સાઉથ આફ્રિકામાં મૂળ ગુજરાતી યુવકની કરપીણ હત્યા, લોકલ ઈસમે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા

વિદેશમાં વધુ એક ગુજરાતીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. આફ્રિકાના પીટોરીયા નજીકના ટાઉનમાં લોકલ ઈસમ અને મૂળ ગુજરાતી યુવાન વચ્ચે મારામારી થઈ હતી. આસિફ ભાઈ લિયાક્ત સંત મનુબર ગામથી રોજગારી માટે  આફ્રિકા ગયા હતા. પરંતુ તેમની હત્યાથી પરિવારમાં શોકનો માહોલ છે.

સાઉથ આફ્રિકામાં મૂળ ગુજરાતી યુવકની કરપીણ હત્યા, લોકલ ઈસમે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા

ઝી બ્યુરો/ભરૂચ: વિદેશમાં વસતા વધુ એક ગુજરાતીની  હત્યા કરી દેવામાં આવી હતી. સાઉથ આફ્રિકા ખાતે મૂળ ગુજરાતી યુવકની હત્યા થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચના મનુબર ગામના આસિફ ભાઈ લિયાક્ત સંત નામના વ્યક્તિની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. આફ્રિકાના પીટોરીયા નજીકના ટાઉનમાં લોકલ ઈસમ અને મૂળ ગુજરાતી યુવાન વચ્ચે મારામારી થઈ હતી. આસિફ ભાઈ લિયાક્ત સંત મનુબર ગામથી રોજગારી માટે  આફ્રિકા ગયા હતા. પરંતુ તેમની હત્યાથી પરિવારમાં શોકનો માહોલ છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, પીટોરીયા નજીકના ટાઉનમાં અકસ્માત જેવી સામાન્ય બાબતે હત્યા થઈ હોવાનું કારણ જાણવા મળી રહી છે. સાઉથ આફ્રિતાના લોકલ ઈસમ અને મૂળ ગુજરાતી યુવાન વચ્ચે મારામારી થઈ હતી. મારામારીની ઘટનામાં તિક્ષણ હથિયાર વડે હુમલો થતા ભરૂચના વતની યુવાનનું મોત થયું હતું. મૂળ ભરૂચના મનુબર ગામના આસિફ ભાઈ લિયાક્ત સંત નામના ઈસમની હત્યા થઈ છે. જેના કારણે સ્વદેશમાં વસ્તા પરિવાર જનોમાં શોકનો માહોલ પ્રસર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news