દુબઈથી પાટણ આવ્યો, અને આ રીતે ઝડપાયો મહાદેવ સટ્ટા એપનો ગુજરાતી ભાગીદાર

Mahadev Betting App Scam : મહાદેવ બેટિંગ એપનું આખું નેટવર્ક દૂબઈથી ધમધમે છે, પાટણથી પકડાયેલા ભરત ચૌધરીના વોટ્સ ગ્રૂપમાં સટ્ટા બજારની મહાદેવ એપના વાર્ષિક ટર્નઓવરની કુલ રકમ 5213,64,94,530 રૂપિયા હતી

દુબઈથી પાટણ આવ્યો, અને આ રીતે ઝડપાયો મહાદેવ સટ્ટા એપનો ગુજરાતી ભાગીદાર

Mahadev betting app News: મહાદેવ સટ્ટા એપ્લિકેશન (Mahadev Betting App) ના ડેવલપર ભરત ચૌધરી, જે દુબઈથી ગુજરાતના પાટણ આવ્યો હતો, તેની કચ્છ બોર્ડર રેન્જ પોલીસે ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ અને તેના ફોનની તપાસમાં 5200 કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારો મળી આવ્યા. . તપાસ દરમિયાન ઘણા મોટા ખુલાસા થશે. ત્યારે કરોડો રૂપિયાના ઓનલાઇન ક્રિકેટ સટ્ટા કાંડમાં તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે. કચ્છ સરહદી રેન્જ, અને બનાસકાંઠાનાં પોલીસ અધિકારીઓનો ખાસ તપાસ ટીમમાં સમાવેશ કરાયો છે. કચ્છ પોલીસ દ્વારા મહાદેવ એપનાં માદ્યમથી સટ્ટો રમાડતા ભરત ચૌધરીની ધરપકડ બાદ સીટની રચના કરવામાં આવી છે. 

  • મહાદેવ સટ્ટાબાજી એપ કૌભાંડમાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે
  • ગુજરાત પોલીસે દુબઈથી આવેલા ભરત ચૌધરીની ધરપકડ કરી હતી
  • મહાદેવ સટ્ટાબાજીની એપ કૌભાંડના તમામ માસ્ટરમાઇન્ડ દુબઈમાં છે.
  • આ એપ દ્વારા ઘણી સાઈટ ઓપરેટ કરવામાં આવે છે, જેમાં ઘણી ગેમ સામેલ છે

દૂબઈથી પાટણ આવ્યો, અને ઝડપાઈ ગયો
સટ્ટાબાજી માટે ચર્ચામાં રહેલા મહાદેવ એપ કેસમાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે. કચ્છ પોલીસે મહાદેવ બેટિંગ એપના એક આરોપીની ધરપકડ કરી છે, જે મોટા પાયે ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજીનું નેટવર્ક ચલાવે છે. કચ્છ બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડિયાના જણાવ્યા મુજબ, દુબઈથી ગુજરાતના પાટણ આવેલા મહાદેવ એપનો ભાગીદાર ભરત ચૌધરીની કચ્છ બોર્ડર રેન્જ પોલીસે ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ અને તેના ફોનની તપાસ દરમિયાન 5200 કરોડ રૂપિયાના નાણાકીય હિસાબોનો ખુલાસો થયો છે. તપાસ દરમિયાન મોટા ખુલાસા થવાની શક્યતા છે.

ગુજરાતમાં ફરી આફતનો વરસાદ આવ્યો! અમદાવાદ સહિત પોણા ભાગના ગુજરાતમાં ધોધમાર વરસાદની એન્ટ્રી
 
મોબાઈલમાંથી 23 આઈડી મળી આવ્યા
પોલીસના જણાવ્યા મુજબ ભરત ચૌધરી દુબઈથી પોતાના વતન પાટણ આવ્યો હોવાની ગુપ્ત માહિતી પોલીસને મળી હતી. તે મહાદેવ બેટિંગ એપનો ભાગીદાર છે. જે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે ભરત ચૌધરીની ધરપકડ કરવામાં આવી ત્યારે તેના મોબાઈલમાંથી સટ્ટાબાજીના 23 આઈડી મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ત્યારબાદ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે ભરત ચૌધરીની એમજી કંપનીની હેક્ટર ગાડી (જેનું રજીસ્ટ્રેશન નંબર જીજે 01 ડબલ્યુએલ 3588) બહાર નીકળી હતી. ભરત ચૌધરીના મોબાઈલ ફોનની તપાસ કરતા સૌરભ ચંદ્રાકર અને અતુલના એકાઉન્ટ મળી આવ્યા હતા. વોટ્સએપ ગ્રુપમાં સટ્ટા બજારની મહાદેવ એપના વાર્ષિક ટર્નઓવરની કુલ રકમ 5213,64,94,530 રૂપિયા હોવાનું બહાર આવ્યું છે.

