સુરત: EMI માટે બેંક તરફથી વારંવાર ફોન આવતા યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું

EMI માટે બેક તરફથી વારંવાર ફોન આવતા આધેડએ તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. તાપી નદીમાં કુદેલો જોઈને તેની પાછળ રીક્ષા ચાલકે કુદી આધેડને બચાવી લઈને 108 એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતો.

સુરત: EMI માટે બેંક તરફથી વારંવાર ફોન આવતા યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું

ચેતન પટેલ/સુરત: EMI માટે બેક તરફથી વારંવાર ફોન આવતા આધેડએ તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. તાપી નદીમાં કુદેલો જોઈને તેની પાછળ રીક્ષા ચાલકે કુદી આધેડને બચાવી લઈને 108 એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતો. સુરતના ચોકબજાર નજીક તાપી નદી પર આવેલા મક્કાઈ પૂલ પરથી હરેશ બાબુ પટેલ કુદી ગયા હતાં. 

ટેલરીંગના કામકાજ સાથે સંકળાયેલા હરેશભાઈએ બેંકમાંથી હોમલોનની સાથે અન્ય લોન લીધી હતી. જેના હપ્તા માટે વાંરવાર બેંકમાંથી ફોન આવતા હતા. હપ્તા ન ભરાતા કંટાળેલા હરેશ બાબુ પટેલે મક્કાઈપૂલ પરથી તાપી નદીમાં ઝંપલાવ્યું હતું એ દરમિયાન રિક્ષા ચાલકનું ધ્યાન જતાં તેણે તાપીમાં કુદીને હરેશભાઈને બચાવી લીધા હતાં.

કડાણા ડેમમાંથી પાણી છોડતા ‘મહિસાગર બે કાંઠે’, 60નું સ્થળાંતર, 6 ગામ એલર્ટ

આ દરમિયાન સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી દેતા તાત્કાલિક હરેશભાઈને સારવાર માટે સિવિલ લાવવામાં આવ્યાં હતાં. હાલ તેમની તબિયત સાધારણ હોવાનું જાણવા મળી રહ્યું છે. બેંક કર્મચારીઓ દ્વારા અવાર-નવાર કોલ કરીને ઇએમઆઇ માટે સતત હેરાનગતિ કરાતા યુવાને આત્મહત્યા કરવાનો અંતિમ નિર્ણય કર્યો હતો.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news