Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં શાહે કહ્યું; 'ભવ્ય નગરી જોઈ હું અચબિત થઇ ગયો, મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ સક્સેસ સ્ટોરી તરીકે અભ્યાસ કરવો જોઈએ'
પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ 1 મહિના સુધી ચાલશે, જેમાં રોજ 1 લાખ જેટલા મુલાકાતીઓ આવશે તેવો અંદાજ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં પહોંચ્યા છે અને હાલ અમિત શાહ પ્રમુખ નગર નિહાળી રહ્યા છે.
Trending Photos
Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદના ઓગણજ-સાયન્સ સિટી વચ્ચે રિંગ રોડ પાસે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઇ ગયો છે. પીએમ મોદીએ બુધવારે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ધાટન કર્યું હતું. જેની માટે 600 એકરમાં ફેલાયેલું સ્વામિનારાયણ નગર તૈયાર કરવામાં આવ્યું છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે અને તેમના હસ્તે આજે માનવ ઉત્સવનો પ્રારંભ થશે. 1 મહિના સુધી નગરમાં માનવ ઉત્સવ ચાલશે.
પ્રમુખ સ્વામી નગરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ Live:
-
ભવ્ય નગરી જોઈ હું અચબિત થઇ ગયો, મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ સક્સેસ સ્ટોરી તરીકે અભ્યાસ કરવો જોઈએ.
લાખો લોકો જે અહીંયા મુલાકાત લેશે. મુલાકાત માત્ર થી આત્માનું કલ્યાણ તો થશે જ..
મારા જીવનના ઉતાર ચડાવમાં પરિવાર કરતા પહેલા કેટલાક પ્રસંગોમાં પ્રમુખ સ્વામી અગ્રેસર રહેતા.
જીવનના ઉતાર ચઢાવમાં પ્રથમ ફોન પ્રમુખ સ્નામીનો આવતો હતો.
પ્રમુખ સ્વામી મહારાજે સંસ્કારોનું સિંચન કર્યું.
પ્રમુખ સ્વામી જીવન જીવવાની શાળા બન્યા: શાહ
અહીં શાંતિ અને દિવ્યતાનો અનુભવ થાય છે.
જીવન જીવવાના અનેક બોધ મળશે.
ગ્લો ગાર્ડનમાં આત્મનિર્ભર ભારતનો પ્રકાશ
પ્રદર્શનથી લોકો સુધી ભગવાનના સંદેશો પહોંચ્યા
કાર્યક્રમમાં કોણ કોણ પહોંચ્યું?
-
શતાબ્દી મહોત્સવના આજે બીજા દિવસે બપોરના 2 વાગ્યાથી લોકો હવે નગરની મુલાકાત કરવા આવી રહ્યા છે.
સામાન્ય લોકોની સાથે સાથે આજે ઉદ્યોગજગતના દિગ્ગજો પણ શતાબ્દી મહોત્સવમાં સામેલ થયા છે.
ગૌતમ અદાણીથી લઈ કરશન પટેલ અને પંકજ પટેલ સહિતના ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે.
ગૃહમંત્રી અમિત શાહ નગરમાં આવી પહોંચ્યા છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ દિલીપ જોશી 14 ડિસેમ્બરથી નગરમાં હાજર થઈ ગયા છે.
મહત્વનું છે કે, પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ 1 મહિના સુધી ચાલશે, જેમાં રોજ 1 લાખ જેટલા મુલાકાતીઓ આવશે તેવો અંદાજ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં પહોંચ્યા છે અને હાલ અમિત શાહ પ્રમુખ નગર નિહાળી રહ્યા છે. આ મહોત્સવમાં ભાગ લેવા અમદાવાદ સહિત અન્ય શહેરમાંથી હરિભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.
પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરાવ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી, મહંત સ્વામી, મુખ્યમંત્રી, બ્રહ્મવિહારી સ્વામી, રાજ્યપાલ સ્ટેજ પર બેઠા હતા અને ત્યાર બાદ આ સ્ટેજ થોડા અંતર સુધી પ્રમુખ સ્વામીની મૂર્તિ તરફ આગળ વધ્યું હતું. જ્યાં તેમણે પ્રમુખ સ્વામીની ચરણ વંદના કરી હતી.
