મૃત્યુના 6 કલાકમાં આંખનું દાન શક્ય છે, ત્યારે કેવી પ્રોસેસમાંથી આંખ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે તે જાણીએ

કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ સહિતની તમામ સારવાર સોલા સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે દર્દીઓને નિઃશુલ્ક પુરી પાડવામાં આવે છે. સ્પેક્યુલર માઇક્રોસ્કોપ સિવાય આઈ બેંકમાં જરૂરી એવા તમામ સાધનો સોલા સિવિલ હોસ્પિટલ પાસે ઉપલબ્ધ છે. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વર્ષ 2016 માં આઈ બેન્ક સ્થાપવામાં આવી, ત્યારબાદ વર્ષ 2018 થી PG ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પણ શરૂ કરાયો હતો. ત્યારે અહી આંખોનુ દાન કરાયા બાદ કેવી રીતે કામગીરી થાય છે તે જાણવું તમારા માટે રસપ્રદ બની રહેશે. 
મૃત્યુના 6 કલાકમાં આંખનું દાન શક્ય છે, ત્યારે કેવી પ્રોસેસમાંથી આંખ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે તે જાણીએ

અતુલ તિવારી/અમદાવાદ :કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ સહિતની તમામ સારવાર સોલા સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે દર્દીઓને નિઃશુલ્ક પુરી પાડવામાં આવે છે. સ્પેક્યુલર માઇક્રોસ્કોપ સિવાય આઈ બેંકમાં જરૂરી એવા તમામ સાધનો સોલા સિવિલ હોસ્પિટલ પાસે ઉપલબ્ધ છે. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વર્ષ 2016 માં આઈ બેન્ક સ્થાપવામાં આવી, ત્યારબાદ વર્ષ 2018 થી PG ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પણ શરૂ કરાયો હતો. ત્યારે અહી આંખોનુ દાન કરાયા બાદ કેવી રીતે કામગીરી થાય છે તે જાણવું તમારા માટે રસપ્રદ બની રહેશે. 

અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં આવેલી આઈ બેંકમાં 303 આઈ બોલનું કલેક્શન કરાયું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષથી આઈ બેંક કાર્યરત છે, જેના માધ્યમથી અનેક લોકોના જીવનમાં પ્રકાશ ફેલાઈ રહ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 303 આઈ બોલમાંથી 147 કોર્નિયા જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઈ, જેમના જીવનમાંથી અંધકાર દૂર થયું છે. 

સોલા સિવિલ હોસ્પિટલના આંખ વિભાગના હેડ અને આઈ બેંકના ડાયરેક્ટર ડો. દીપિકા સિંઘલ જણાવે છે કે, કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ સહિતની તમામ સારવાર સોલા સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે દર્દીઓને નિઃશુલ્ક પુરી પાડવામાં આવે છે. સ્પેક્યુલર માઇક્રોસ્કોપ સિવાય આઈ બેંકમાં જરૂરી એવા તમામ સાધનો સોલા સિવિલ હોસ્પિટલ પાસે ઉપલબ્ધ છે. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વર્ષ 2016 માં આઈ બેન્ક સ્થાપવામાં આવી, ત્યારબાદ વર્ષ 2018 થી PG ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પણ શરૂ કરાયો હતો. 

No description available.

58 કોર્નિયા નગરી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ તેમજ MNJ હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. જ્યારે કે, 98 આઈ બોલનો ઉપયોગ PG ના વિદ્યાર્થીઓના રિસર્ચ માટે કરાયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ માટે વેઇટિંગ ના હોવાથી અન્ય સરકારી હોસ્પિટલમાં કોર્નિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. 10 દિવસમાં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરવાની રહેતી હોવાથી ટીસ્યુ વેસ્ટ ના થાય એ માટે સરકારી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેથી જરૂરિયાતમંદ વ્યક્તિને લાભ મળે છે. 

આંખના દાનની પ્રોસેસ કેવી રીતે થાય છે 
મૃત્યુના 6 કલાકમાં આંખનું દાન કરવું શક્ય હોય છે, જેના માટે બે ડોક્ટરોની ટીમ આઈ બોલ અને દર્દીના લોહીના નમૂના કલેક્ટ કરે છે. દર્દીને કોઈ રોગ છે કે નહીં એ હેતુથી લોહીના નમૂના લેવામાં આવે છે. કેન્સર, HIV જેવા રોગ હોય તો એવા દર્દીઓના ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ નથી કરી શકાતા, એવા કિસ્સામાં અમે ટીસ્યુનો ઉપયોગ રિસર્ચ માટે કરીએ છીએ. જ્યારે આઈ બોલ કલેક્ટ કરવામાં આવે છે, કોર્નિસોલ અને MK મીડિયામાં કલેક્શન કરવામાં આવે છે. MK મીડિયામાં 72 કલાક અને કોર્નિસોલ મીડિયામાં 10 દિવસ સુધી કોર્નિયાને સ્ટોરેજમાં રાખી શકાય છે 

આંખના દાન માટેનો કોલ આવે એટલે સલાઈન અને એન્ટી બાયોટિક લિકવિડવાળી બોટલમાં આઈ બોલ મૂકીને આઈ બેન્ક સુધી લાવવામાં આવે છે. આઈ બેંકમાં આઈ બોલ લાવ્યા બાદ ટીસ્યુ કલેક્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેને મીડિયામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. કોર્નિયા ખરાબ હોય એવા જ વ્યક્તિમાં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે, રેટિના ખરાબ હોય એવા કેસમાં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ થઈ શકતું નથી. કોર્નિયામાં ચેપ લાગેલો હોય એવા કિસ્સાઓમાં સેલ કાઉન્ટ ઓછા હોય તો એ ચેપ દૂર કરી શકાતો હોય છે. જો સેલ કાઉન્ટ 2500 કરતા વધુ હોય તો જ ઓપ્ટિકલ પર્પસથી ઉપયોગમાં લેવાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news