બેંકમાં ખાતું છે? તો આ મહત્વના સમાચાર તમારા માટે.. નહીં વાંચો તો ભરપેટ પસ્તાશો 

સાઈબર ક્રાઈમની ટીમને દિલ્હીથી પકડેલી ગેંગના લેપટોપમાં ગુજરાત સહિત 12 રાજ્યોના લોકોનો બેંક ડેટા મળી આવ્યો છે. ગેંગના લેપટોપમાં બેંકના ગ્રાહકોના એકાઉન્ટ નંબરથી લઈ બેંકલોનના હપ્તાની રકમ સહિતનો ડેટા મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે.  હાલ તો જપ્ત કરાયેલુ લેપટોપ FSLમાં તપાસ માટે મોકલી દેવાયુ છે. સાથે જ સાયબર ક્રાઈમની ટીમે કઈ કઈ બેંકમાંથી અને કેવી રીતે ડેટા ચોરાયો છે તેની તપાસ શરૂ કરી દીધી છે

બેંકમાં ખાતું છે? તો આ મહત્વના સમાચાર તમારા માટે.. નહીં વાંચો તો ભરપેટ પસ્તાશો 

અમદાવાદ: દિલ્હીથી પકડાયેલા ગેંગના લેપટોપમાં દેશના લાખો બેન્ક કસ્ટમરોનો ડેટા મળી આવતા સાઈબર ક્રાઈમની ટીમ ચોંકી ઉઠી છે. સાઈબર ક્રાઈમની ટીમને દિલ્હીથી પકડેલી ગેંગના લેપટોપમાં ગુજરાત સહિત 12 રાજ્યોના લોકોનો બેંક ડેટા મળી આવ્યો છે. ગેંગના લેપટોપમાં બેંકના ગ્રાહકોના એકાઉન્ટ નંબરથી લઈ બેંકલોનના હપ્તાની રકમ સહિતનો ડેટા મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે.  હાલ તો જપ્ત કરાયેલુ લેપટોપ FSLમાં તપાસ માટે મોકલી દેવાયુ છે. સાથે જ સાયબર ક્રાઈમની ટીમે કઈ કઈ બેંકમાંથી અને કેવી રીતે ડેટા ચોરાયો છે તેની તપાસ શરૂ કરી દીધી છે.  પોલીસને આશંકા છે કે આ ડેટા બેંકના જ કોઈ અધિકારી દ્વારા લીક કરાયો હોઈ શકે છે.

ઘટનાની વાત કરીએ તો બે મહિના અગાઉ ગુજરાતના એડવોકેટ સાથે ઓનલાઈન ઠગાઈ થઈ હતી. જેની તપાસમાં સાઈબર ક્રાઈમની ટીમે દિલ્હીથી બે યુવતી અને એક યુવકની ધરપકડ કરી હતી. આ દરોડામાં પોલીસને મળી આવેલા લેપટોપમાંથી જ આ તમામ ડેટા મળી આવ્યો છે.  લેપટોપમાંથી મળેલા બેંક કસ્ટમરના ડેટાની વાત કરીએ તો બેંક ગ્રાહકનો ખાતાં નંબર, ગ્રાહકનો ફોન નંબર, ઈમેઈલ આઈડી, નામ, સરનામા ઉપરાંત કોના ખાતાંમાં કેટલા રૂપિયા છે, ગ્રાહકની આવક કેટલી છે તથા જો કોઈ ગ્રાહકની બેંક લોન ચાલતી હોય તો તેનો બેંકલોનનો હપતો કેટલો છે તે પણ માહીતી આ ગઠિયા પાસે હતી. ગઠિયાઓ પાસે માત્ર કોઈ બેંકના ગ્રાહક કે રાજ્યના લોકોનો ડેટા નહોતો પરંતુ ગુજરાત સહિત 12 રાજ્યોની આઠેક બેંકનો હતો. જેમાં કો-ઓપરેટિવ અને નેશનલાઈઝડ બેંકના ડેટા પણ છે. બેંકની વિગતો બેંક સાથે સંકળાયેલા લોકો જ આ પ્રકારે માહિતી આપી શકે તે સિવાય તેને ચોરવી શક્ય નથી, ત્યારે સાઈબર ક્રાઈમે આરોપીઓનું લેપટોપ FSLમાં તપાસ માટે મોકલી દીધુ છે. 

આ ડેટા ચોરી મામલે રાજ્ય સરકાર પણ ગંભીર બની છે અને આગળની તપાસમાં ગમે તે ચરમબંધી હોય તેની સામે કાર્યવાહીના આદેશ આપી દીધા છે. ઘટના અતિ ગંભીર છે ત્યારે પોલીસતંત્રમાં પણ ધમધમાટ શરૂ થયો છે.

શું કહેવું છે જાણકારોનું?

બેંક ડેટા ચોરાવાથી શું થઈ શકે તેની વાત કરીએ તો જાણકારોનું કહેવુ છે કે ટેક્નોલોજીના યુગમાં ડેટા એ માર્કેટનું એન્જિન છે. ઘણી કંપનીઓ ડેટા ચોરીથી તેમની માર્કેટિંગ સ્ટ્રેટેજી નક્કી કરતી હોય છે. સોશિયલ મીડિયા પર કોની કેવી એડવર્ટાઈઝ આપવી તે એક અલ્ગોરીધમ સિસ્ટમથી નક્કી થતુ હોય છે. તેના માટે પણ ડેટા એટલે કે જે તે વ્યક્તિની માહીતી હોવી જરૂરી છે. આ બાબતોને નુકશાનરૂપ ન પણ ગણીએ, પરંતુ આ ડેટા જે ગઠિયાઓના હાથમાં આવ્યો છે તે યેનકેન પ્રકારે ખોટી વાતો અને પ્રલોભન આપી કોઈ પણને વિશ્વાસમાં લઈ તેમના બેંક પાસવર્ડ કે વન ટાઈમ પાસવર્ડ જાણી કોઈની પણ પરસેવાની કમાણી સેરવી શકે છે જે ગંભીર બાબત છે.

શું શું મળ્યુ લેપટોપમાં ? 

  • બેંકના ગ્રાહકનો ખાતાં નંબર
  • ગ્રાહકનો ફોન નંબર
  • ઈમેઈલ આઈડી, નામ, સરનામું
  • ખાતાંમાં કેટલા રૂપિયા છે ?
  • ગ્રાહકની આવક કેટલી છે ?
  • બેંકલોનનો હપ્તો કેટલો છે ?

ખાતેદારોએ ધ્યાનમાં રાખવાની બાબત        

  • અજાણ્યા ફ્રોડ કોલથી હંમેશા રહેજો સાવધાન
  • OTP વગર પૈસા ટ્રાન્સફર થઈ શકતા નથી
  • ભુલથી પણ કોઈને OTP નંબર આપવો નહીં
  • ઠગાઈ માટે OTP હોવો ખુબ જરૂરી છે
  • બેંકના અધિકારી ક્યારેય OTP માંગતા નથી
  • બેંક તમારા પાસે ક્યારેય પાસવર્ડ પણ માંગતી નથી
  • ફ્રોડ કોલ આવે તો તાત્કાલિક બેંકને જાણ કરવી
  • OTP વગર પૈસા કપાય તો બેંક જવાબદાર હોય શકે 
  • પૈસા કપાયાના 3 દિવસમાં બેંકને કરી દેવી જાણ
  • 3 દિવસમાં જાણ કરવાથી બેંકને ચુકવવા પડશે પૈસા
  • RBIએ અગાઉ જ જાહેર કર્યુ છે આ અંગે સર્ક્યુલર 

આ પણ વાંચો : હાર્દિક પટેલના ઉપવાસ, હવે જોખમ...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news