ક્યા દિવસે ક્યા કાર્યક્રમ યોજાશે
- 15મી ડિસેમ્બરે અમિત શાહનું આગમન, ઇન્ટરનેશનલ કન્વેન્શન ફોર બેટર લિવિંગનો પ્રારંભ થશે.
- 16મી ડિસેમ્બરે સંસ્કૃતિ દિવસની ઉજવણી કરાશે.
- 17મી ડિસેમ્બરે પરાભક્તિ દિનની ઉજવણી.
- 18-19 ડિસમ્બરે મંદિર ગૌરવ દિને મંદિર શિલ્પ સ્થાપત્ય પર કોન્ફરન્સ યોજાશે, ગુરુભક્તિ વંદના કાર્યક્રમ યોજાશે.
- 20 ડિસેમ્બરે સંવાદિતા દિને તમામ ધર્મોના વડાઓ મંચ પરથી એકતાનો સંદેશ આપશે.
- 21-22 ડિસેમ્બરે સમરસતા અને આદિવાસી ગૌરવ દિન. આ દિવસે શંકરાચાર્યજી સ્વામી સદાનંદજી મહારાજ ઉપસ્થિત રહેશે.
- 23 ડિસેમ્બરે અધ્યાત્મ અને આરોગ્ય દિન
- 24 ડિસેમ્બરે વ્યસન મુક્તિ-જીવન પરિવર્તન દિન
- 25 ડિસેમ્બરે રાષ્ટ્રીય સંત સંમેલન
- 26 ડિસેમ્બરે સ્વામિનારાયણ સંત સાહિત્ય-લોક સાહિત્ય દિન
- 27 ડિસેમ્બરે વિચરણ-સ્મૃતિ દિન
- 28 ડિસેમ્બરે સેવા દિન
- 29 ડિસેમ્બરે પારિવારિક એકતા દિન
- 30 ડિસેમ્બરે સંસ્કાર અને શિક્ષણ દિન
- 31 ડિસેમ્બરે તત્વજ્ઞાન સમારોહ
- 1 જાન્યુઆરીએ બાળ-યુવા કિર્તન આરાધના
- 2 જાન્યુઆરીએ બાળ સંસ્કાર દિન
- 3-4 જાન્યુઆરીએ દેશ-વિદેશના બાળકો-યુવાનોની રોમાંચક રજૂઆતો
- 5 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય મહિલા કાર્યક્રમ
- 6 જાન્યુઆરીએ અખાતી દેશના વડા-રાજાઓની ઉપસ્થિતિ
- 7 જાન્યુઆરીએ નોર્થ અમેરિકાના રાજદૂતો-નેતાઓની ઉપસ્થિતિ
- 8 જાન્યુઆરીએ યુ.કે યુરોપના રાજદૂતો-નેતાઓની ઉપસ્થિતિ
- 9 જાન્યુઆરીએ આફ્રિકાના રાજદૂતો-નેતાઓની ઉપસ્થિતિ
- 10 જાન્યુઆરીએ મહિલા દિન - 2
- 11 જાન્યુઆરીએ BAPS એશિયા પેસિફિક દિવ
- 12 જાન્યુઆરીએ અક્ષરધામ દિન
- 13 જાન્યુઆરીએ કિર્તન આરાધના
- 14 જાન્યુઆરી શતાબ્દી મહોત્વની પૂર્ણાહૂતિ સમારોહ
પ્રેમવતી કેફે આકર્ષણનું કેન્દ્ર
પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં નાસ્તા પાણી માટે તૈયાર કરવામાં આવેલ પ્રેમવતી કેફે અહીં આવતા મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સામાન્ય રીતે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરના પ્રેમવતી રેસ્ટોરન્ટથી સૌ કોઈ પરિચિત છે. પરંતુ અહીં પ્રમુખ સ્વામી નગરીમાં પણ પ્રેમવતી કેફે તૈયાર કરવામાં આવ્યા છે. જેની ખાસિયત એ છે કે આ તમામ 30 પ્રેમવતી કેફે મહિલાઓ દ્વારા સંચાલિત છે. આ 30 પ્રેમવતી કેફેમાં 3000 થી વધારે મહિલાઓ કામકાજ સંભાળી રહી છે. નાસ્તા-પાણીની ડિલિવરી, બિલિંગનું કામકાજ મહિલાઓ અને યુવતીઓ કરી રહી છે. જ્યાં વ્યાજબી ભાવે નાસ્તા પાણીની સુવિધા ઉપલબ્ધ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે