અમેરિકામાં ગુજરાતી પરિવારોએ કરી હોળીની ઉજવણી, વેકસીનેશન માટે કરાઈ અપીલ
અમેરિકન ભારતીયો દ્વારા અમેરિકામાં (America) પણ ભારતીય સંસ્કૃતિને ધબકતી રાખવા અને ભારતીય સંસ્કારોનું જતન સિંચન કરતા ઉત્સવોની ભાવસભર ઉજવણી કરવામાં આવે છે
Trending Photos
અમદાવાદ: અમેરિકન ભારતીયો દ્વારા અમેરિકામાં (America) પણ ભારતીય સંસ્કૃતિને ધબકતી રાખવા અને ભારતીય સંસ્કારોનું જતન સિંચન કરતા ઉત્સવોની ભાવસભર ઉજવણી કરવામાં આવે છે. પશ્ચિમની સંસ્કૃતિમાં અને વાતાવરણમાં જઈ વસેલા ભારતીય ગુજરાતી પરિવારો (Gujarati Family) ભારતીય ઉત્સવો પારંપરિક રીતે ઉજવી ભારતીય વેદ, ઉપનિષદ અને શાસ્ત્રોની પધ્ધતિ નવી પેઢીમાં સંસ્કારીત કરી રહ્યા છે.
અમેરિકાના ઓરેન્જ સિટીના (Orange City of America) એનહાઈમમાં ઈન્ડો અમેરિકન કલચરલ સોસાયટી અને ગાયત્રી મંદિર પરિવારના સંયુક્ત ઉપક્રમે હોળી ઉત્સવ (Holi Festival) ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં લોસ એન્જલસ અને ઓરરેન્જ કાઉન્ટી અને આસપાસ રહેતા અનેક ગુજરાતી પરિવારોએ (Gujarati Family) આ હોળી પુજનમાં ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે વેકસીનેશન (Vaccination) માટે અપીલ કરાઈ હતી.
ગાયત્રી મંદિરના (Gayatri Temple) ખુલ્લા ચોગાનમાં સાંજ ઢળતા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન વિધિ કરી હોળી પ્રગટાવવામાં (Holika Dahan) આવી હતી. આ તબકકે શ્રધ્ધાળુઓ દ્વારા ગાયત્રી મંત્રના મંત્રોચ્ચાર સાથે પુજન સામગ્રી હોળીમાં હોમવામાં આવી હતી. ઉત્સવના અંતે ધાણી, ખજૂર અને ગુજરાતી ભોજન પ્રસાદનું પણ આયોજન રખાયું હતું. આ ઉત્સવ કાર્યક્રમને સ્થાનિક ભારતીયોએ મનભરીને માન્યો હતો. કોવિડ ગાઈડલાઈનને (Covid Guideline) લઈ અન્ય તામઝામમાં સાદગી પાળવામાં આવી હતી.
આ ઉત્સવ કાર્યક્રમમાં ગાયત્રી પરિવાર એનહાઇમના પ્રમુખ રાજુભાઇ પટેલ, ઇન્ડો અમેરિકન કલચરલ સોસાયટીના પ્રમુખ પરિમલભાઈ શાહ, સંસ્થાના સેક્રેટરી અને લેબોન હોસ્પિટલીટી ગ્રુપના યોગી પટેલ દ્વારા ઉત્સવની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ગાયત્રી પરિવાર પૂજારી કૌશિકભાઈ પટેલે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પારંપરિક વિધિ સંપન્ન કરી હતી.
આ તબક્કે સોનિયા પટેલ, હેમુ પટેલ, કલ્પના શાહ, જાગૃતિ પટેલ, ઉમાબેન પટેલ, ડાહીબેન પટેલ સહિત મહિલા શ્રધ્ધાળુઓએ ઉત્સવનો આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પ્રત્યેક ઉત્સવ અમે સાથે મળી ભારતીય પરંપરા મુજબ જ ઉજવીએ છીએ. આ ભક્તિ વિજય પર્વ અમે ભારતીય પરંપરા મુજબ હોળી પૂજન કર્યું અને પાણી લઈ પ્રદક્ષિણા ફરી તેમજ આ પવિત્ર પ્રવે ભગવાન વિષ્ણુને ધર્મ, સત્ય અને ભક્તિના વિજય માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના ચેરમેન યોગી પટેલ દ્વારા હોળીકા દહન સાથે કોરોના દહન પણ અનિવાર્ય હોવાનું જણાવી ઉપસ્થિત પ્રત્યેક ગુજરાતી પરિવારજનોને કોરોના વેકસીન લેવા અનુરોધ અને અપીલ કરાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે