શરમ કરવા જેવી વાત : વિકાસના બણગા ફૂંકતુ ગુજરાત દીકરીના જન્મદરમાં સાવ પાછળ ધકેલાયું

જાતિ રેશિયોના મામલે ગુજરાત હરિયાણા અને પંજાબ જેવા રાજ્યો કરતા પણ પાછળ છે. આ બંને રાજ્યો ગર્ભપાત માટે કુખ્યાત છે, છતા દીકરાઓની સરખામણીમાં દીકરીઓનું પ્રમાણ આ રાજ્યોમાં વધુ છે

શરમ કરવા જેવી વાત : વિકાસના બણગા ફૂંકતુ ગુજરાત દીકરીના જન્મદરમાં સાવ પાછળ ધકેલાયું

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં બેટી બચાવો અને બેટી પઢાવો યોજનાની સફળતા બંડ પોકારીને કહેવામાં આવે છે. તેના ગુનગાન ગવાય છે. પણ લાગે છે કે તેની અસર થઈ નથી. લોકોમાં હવે જાગૃતિ  આવી નથી. ગુજરાતની બેટી બચાવોની માત્ર વાતો થાય છે, પણ લોકો હજી પણ દીકરીઓનું મહત્વ સમજતા નથી. જન્મ સમયે સેક્સ રેશિયો એટલે કે જાતિય રેશિયોમાં ગુજરાત એકદમ પાછળ છે. દેશમા આ મામલે ગુજરાત છેક 18 મા સ્થાને ધકેલાયું છે. 

ગુજરાતનાં 1000 દીકરાઓ સામે દીકરીઓનું પ્રમાણ 901 છે. જે બતાવે છે કે ગુજરાતના અવેરનેસના નામે મીંડુ છે. આ મામલે 17 રાજ્યો આપણા કરતા આગળ નીકળી ગયા છે. ગુજરાતમાં અનેક જાતિઓ દીકરીઓના જન્મને વધારવા માટે પ્રોત્સાહન આપે છે, પરંતુ તેમ છતા તેની કોઈ ખાસ અસર દેખાતી નથી. જોકે, 2017 થી ધીરે ધીરે સુધારો આવી રહ્યો છે, પણ આ સુધારો બહુ જ ધીમી ગતિનો છે. જાતિ રેશિયોના મામલે ગુજરાત હરિયાણા અને પંજાબ જેવા રાજ્યો કરતા પણ પાછળ છે. આ બંને રાજ્યો ગર્ભપાત માટે કુખ્યાત છે, છતા દીકરાઓની સરખામણીમાં દીકરીઓનું પ્રમાણ આ રાજ્યોમાં વધુ છે. 

વર્ષ    છોકરા    છોકરી
2017     1000    898
2018    1000    897 
2019    1000    901

કયા રાજ્યો ગુજરાતથી આગળ છે

ગુજરાત વિકાસમાં આગળ છે. અનેક મામલે આગળ છે. પરંતુ સેક્સ રેશિયોમા એકદમ પાછળ છે. આંકડા પર નજર કરીએ તો, દિલ્હી, ઉત્તરાખંડ, કેરળ, તેલંગણા, કર્ણાટક, ઓરિસ્સા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, આસામ રાજ્યો પણ ગુજરાત કરતા આગળ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news