ગુજરાતમાં આજે ફરી વરસાદની આગાહી : આ જિલ્લાઓના હવામાનમાં મોટો પલટો આવીને આવશે વરસાદ

Gujarat Rain : ગુજરાતમાં 2 દિવસ માવઠાની હવામાન વિભાગની આગાહી... મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ.... આજથી 5 ડિસેમ્બર સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે

ગુજરાતમાં આજે ફરી વરસાદની આગાહી : આ જિલ્લાઓના હવામાનમાં મોટો પલટો આવીને આવશે વરસાદ

Gujarat Weather Forecast : તૈયાર રહેજો. ગુજરાતમાં આજથી આ જિલ્લાઓમાં ફરી માવઠું થવાનું છે. રાજ્ય આગામી 3 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમા દાહોદ, પંચમહાલ, ખેડા, મહીસાગરમાં વરસાદની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, નર્મદામાં વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી ફરી આવી છે. આજથી 5 ડિસેમ્બર સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે, 1 થી 5 ડિસેમ્બર ગુજરાતના હવામાનમાં પલટો આવશે. 

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી પાંચ દિવસમાં વરસાદની શક્યતા નહિવત છે. રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. હજી દાહોદમાં હળવા વરસાદની આગાહી છે. પરંતું આગામી 4 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઇ શકે છે. ગુજરાતમાં હાલ દિવસનું તાપમાન ઓછું હોવાથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સૌથી ઓછું 12 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. તો અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની સંભાવના
આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. થોડા દિવસ પૂર્વે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક માવઠાની અસર થઈ હતી. જેને કારણે અનેક જગ્યાએ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગથી રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વરસાદની નહીંવત શક્યતાની આગાહી કરી છે. જ્યારે ચાર દિવસ તાપમાનનો પારો ગગડશે. જેનાથી વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધશે. 

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદને લઈને કોઈ આગાહી નથી. પરંતુ કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત દાહોદ જિલ્લામાં હળવા વરસાદની સંભાવના છે. રાજ્યમાં વરસાદ સિવાય શિયાળાની ઋતુની શરૂઆતમાં તાપમાનને લઈને હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ દિવસનું મહત્તમ તાપમાન ઓછું હોવાથી ઠંડીનો અનુભવ થાય છે. આગામી ચાર દિવસોમાં હજુ પણ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર ન જણાતા આગામી દિવસોમાં પણ લઘુત્તમ તાપમાન યથાવત રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news