અકસ્માત થાય તો ચિંતા ના કરશો: સરકાર જ કરાવે છે 50 હજાર સુધીની સારવાર, જાણો વિગતવાર

અકસ્માત સમયે પહેલો જ વિચાર એ આવે છેકે, પૈસા ક્યાંથી લાવીશું. પૈસા ન હોય તો લોકો મુંજાઈ જતા હોય છે. પણ અકસ્માત સમયે 50 હજાર સુધીની સારવાર તો સરકાર ખુદ જ કરાવે છે. એના માટે તમારે કોઈ અલગથી વીમાની જરૂર પડતી નથી.

અકસ્માત થાય તો ચિંતા ના કરશો: સરકાર જ કરાવે છે 50 હજાર સુધીની સારવાર, જાણો વિગતવાર

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધતી જાય છે. અકસ્માતોને કારણે રોજબરોજ અનેક લોકો પણ પોતાનો જીવ ગુમાવે છે. જોકે, વધતા જતા અકસ્માતોને રોકવા માટે પણ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વખતોવખત અનેક પ્રયાસો કરતી રહે છે. જોકે, અકસ્માત થાય તે સમયે પણ લોકોનો જીવ બચાવવા માટે આપવામાં આવતી સૌથી પહેલી સારવાર તેના માટે સરકારે 50 હજારની રકમ ફાળવેલી છે. આ યોજના અંતર્ગત કોઈપણ વ્યક્તિ અકસ્માત સમયે પૈસાની ચિંતા કર્યા વિના સારવાર કરાવી શકે છે, તેના ખર્ચ સરકાર જ ભોગવે છે. ઘણાં લોકોને આ અંગે જાણ નથી હોતી, તો લોકોએ આ અંગે જાગૃત થવાની જરૂર છે. વાહન અકસ્માતમાં ઇજાગ્રસ્તને સારવાર માટે રાજ્ય સરકાર આપે છે 50,000 રૂપિયા સુધીની સહાય કરે છે.

ગુજરાત સરકારની છે ખાસ યોજનાઃ
ગુજરાતમાં સતત અકસ્માતો વધી રહ્યાં છે. ત્યારે અકસ્માત રોકવા માટે અને અકસ્માતમાં મૃત્યુ દર ઘટાડવા માટે સરકાર પ્રત્યત્નો કરે છે. જે પૈકીનો એક મોટો પ્રયત્ન એટલે વાહન અકસ્માત સારવાર યોજના. અકસ્માતમાં થતો મૃત્યુ દર ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા 'વાહન અકસ્માત સારવાર યોજના' લાગુ કરવામાં આવી હતી. જેમાં ઇજાગ્રસ્તને 50 હજાર સુધીની સહાય મળે છે. અકસ્માત સમયે પહેલાં 48 કલાક દરમિયાન કોઇપણ હોસ્પિટલે દર્દી પાસેથી પૈસા નહીં લેવાના રહે. આ સારવારનો ખર્ચ રાજ્ય સરકાર સીધો હોસ્પિટલને ચૂકવશે એવી જોગવાઈ કરવામાં આવી છે. 

કોને મળી શકે છે યોજનાનો લાભ?
કોઇપણ વ્યક્તિને વાહન અકસ્માત ઇજા થાય તેના પ્રથમ 48 કલાકમાં ઇજાગ્રસ્તને કોઇપણ જાતની સારવાર માટે 50,000 સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ચૂકવશે. કોઇપણ ગરીબ, અજાણ્યો વ્યક્તિ કે કોઇપણ વ્યક્તિને સરકાર દ્વારા આ સહાય આપવામાં આવે છે.

માર્ગ અકસ્માતોમાં મૃત્યુદર ઘટાડવા માટે ગુજરાત સરકારે વર્ષ 2018માં આ યોજના લાગૂ કરી હતી. વર્ષ 2019 સુધીના આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યમાં દર વર્ષે અંદાજિત 30,000 જેટલા માર્ગ અકસ્માત થાય છે. જેમાં 6500 જેટલા લોકો પોતાનો જીવ ગુમાવે છે. પરંતુ જો આમાંના ઇજાગ્રસ્ત વ્યક્તિને સમયસર તાત્કાલિક સારવાર આપવામાં આવે તો તેનો જીવ બચી શકે છે. વધુને વધુ લોકોનો જીવ બચાવવા માટે ગુજરાત સરકારે આ યોજના લાગુ કરી છે. રાજ્ય સરકાર દ્વારા 'વાહન અકસ્માત સારવાર યોજના' શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ 48 કલાકમાં ઇજાગ્રસ્તને કોઇપણ જાતની સારવાર માટે 50,000 સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ચૂકવશે. 

વાહન અકસ્માત સારવાર યોજનાના શું છે નિયમો?
ગુજરાત રાજ્યની હદમાં, કોઇપણ વિસ્તારમાં, કોઇપણ વાહનમાં બેઠેલા વ્યક્તિને અકસ્માત નડે અને તેમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને યોજના હેઠળ સહાય મળી શકે છે. ઇજાગ્રસ્ત વ્યક્તિ ગુજરાતી હોય કે બિનગુજરાતી તેમને પણ યોજના હેઠળ સારવાર મળશે. આ યોજનાનો લાભ લેવા માટે યોજના પ્રમાણેનો પત્ર મેળવવાનો રહેશે. જેને ક્લેઇમ ફોર્મ સાથે રજૂ કરવાનો રહેશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news