ઉપરવાસમાં ભારે વરસાદ: 2017 બાદ દાંતીવાડા ડેમના દરવાજા ખોલ્યા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

દાંતીવાડા ડેમનો દરવાજો ખોલી પાણી બનાસનદીમાં નાખતા આ વિસ્તારના ખેડુતો સહિત લોકો ખુશખુશાલ થયાં છે મહત્ત્વની વાત છે કે 5 વર્ષ બાદ દાંતીવાડા ડેમના દરવાજા ખુલતા દાંતીવાડા સહિત આસપાસના વિસ્તારના લોકો હજારોની સંખ્યામાં ડેમ પર પહોંચ્યા છે.

ઉપરવાસમાં ભારે વરસાદ: 2017 બાદ દાંતીવાડા ડેમના દરવાજા ખોલ્યા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

અલકેશ રાવ, બનાસકાંઠા: ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતાં  ડેમની સપાટી 600 ફૂટ ને પાર પહોંચી જેને પગલે દાંતીવાડા ડેમનો એક દરવાજો ખોલી બનાસ નદીમાં પાણી છોડાતા જીલ્લાવાસીઓ ખુશી ફેલાઈ છે.

બનાસકાંઠા જિલ્લામાં આવેલો જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ છેલ્લા કેટલાય સમયથી તળીયા જાટક સ્થિતિમાં હતો. જોકે વર્ષ 2017 માં બનાસકાંઠા જિલ્લામાં આવેલા પૂર બાદ દાંતીવાડા ડેમમાં પાણીની આવક નહિવત રહેતા ખેડુતોને સિંચાઇ માટે અપાતું પાણી બંધ કરી દેવાયું હતું. તો આ વિસ્તારમાં પીવાના પાણીની પણ અછત ઊભી થાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ ચાલુ સાલે બનાસકાંઠા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ થતાં છેલ્લા કેટલાક દિવસોથી દાંતીવાડા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. 

જેને લઈ આજે દાંતીવાડા ડેમની જળસપાટી 600 ફૂટને પાર પહોંચતા દાંતીવાડા ડેમનો એક દરવાજો ખોલી ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડાયુ છે. આજે દાંતીવાડા ડેમના ખોલાયેલા એક દરવાજામાંથી 10 હજાર ક્યુસેક પાણી બનાસ નદીમાં છોડાશે. જોકે હજુ પણ હવામાન વિભાગની આગાહી મુજબ જો વરસાદ ચાલુ રહેશે અને ડેમમાં પાણીની આવક ચાલુ રહેશે તો વધુ પાણી બનાસ નદીમાં છોડાશે અને ડેમના વધુ દરવાજા ખોલવામાં આવશે.

દાંતીવાડા ડેમનો દરવાજો ખોલી પાણી બનાસનદીમાં નાખતા આ વિસ્તારના ખેડુતો સહિત લોકો ખુશખુશાલ થયાં છે મહત્ત્વની વાત છે કે 5 વર્ષ બાદ દાંતીવાડા ડેમના દરવાજા ખુલતા દાંતીવાડા સહિત આસપાસના વિસ્તારના લોકો હજારોની સંખ્યામાં ડેમ પર પહોંચ્યા છે. જોકે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ડેમ પર ખડકી દેવાયો છે, જોકે આ વર્ષે ડેમ ભરાતા દાંતીવાડા સહિત અનેક વિસ્તારોમાં પાણીના તળ ઊંચા આવશે જેનો મોટો ફાયદો ખેડૂતોને થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news