તબિયત લથડતા ઉપવાસના 14મા દિવસે હાર્દિકને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

હાર્દિક પટેલના ઉપવાસના 14માં દિવસે તબિયત લથડતા તેને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આાવ્યો છે.

તબિયત લથડતા ઉપવાસના 14મા દિવસે હાર્દિકને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

અમદાવાદ: હાર્દિક પટેલના ઉપવાસના 14માં દિવસે તબિયત લથડતા તેને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આાવ્યો છે. સરકારને આપેલા અલ્ટિમેટમ મુજબ હાર્દિકે ગુરુવાર રાતથી પાણીનો ત્યાગ કર્યા બાદ તેને સતત્ ચક્કર આવવા અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેને સોલા સિવિલના છઠ્ઠા માળે લાવવમાં આવશે. હાર્દિકને આજે મેડિકલ કરાવ્યા બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની તૈયારી કરવામાં આવી હતી. હાલ તેને આઈસીયું ઓન વ્હીલમાં સોલા સિવિલ હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યો છે, જ્યાં હાર્દિક માટે આસીસીયુમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, મોટી સંખ્યામાં સમર્થકો તેની એમ્બ્યુલન્સની પાછળ સોલા સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યા છે.

પાટીદાર વિસ્તારોમાં પોલીસ ખડે-પગે
હાર્દિકની તબિયત લથડવાના પગલે ગુજરાતભરના પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં પરિસ્થિતિ કાબૂ બહાર ન જાય તેની તકેદારી સ્વરૂપે પોલીસને સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે. મહત્વનું છે, કે હાર્દિકના કથળી રહેલા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સોલા સિવિલ હોસ્ટિપલ ખાતે તેના માટે વિશેષ રૂમ સહિતની તૈયારીઓ આગોતરી કરી દેવામાં આવી હતી. ડોક્ટરનો ફોજને તૈયાર રાખવા ઉપરાંત વ્યવસ્થા જાળવવા માટે વધારાના પોલીસ ફોર્સને પણ સોલા સિવિલ અને આસપાસના વિસ્તારોમાં તૈનાત રાખી દેવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news