જામનગરમાં ભારે વરસાદ, મોડી રાત્રે સસોઈ ડેમ છલકાતા લોકો હરખાયા

જામનગરમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેમાં જોડીયા તાલુકામાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો જામનગર શહેરમાં પણ 4 ઈંચ જેટલા વરસાદ નોંધાયો છે. જામનગરમાં ભારે વરસાદને પગલે જામનગરની જીવાદોરી સમાન સસોઈ ડેમ ઓવરફ્લો થયો છે. તો રણજીતસાગર ડેમમાં પણ 80 ટકા પાણી ભરાયું છે. હાલ રાજ્યમાં વરસાદ લાવતી બે સિસ્ટમ સક્રિય બની છે. જેને કારણે ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શનિવારે ગુજરાતભરના 150 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. તો બીજી તરફ, દેવભૂમિ દ્વારકાનું કલ્યાણપુર 7 ઈંચ વરસાદથી પાણી-પાણી થઈ ગયું છે. સમગ્ર જિલ્લામાં ચારથી સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. 
જામનગરમાં ભારે વરસાદ, મોડી રાત્રે સસોઈ ડેમ છલકાતા લોકો હરખાયા

મુસ્તાક દલ/જામનગર :જામનગરમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેમાં જોડીયા તાલુકામાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો જામનગર શહેરમાં પણ 4 ઈંચ જેટલા વરસાદ નોંધાયો છે. જામનગરમાં ભારે વરસાદને પગલે જામનગરની જીવાદોરી સમાન સસોઈ ડેમ ઓવરફ્લો થયો છે. તો રણજીતસાગર ડેમમાં પણ 80 ટકા પાણી ભરાયું છે. હાલ રાજ્યમાં વરસાદ લાવતી બે સિસ્ટમ સક્રિય બની છે. જેને કારણે ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શનિવારે ગુજરાતભરના 150 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. તો બીજી તરફ, દેવભૂમિ દ્વારકાનું કલ્યાણપુર 7 ઈંચ વરસાદથી પાણી-પાણી થઈ ગયું છે. સમગ્ર જિલ્લામાં ચારથી સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. 

જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકનો વરસાદ

  • જોડીયા 4.5 ઈંચ વરસાદ 
  • જામનગર 4  ઈંચ વરસાદ 
  • જામજોધપુર પોણા ત્રણ ઈંચ વરસાદ 
  • લાલપુર પોણા ત્રણ ઈંચ વરસાદ 
  • ધ્રોલ 2 ઈંચ જેટલો વરસાદ 
  • કાલાવડ 2 ઈંચ વરસાદ

જામનગરના ડેમ છલકાયા
ભારે વરસાદને પગલે જામનગરનો સસોઈ ડેમ આખરે ઓવરફ્લો થયો છે. સસોઈ ડેમ છલકાતા જામનગરવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. લોકો ડેમ છલકાવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. મોડી રાત્રે અગિયાર વાગ્યે સસોઈ ડેમ ઓવરફ્લો થયો હતો. સસોઇ ડેમ ઓવરફલો થતા આગામી વર્ષે સિંચાઇના પાણીની સમસ્યા હલ થઈ શકશે. તો બીજી તરફ, જામનગરમાં જોરદાર વરસાદથી જળાશયોમાં ભારે આવક નોંધાઈ છે. ઉંડ-2 ડેમના 6 દરવાજા 4 ફુટ ખોલવામાં આવ્યા છે. ઉંડ-2 ડેમમાંથી 19110 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. આજી-4 ડેમના 6 દરવાજા 5 ફુટ ખોલવામા આવ્યા છે. આજી-4 ડેમમાંથી 16341 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. જેને પગલે માછીમારોને આજે અને આવતીકાલે એમ બે દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ છે. અત્યાર સુધી સીઝનનો 107 ટકા વરસાદ નોંધાયો છે.  

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news