IPL 2024: RCB નું સપનું રોળાયું, ક્વોલિફાયર-2માં પહોંચી સંજૂ સેમસનની ટીમ, હવે ખિતાબથી 2 ડગલાં દૂર

IPL 2024: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઈન્ડિયન પ્રીમીયર લીગ (IPL) 2024 સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે એલિમિનેટર મુકાબલો રમાયો. જેમાં રાજસ્થાન રોયલ્સે રોમાંચક બનેલી મેચમાં બેંગ્લુરુ ટીમને 4 વિકેટથી હરાવી દીધી.

IPL 2024: RCB નું સપનું રોળાયું, ક્વોલિફાયર-2માં પહોંચી સંજૂ સેમસનની ટીમ, હવે ખિતાબથી 2 ડગલાં દૂર

IPL 2024: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઈન્ડિયન પ્રીમીયર લીગ (IPL) 2024 સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે એલિમિનેટર મુકાબલો રમાયો. જેમાં રાજસ્થાન રોયલ્સે રોમાંચક બનેલી મેચમાં બેંગ્લુરુ ટીમને 4 વિકેટથી હરાવી દીધી. આજની મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરતા RCB એ 173 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે રાજસ્થાને 6 વિકેટ ગુમાવીને 19 ઓવરમાં જ મેળવી લીધો હતો. હવે રાજસ્થાનની ટીમની આગામી મેચ ક્વોલિફાયર-2 હશે જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટક્કર થશે. આ મુકાબલો 24મીમેના રોજ ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ જીતનારી ટીમ ફાઈનલમાં જશે. અહીં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે 26મીએ ફાઈનલ મુકાબલો ખેલાશે. 

રાજસ્થાને ચેઝ કર્યો ટાર્ગેટ
આરસીબીએ નિર્ધારિત 20 ઓવરોમાં 8 વિકેટના નુકસાને 172 રન કરીને રાજસ્થાનની ટીમને જીતવા માટે 173 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રાજસ્થાનની ટીમે આ ટાર્ગેટ 6 વિકેટ ગુમાવીને મેળવી લીધો. રાજસ્થાને 6 વિકેટ ગુમાવી 174 રન કર્યા. જેમાં ઓપનર યશસ્વી જયસ્વાલના 30  બોલમાં 45 રન, ટોમ કોહલરના 20 રન, રિયાન પરાગના 26 બોલમાં 36 રન, સંજૂ સેમસનના 13 બોલમાં 17 રન, શિમરોન હેટમાયરના 14 બોલમાં 26 રન અને પોવેલના 8 બોલમાં 16 રન મુખ્ય હતા. આરસીબી તરફથી મોહમ્મદ સિરાજે 2 વિકેટ જ્યારે લોકી ફર્ગ્યુસન, કર્ણ શર્મા, કેમરૂન ગ્રીને 1-1 વિકેટ લીધી હતી. 

આરસીબીએ આપ્યો હતો 173 રનનો ટાર્ગેટ
આજની મહત્વની મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું અને બેંગ્લુરુની ટીમને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું. આરસીબીની શરૂઆત સારી ન રહી. આરસીબીએ 8 વિકેટ ગુમાવીને 172 રન કર્યા. ટીમ માટે રજત પાટીદારે 34, વિરાટ કોહલીએ 33, મહિપાલ લોમરોરે 32 રન કરીને ટીમના સ્કોરને સન્માનજનક સ્કોર પર પહોંચાડ્યો હતો. આ ઉપરાંત કેમરન ગ્રીને 27 રન કર્યા. આ ચાર સિવાય કોઈ પણ બેટર 20 રનનો આંકડો પાર કરી શક્યો નહીં. રાજસ્થાન તરફથી ફાસ્ટ બોલર આવેશ ખાને સૌથી વધુ 3 વિકેટ લીધી. જ્યારે સ્પિનર આર અશ્વિને 2 વિકેટ ઝડપી. ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા અને યુજવેન્દ્ર ચહલે 1-1 વિકેટ લીધી. 

કોહલીએ રચ્યો ઈતિહાસ
આઈપીએલમાં વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્યો છે. કોહલી 8 હજાર રન બનાવનાર આઈપીએલના ઈતિહાસનો પહેલો ક્રિકેટર બન્યો ચે. કોહલીએ અત્યાર સુધી આઈપીએલમાં કુલ 252 મેચ રમી જેમાં 38.67ની સરેરાશથી 8004 રન કર્યા. આ દરમિયાન 8 સદી ફટકારી જ્યારે 55 અડધી સદી કરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news