Arvind Kejriwal Gujarat Visit: બેરોજગારો માટે કેજરીવાલની ઓફર, અમારી સરકાર બનશે તો...

Arvind Kejriwal Gujarat Visit: ભાવનગરમાં ફરી કેજરીવાલે જણાવ્યું હતું કે, જ્યાં સુધી ગુજરાતના યુવાનોને નોકરીઓ નહીં મળે ત્યાં સુધી અમારી સરકારમાં 3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. એટલું જ નહીં, 10 લાખ સરકારી નોકરી આપવાની કેજરીવાલે જાહેરાત કરી છે.

Arvind Kejriwal Gujarat Visit: બેરોજગારો માટે કેજરીવાલની ઓફર, અમારી સરકાર બનશે તો...

Arvind Kejriwal Gujarat Visit: વિધાનસભાની ચૂંટણી ટાણે આમ આદમી પાર્ટી ગુજરાતમાં જનતાનો વિશ્વાસ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે.  દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાત પ્રવાસે છે, અને તેઓ ભાવનગર પહોચ્યા હતા. જ્યાં તેમણે ગુજરાતના તમામ યુવાનોને 5 વર્ષમાં  સરકારી નોકરીમાં ભરતીને લઈને મહત્વની જાહેરાત કરી છે. એટલું જ નહીં, અરવિંદ કેજરીવાલે ભરતી કેલેન્ડર વિશે પણ વાત કરી છે.

ભાવનગરમાં ફરી કેજરીવાલે જણાવ્યું હતું કે, જ્યાં સુધી ગુજરાતના યુવાનોને નોકરીઓ નહીં મળે ત્યાં સુધી અમારી સરકારમાં 3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. એટલું જ નહીં, 10 લાખ સરકારી નોકરી આપવાની કેજરીવાલે જાહેરાત કરી છે. આ ઉપરાંત પેપર લીક થવા અંગે કડક કાયદો બનાવવાની પણ કેજરીવાલે જાહેરાત કરી છે.

— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) August 23, 2022

અરવિંદ કેજરીવાલનું ભરતી કેલેન્ડર
ડિસેમ્બરમાં સરકાર બનશે, ફેબ્રુઆરીમાં તલાટીની પરીક્ષા, એપ્રિલમાં પોસ્ટિંગ, મેં મહિનામાં ટેટ 1 અને ટેટ 2ની પરીક્ષા, જુલાઈમાં રિઝલ્ટ, જુલાઈમાં જેટલા શિક્ષકો હશે તે તમામને પૂછીને જ જગ્યાની પસંદ કરવામાં આવશે, ઓગસ્ટમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ ઉપર પરીક્ષા, નવેમ્બર માં PSI અને ASIની પરીક્ષા અને ડિસેમ્બરમાં તમામ જગ્યાઓ ઉપર PSI અને ASIનું પોસ્ટિંગ.

ઉલ્લેખનીય છે કે, ભાવનગરની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના વડા તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે રાજવી પરિવારની મુલાકાત લીધી હતી. ભાવનગરના રાજવીના નિલમ બાગ પેલેસ ખાતે તેઓ પહોંચ્યા હતા અને યુવરાજ જયરાજસિંહ સાથે મુલાકાત કરી હતી. અને તેમની સાથે લાંબી ચર્ચા કરી હતી. મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નિવાસે આપ વડાની મુલાકાતને મહત્વની માનવામાં આવે છે.દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહને ભારત રત્નથી નવાજવામાં આવે. તેમણે ઉમેર્યું હતું કે, અમારી સરકાર બનાવો અમે જવાનોને 1 મહિનામાં તેમનો હકક અને ન્યાય અપાવીશું. 2018માં તલાટીની જાહેરાત નીકળી અને 1800 પોસ્ટ પર 32 લાખ લોકોએ અરજી કરી પણ પરીક્ષા ન લેવાઈ. 2022માં પણ ફોર્મ મંગાવ્યા પણ પરીક્ષા લેવાઈ નથી. જે સરકાર 5 વર્ષમાં પેપર નથી કરાવી શકતી એ સરકાર કેવી રીતે ચલાવશે.

કેજરીવાલે જણાવ્યું હતું કે, દિવાળીમાં દેશમાં જેટલા ફટાકડાં નથી ફૂટતાં તેટલા ગુજરાતમાં પેપર ફૂટે છે. જે સરખી રીતે પરીક્ષા લઈ રહ્યા નથી તેઓ સરકાર કેવી રીતે ચલાવશે. પરંતુ અમારા આવ્યા પછી સરકાર ચલાવવી અઘરું બની રહેશે. હવે પેપર ફૂટશે તો જેલમાં મોકલવામાં આવશે.

મનીષ સીસોદીયાએ સરકાર પર કર્યા પ્રહારો
સિસોદીયાએ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સરકારી નોકરીની ભરતીઓ યોજાઈ અને પેપર લીક થઈ જાય છે. પરંતુ મારે અહીં ઉમેરવાનું છે કે અહીં પરીક્ષા સમયે જ પેપર કેમ લીક થાય છે. દિલ્લીમાં આપ આદમીની સરકાર બન્યા બાદ એકપણ પેપર લીક થયું નથી. એટલું જ નહીં, દિલ્લી હાઇકોર્ટે પેપર લીક કરેલા લોકોને જેલ હવાલે કર્યા છે. દિલ્લીમાં 2 લાખ લોકોને સરકારી નોકરીઓ મળી છે. 10 લાખ પ્રાઇવેટ સેક્ટરમાં નોકરીઓ આપી છે. 

સિસોદીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં યુવાનોને નોકરીઓની ખુબ જ જરૂર છે. પરંતુ સરકારમાં બેઠેલા લોકો કૌભાંડ ચલાવી રહ્યા છે. સરકારમાં બેઠેલા લોકો જાણી જોઈને નોકરીઓ દબાવી રહ્યા છે. તેમણે ગુજરાતના યુવાનોને જણાવ્યું હતું કે ગુજરાતમાં પેપર લીક ના થાય તેવા લોકોને પસંદ કરો. તમારા પ્રેમ અને જોશના હિસાબે મારા ઉપર CBI ના દરોડા પડ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news