન સ્ક્રેપિંગની નીતિને અનુસરીને સ્ક્રેપ થયેલા વાહનોની સામે નવા વાહનો ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે માટે નાણાંકીય વર્ષ 2024-25માં 24.82 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે