વેરી વરસાદ: ચોમાસામાં પરેશાન કર્યા બાદ શિયાળામાં પણ તોફાન-વરસાદ પીછો નહી છોડે: અંબાલાલ પટેલ
Trending Photos
અમદાવાદ : ગુજરાતમાં હાલ મેઘરાજાએ સત્તાવાર વિદાય તો લઇ લીધી છે. તેવામાં પવનની દિશા ઉત્તર તરફથી પશ્ચિમ તરફ થઇ જતા શિયાળાનું ધીરે ધીરે આગમન થઇ રહ્યું છે. લોકો ઠંડીનો સામાન્ય ચમકારો પણ અનુભવી રહ્યા છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો ચમકારો જોવા પણ મળે છે. તો બપોરે તાપ સાથે ભારે બફારો પણ જોવા મળે છે. જો કે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર આગાહી કરવામાં આવી છે કે, આગામી પાંચ દિવસમાં ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
GUJARAT તરફ આવી રહ્યો છે ખુબ જ મોટો ખતરો? ધડાધડ ભૂકંપની પેટર્ન ડિકોડ કરશો તો બેઠાબેઠા પરસેવો વળી જશે
ચોમાસાની વિદાય બાદ પણ રાજ્યમાં પાંચ દિવસ વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આજથી મધ્યમ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ-ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં મહત્તમ વાતાવરણ 36 ડિગ્રીની આસપાસ રહેશે. જ્યારે લઘુત્તમ તાપમામ 22 ડિગ્રી રહી શકે છે. હાલ ઉત્તરથી ઉત્તર પશ્ચિમ તરફના પવન શરૂ થઇ રહ્યા છે. સમગ્ર રાજ્યમાં હવામાન ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ શિયાળા દરમિયાન પણ કમોસમી વરસાદની તથા વાવાઝોડાની આગાહી કરી છે. તેમના અનુસાર પવનવાહક નક્ષત્રના યોગના કારણે વાવાઝોડાની શક્યતા વધી છે. બંગાળ અને અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતા છે. જેની અસર નવેમ્બર મહિના ઉપરાંત ડિસેમ્બર દરમિયાન પણ જોવા મળશે. રાજ્યમાં આજે કમોસમી વરસાદની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે. તેવામાં ખેડૂતોની સ્થિતિ શિયાળા દરમિયાન પણ ખુબ જ કફોડી થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે