હાર્દિક પટેલના ઉપવાસનો 13મો દિવસ, શરીરમાં એસિટોનની માત્રામાં વધારો થતા જોખમ વધ્યું

હાર્દિક પટેલ છેલ્લા 25 ઓગસ્ટથી પાટીદારો અને દેવા માફી અને આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. 13 દિવસથી સતત ઉપવાસ કરવાથી હાર્દિક પટેલની તબિયત લથડી છે. હવે તેનામાં ઉભા થઇને ચાલવાની પણ તાકાત નથી રહી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરવા માટે પણ મિત્રો અને વ્હીલચેરનો સહારો લેવો પડી રહ્યો છે. ગુરૂવારે થયેલા હાર્દિકના મેડિકલ ચેકઅપમાં તેનું વજન 65 કિલો જેટલું સામે આવ્યું છે. તેના પલ્સ રેટ નોર્મલ આવ્યા છે.જ્યારે અન્ય રીપોર્ટ કરવાનું હાર્દિક પટેલે ના પાડી હતી

હાર્દિક પટેલના ઉપવાસનો 13મો દિવસ, શરીરમાં એસિટોનની માત્રામાં વધારો થતા જોખમ વધ્યું

અમદાવાદ: હાર્દિક પટેલ છેલ્લા 25 ઓગસ્ટથી પાટીદારો અને દેવા માફી અને આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. જોકે 13 દિવસથી સતત ઉપવાસ કરવાથી હાર્દિક પટેલની તબિયત લથડી રહી છે અને આરોગ્ય જાખમાઇ રહ્યું છે. હવે તેનામાં ઉભા થઇને ચાલવાની પણ તાકાત નથી રહી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરવા માટે પણ મિત્રો અને વ્હીલચેરનો સહારો લેવો પડી રહ્યો છે. ગુરૂવારે થયેલા હાર્દિકના મેડિકલ ચેકઅપમાં તેનું વજન 65 કિલો જેટલું સામે આવ્યું છે. તેના પલ્સ રેટ નોર્મલ આવ્યા છે.જ્યારે અન્ય રીપોર્ટ કરવાનું હાર્દિક પટેલે ના પાડી હતી. 

પાણી પીવાથી પણ થાય છે બળતરા...
હાર્દિક પટેલના ઉપવાસનો 13મો દિવસ છે. અને જો સરકાર હવે તેની સાથે વાત નહિ કરે તેની માંગણીને સ્વીકાર નહિ કરે તો ફરી તે પાણીનો ત્યાગ કરશે. ત્યારે ડોક્ટર દ્વારા કરવામાં આવેલી મેડિકલ તપાસમાં ડોક્ટરે હાર્દિકને પાણીનો ત્યાગ નહિ કરવાની સલાહ આપી છે. ઉપવાસ કરવાથી તેના શરીરમાં એસિટોન અને કિટોનની માત્ર ખુબ જ વધી રહી છે. અત્યાર તેના શરીરમાં ગેસસ્ટ્રાઇસીટ પણ વધી રહ્યો હોવાથી તેને પાણી પણ ઓછુ પી રહ્યો અને તેને પાણી પીવામાં પણ તકલીફ પડી રહી છે. અત્યારે હાર્દિકની સ્થિતી જો આવી જ રહેશે તેની કિડનીને તકલીફ થઇ શકે તેમ છે. 

હાર્દિકના સમર્થનમાં ઠેર ઠેર વિરોધનો સૂર
હાર્દિક પટેલના અમરણાંત ઉપવાસને લઇને કોંગ્રેસ સહિતના પક્ષો સરકાર વિરૂદ્ધ આંદોલનો અને ધરણા કરી રહ્યા છે. જ્યારે ગુજરાતમાં ઠેર ઠેર પાટીદારો મુંડન કરાવીને હાર્દિકને સમર્થન આપી રહ્યા છે. જ્યારે સુરતમાં આજે વિદ્યાર્થીઓએ શાળા અને કોલેજોને બંધ કરાવીને હાર્દિકની માંગ અને અલ્પેશને જેલ મુક્તિ માટે વિરોધ કર્યો હતો. જેમાં પોલીસે વિદ્યાર્થીઓની અટકાયત પણ કરી છે.

સુરતમાં યુવકોએ કોલેજ બંધ રાખી
પાટીદાર અનામત આંદોલન અને ખેડૂતોના દેવાની માફીને લઇને હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. જ્યારે તેના સમર્થનમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં પાટીદારો દ્વાર વિરોઘ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી બાજુ પાસના કન્વીનર અલ્પેશ કથરિયાની સરકાર રાજદ્રોહના ગુન્હામાં ઘરપકડ કરવામાં આવી છે. જેના વિરોધમાં પાટીદારોના ગઢ ગણાતા સુરતમાં પાટીદાર વિદ્યાર્થીઓ દ્વારા શાળા કોલેજો બંધ કરાવી કરવાનો નિર્ણય રાખીને વિરોધ દર્શાવી રહ્યા છે.

નહીં તો હાર્દિક પટેલ પાણી પણ ત્યાગશે
જો સરકાર 24 કલાકમાં સીધી વાટાઘાટો શરૂ નહીં કરે તો પાણીનો ત્યાગ કરવાની હાર્દિક પટેલે ફરીથી ધમકી આપી છે. હાર્દિક વતી પત્રકાર પરિષદને સંબોધન કરતાં પાસના પ્રતિનિધી મનોજ પનારાએ જણાવ્યું કે, સરકારે હજુ સુધી અમારો કોઈ સીધો સંપર્ક કર્યો નથી. જેમની સાથે સરકારે વાટાઘાટો કરી છે તે પાટીદાર સમાજની સંસ્થાઓના અગ્રણીઓએ પણ અમારો કોઈ સંપર્ક હજુ સુધી કર્યો નથી. મનોજ પનારાએ વધુમાં જણાવ્યું કે, અત્યાર સુધી અનેક મહાનુભાવોએ હાર્દિકની મુલાકાત લીધી છે. ગઈ કાલે સૌરભ પટેલે  રાજકીય રીતે આ આંદોલન સમાપ્ત કરવાની હાર્દિકને ગર્ભિત ધમકી આપી હતી. જેનો હાર્દિકે સોશિયલ મીડિયાના માધ્યમથી જવાબ પણ આપ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news