અન્ય ભાગીદારોના નામ પણ કબૂલ્યા
પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીએ તેના ભાગીદાર તરીકે અન્ય આરોપીઓના નામ પણ જણાવ્યા છે. આમાં સૌરભ ચંદ્રાકરનું નામ સામેલ છે. પોલીસના જણાવ્યા અનુસાર તે હાલ દુબઈમાં રહે છે. આ ઉપરાંત અતુલ અગ્રવાલ અને દિલીપ કુમાર માધવલાલ પ્રજાપતિના નામ પણ સામે આવ્યા છે. આ બંને પણ દુબઈમાં રહે છે. આ સિવાય ઝારખંડના ધનબાદના રહેવાસી રવિકુમાર સિંહનું નામ પણ સામે આવ્યું છે. આ આરોપીઓ ઉપરાંત રોનક કુમાર પણ આરોપીઓમાં સામેલ છે. તે દુબઈમાં પણ રહે છે.

મહાદેવ બેટિંગ એપ શું છે?
મહાદેવ સટ્ટાબાજીની એપ ઘણી વેબસાઈટ દ્વારા ઓપરેટ થાય છે. આ સટ્ટાબાજીની એપમાં લોકોને કોન્ટેક્ટ નંબર આપીને પૈસાનું રોકાણ કરવાનું કહેવામાં આવે છે. મહાદેવ બુકની વેબસાઈટ દ્વારા ભારતમાં પોકર, પત્તાની રમતો, ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ મેચ પર પૈસા મૂકવામાં આવે છે. દરેક જુગારની જેમ, લોકો આ એપમાં પણ વધુ કમાણી કરવાના લોભમાં પૈસા રોકે છે.

અનેક હસ્તીઓ તેની સાથે જોડાયેલી હતી 
ગત વર્ષે, મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં બોલિવૂડની ઘણી હસ્તીઓ, ગાયકો, અભિનેતાઓ અને હાસ્ય કલાકારો ED ના રડાર પર હતા. આ સેલિબ્રિટીઓના નામ એપના કો-પ્રમોટર સૌરભ ચંદ્રાકર સાથેના સંબંધોના કારણે સામે આવ્યા હતા. ગયા વર્ષે ઓક્ટોબરમાં કેન્દ્રીય એજન્સીએ મહાદેવ બેટિંગ એપના સંબંધમાં કોલકાત્તા, ભોપાલ અને મુંબઈમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ સટ્ટાબાજીની એપનું હેડક્વાર્ટર UAEમાં છે.

મહાદેવ બેટિંગ એપ કેસમાં આ વર્ષે એપ્રિલ મહિનામાં મુંબઈ પોલીસે આ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ કરી હતી. અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા છત્તીસગઢથી ધરપકડ કરવામાં આવી હતી. સરકારે ગયા વર્ષે નવેમ્બરમાં આ સટ્ટાબાજીની એપને પ્રતિબંધિત કરી દીધી હતી. સરકારે IT એક્ટ 69Aનું ઉલ્લંઘન કરીને ગયા વર્ષે નવેમ્બરમાં સટ્ટાબાજીની એપ અને વેબસાઇટ પર પ્રતિબંધ મૂક્યો હતો.

આ વર્ષે એપ્રિલ મહિનામાં યુપી એસટીએફએ લખનઉથી મહાદેવ ગેમિંગ અને અન્ય સટ્ટાબાજીની એપ્સ દ્વારા અબજો રૂપિયાની છેતરપિંડી કરનાર સંગઠિત ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી હતી. તેમના નામ અભય સિંહ અને સંજીવ સિંહ હતા. અભય મહાદેવ બુક ગેમિંગ કંપનીના ઈન્ડિયા હેડ હતો. મહાદેવ  એપનું નેટવર્ક દુબઈથી અભયના પિતરાઈ ભાઈ અભિષેક ચલાવે છે. પકડાયેલા આરોપીઓ વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રૂપ દ્વારા ઉપયોગમાં લેવાતા કોર્પોરેટ સિમને પોર્ટ કરીને દુબઈ મોકલતા હતા. પૂછપરછ દરમિયાન આરોપી અભય સિંહે જણાવ્યું હતુ કે તેનો માસીના પુત્ર અભિષેક સિંહ દુબઈમાં રહે છે. તેણે ફોન કરીને કહ્યું કે તેને તેના વિસ્તારના ગરીબ અને અભણ લોકોના નામે સિમ ખરીદવાનું છે અને તેના બદલામાં તેને 25 હજાર રૂપિયાનો પગાર મળશે. સાથે જ તમને પ્રતિ સિમ 500 રૂપિયા મળશે. સિમ એક કંપનીમાંથી બીજી કંપનીમાં પોર્ટ કરવાનું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news