કચ્છ સરહદે પાકિસ્તાની હિન્દુ શખ્સ ઝડપાતા તંત્ર થયું એલર્ટ
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/ભૂજ :ગુજરાતના દરિયાઈ અને રણ માર્ગેથી પાકિસ્તાનીઓ દ્વારા ઘૂસણખોરીનો વારંવાર પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે કચ્છ સરહદેથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો છે. જેને પગલે સુરક્ષા એજન્સીઓ અને ગુપ્તચર તંત્ર એલર્ટ થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય સીમા સુરક્ષા દળ BSFની 37 બટાલિયનના જવાનો ખડીર અને પ્રાંથળ વિસ્તારમાં બોર્ડર પર પેટ્રોલિંગ કરી રહ્યાં હતા, ત્યારે ઝીરો પોઈન્ટ પીલર નં. શ110/2 S પાસેથી ભારતીય સીમામાં એક પાકિસ્તાની નાગરિક ઝડપાયો હતો. આ પાકિસ્તાની નાગરિકનું નામ તગજી રાઉતુક વાલડીયા હોવાનું સામે આવ્યું છે, અને તે મીઠી થરપાકર તાલુકાના કાસબોનો હોવાનું ખૂલ્યું છે. જોકે, આ શખ્સ પાકિસ્તાની હિન્દુ હોવાનું ખૂલ્યું છે. આ પાકિસ્તાની શખ્સ વાગડની રાપર બોર્ડર પાસેથી ઝડપાયો છે.
કચ્છ સરહદેથી પાકિસ્તાની નાગરિક ઝડપાવાની ઘટનાને પગલે સરહદી એજન્સીઓ અને ગુપ્તચર તંત્ર એલર્ટ થઈ ગઈ છે. હાલ આ પાકિસ્તાની નાગરિક કયા કારણોસર ભારતીય સીમામા આવ્યો તે બાબતની તપાસ BSF દ્વારા હાથ ધરવામાં આવી છે. તો બીએસએફ દ્વારા બાલાસર પોલીસને હવાલે કરી વિધિવત ગુનો દાખલ કરવાની તજવીજ પણ હાથ ધરાઈ છે. ઝડપાયેલા પાકિસ્તાની હિન્દુ નાગરિકની વધુ પૂછપરછ ભૂજ જેઆઇસીમાં બધી જ એજન્સીઓ દ્વારા સયુંકત રીતે હાથ ધરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે