હોળી-ધૂળેટીના તહેવારમાં સુરત ST ને 'દિવાળી' જેવી કમાણી; જાણો છેલ્લા ત્રણ દિવસમાં કેટલી આવક થઈ?
દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ હોળી ધુળેટીના પર્વને ધ્યાનમાં રાખી સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો નું આયોજન કરવામાં આવ્યું છે.આ વખતે એસટી વિભાગ દ્વારા દાહોદ, છોટાઉદેપુર, ઝાલોદ, સહિત અલગ અલગ જિલ્લાઓમાં એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે.
Trending Photos
ચેતન પટેલ/સુરત: હોળી ધુળેટીના પર્વને લઈને સુરત એસટી વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ જિલ્લાઓમાં દોડાવવામાં રહેલી એક્સ્ટ્રા બસો થકી વિભાગને 61.86 લાખની આવક થઈ છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ઝાલદ, દાહોદ, છોટાઉદેપુર,ઝાલોદ સહિત અલગ અલગ જિલ્લાઓમાં 380 જેટલી એક્સ્ટ્રા બસો હમણાં સુધી રવાના કરવામાં આવી છે. જે એક્સ્ટ્રા બસોનું 19,000થી પણ વધુ મુસાફરો એ લાભ લીધો છે.
દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ હોળી ધુળેટીના પર્વને ધ્યાનમાં રાખી સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો નું આયોજન કરવામાં આવ્યું છે.આ વખતે એસટી વિભાગ દ્વારા દાહોદ, છોટાઉદેપુર, ઝાલોદ, સહિત અલગ અલગ જિલ્લાઓમાં એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. 20મી માર્ચથી 22 માર્ચ સુધી દોડાવવામાં આવેલી કુલ 380 એક્સ્ટ્રા બસો ઠકી 19 હજારથી વધુ મુસાફરોએ તેનો લાભ લીધો છે. જો કે મુસાફરોનો ઘસારો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. જ્યાં આવતીકાલે પણ એસટી પર મુસાફરોનો ભારે રશ રહે તેવી શકયતાઓ રહેલી છે.
એસટી વિભાગના જણાવ્યાનુસાર, છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન એક્સ્ટ્રા બસો થકી સુરત એસટી વિભાગને 61.86 લાખની આવક ઉભી થઇ છે. જે આવકમાં હજી વધારો થાય તેવી એસટી વિભાગ ને આશા છે.જ્યાં હોળી-ધુળેટીના પર્વની મજા માણવા માદરે વતન જતા લોકોમાં સૌથી વધુ ઝાલદ, દાહોદ, છોટાઉદેપુરના લોકોનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે