ભારતના ચંદ્રયાન-2 મિશન અને ઈસરોની મજાક ઉડાવતા પાકિસ્તાનને NASA અને UAEએ આપ્યો જડબાતોડ જવાબ

ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર ભલે ચંદ્રની સપાટી પર ઉતરવાનું ચૂકી ગયું હોય પરંતુ ચંદ્રયાન-2 મિશન બદલ દુનિયાભરમાં ઈસરોના ખોબલે ખોબલે વખાણ થઈ રહ્યાં છે.

Viral Raval Viral Raval | Updated: Sep 8, 2019, 08:04 AM IST
ભારતના ચંદ્રયાન-2 મિશન અને ઈસરોની મજાક ઉડાવતા પાકિસ્તાનને NASA અને UAEએ આપ્યો જડબાતોડ જવાબ

નવી દિલ્હી: ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર ભલે ચંદ્રની સપાટી પર ઉતરવાનું ચૂકી ગયું હોય પરંતુ ચંદ્રયાન-2 મિશન બદલ દુનિયાભરમાં ઈસરોના ખોબલે ખોબલે વખાણ થઈ રહ્યાં છે. નાસા જેવી એજન્સીએ ભારત અને ઈસરોના આ પ્રયત્નને ખુબ બિરદાવ્યું છે અને મિશન ચંદ્રયાનની મુસાફરીને પોતાના માટે પ્રેરણા ગણાવી છે. આ સાથે જ ભવિષ્યમાં અંતરિક્ષમાં ઈસરો સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. યુનાઈટેડ આરબ અમીરાત (UAE)ની સ્પેસ એજન્સીએ પણ ટ્વીટ કરીને ઈસરોના પ્રયત્નોને બિરદાવ્યાં છે અને ભારતને સ્પેસ સેન્ટરનો મહત્વનો ખેલાડી ગણાવ્યો છે. 

તમારી મુસાફરી અમારી પ્રેરણા છે-નાસા
નાસાએ ટ્વીટ કરીને કહ્યું કે "અંતરિક્ષ શોધ એક મુશ્કેલ ક્ષેત્ર છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-2 મિશનનું લેન્ડિંગ કરાવવાના ઈસરોના પ્રયત્નના અમે વખાણ કરીએ છીએ. તમે અમને તમારી મુસાફરીથી પ્રેરિત કર્યાં છે અને આશા કરીએ છીએ કે ભવિષ્યમાં આપણને સૂર્ય મંડળમાં મળીને કામ કરવાની તક મળશે." 

સ્પેસના મેદાનમાં ભારત એક મહત્વની તાકાત-યુએઈ સ્પેસ એજન્સી
યુનાઈટેડ આરબ અમીરાતની સ્પેસ એજન્સીએ ટ્વીટ કરીને કહ્યું કે "ચંદ્રયાન 2ના લેન્ડર વિક્રમ, કે જેણે ચંદ્ર પર લેન્ડ કરવાનું હતું, તેનાથી સંપર્ક તૂટ્યા બાદ અમે ઈસરોને અમારા પૂરેપૂરા સહયોગનું આશ્વાસન આપીએ છીએ. ભારતે પોતાને સ્પેસ સેક્ટરની મહત્વની તાકાત સાબિત કરી છે અને તેના વિકાસ અને ઉપલબ્ધિમાં ભાગીદાર છે."

ઓસ્ટ્રેલિયાની સ્પેસ એજન્સીએ પણ ઈસરોને બિરદાવી
ઓસ્ટ્રેલિયાની સ્પેસ એજન્સીએ ટ્વીટ કરીને કહ્યું કે લેન્ડર વિક્રમ, ચંદ્રમાં પર પોતાના મિશનને સાકાર કરવામાં થોડા કિમી જ દૂર હતું. ઈસરો અમે તમારા પ્રયત્નો અને અંતરિક્ષમાં મુસાફરી ચાલુ રાખવાની તમારી પ્રતિબદ્ધતાને બિરદાવીએ છીએ. 

અંતરિક્ષ વૈજ્ઞાનિકોએ પણ ઈસરોના કર્યા વખાણ
દુનિયાભરના અંતરિક્ષ સમર્થકો અને શોધકર્તાઓએ શનિવારે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) અને તેના 16,000થી વધુ વૈજ્ઞાનિકો દ્વારા ભારતના ચંદ્ર મિશનને લગભગ પૂરું કરવાના પ્રયત્નોના વખાણ કર્યાં. અત્રે જણાવવાનું કે ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ ચંદ્રમાની સપાટી પર ઉતરવાના 2.1 કિમી પહેલા જ ઈસરો સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો. જો કે 2379 કિગ્રાનું ઓર્બિટર ચંદ્રમાની ચારેબાજુ ચક્કર મારી રહ્યું છે. 

નાસા સ્પેસફ્લાઈટ માટે લખનારા ક્રિસ જી-એનએસએફએ કહ્યું કે જો વિક્રમ સપાટી પર ઉતરવામાં નિષ્ફળ ગયું છે, જેમ કે લાગે છે તો યાદ રાખો કે ત્યાં હજુ ઓર્બિટર છે. જ્યાં 95 ટકા પ્રયોગ થઈ રહ્યાં છે. ઓર્બિટર ચંદ્રમાની કક્ષામાં બીલકુલ સુરક્ષિત છે. જે પોતાનું મિશન પૂરું કરી રહ્યું છે. આ સંપૂર્ણ રીતે નિષ્ફળ નથી, બિલકુલ નહી. 

એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના સ્પેસ ટેક્નોલોજી એન્ડ સાયન્સ ઈનિશિએટિવમાં રિસર્ચ ડાઈરેક્ટર અને સાયન્સ ઈનિશિયેટિવ અને માર્સ ઓપોર્ચ્યુનિટી રોવર ટીમના સભ્ય ડો.તાન્યા હેરિસને કહ્યું કે મિશન કંટ્રોલમાં અનેક મહિલાઓને જોઈને ખુબ સારું લાગ્યું. 

શું કહ્યું હતું પાકિસ્તાનના મંત્રીએ?
આખુ વિશ્વ જ્યારે ભારતના મહત્વકાંક્ષી મૂન મિશન ચંદ્રયાન-2 Chandrayaan-2) માટે ભારતીય વૈજ્ઞાનિકોના હુનરના વખાણ કરી રહ્યું છે, ત્યારે પાડોશી દેશ પાકિસ્તાને પોતાની આછકલી હરકતો કરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચંદ્રયાનની ચંદ્રમાની સપાટી પર લેન્ડિંગ પહેલા લેન્ડર વિક્રમનો સંપર્ક તુટ્યા બાદ પાકિસ્તાનનાં વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ચૌધરી ફવાદ હુસૈને બેહુદા ટિપ્પણી કરી. ફવાદે ટ્વીટ કરીને લખ્યું કે, જે કામ આવડતું ન હોય તે કરવાનો પ્રયાસ ન કરવો જોઇએ ડિયર ઇન્ડિયા...

ફવાદે ટ્વીટમાં વ્યંગ કરતા ઇન્ડિયાને બદલે એન્ડિયા લખ્યું. ફવાદ આટલેથી નહોતા અટક્યાં. તેમણે એક ભારતીય યુઝરનાં ટ્વીટ પર ખુબ જ બેશર્મીથી રિટ્વીટ કર્યું. એક ટ્વીટમાં ભારતીય યુઝર અભય કશ્યપે ટ્વીટર પર રિટ્વીટ કરતા લખ્યું કે, સુઇ જા ભાઇ મુનની બદલે મુંબઇમાં ઉતરી ગયું રમકડું.  ફવાદની આછકલી હરકત અંગે ભારતીય યુઝર્સે તેની ઝાટકણી કાઢી હતી. ચૌધરી ફવાદ હુસૈન ટ્રોલ થઇ ગયા. ટોપ પર તેણે લખ્યું કે, મને એવી રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે, જાણે મે જ આ મિશનને ફેલ કરી દીધું હોય. 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સમગ્ર દેશને ઈસરોના વૈજ્ઞાનિકો પર ગર્વ છે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ એક નાનકડી સફળતા નથી, સમગ્ર દેશને તમારા પર ગર્વ છે. વડાપ્રધાન મોદીએ સંબોધન બાદ ધ્રુસ્કે ધ્રુસ્કે રોઇ રહેલા સિવનને ભાવુક મોદીએ સાંત્વના આપી હતી. વડાપ્રધાન મોદીએ ઇસરો ચીફને સાંત્વના આપી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિજ્ઞાનમાં અસફળતા નથી હોતી માત્ર પ્રયાસ અને પ્રયોગ હોય છે.  

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...