મુંબઈની ડ્રગ્સ ક્વીન કેવી રીતે ગાંધીના ગુજરાતમાં ફેલાવી રહી છે સફેદ ઝેર

મુંબઈથી ગુજરાતમાં એમ.ડી ડ્રગ્સ ઠાલવવામાં આવી રહ્યું છે અને મોટાભાગનો જથ્થો મહિલાઓ દ્વારા સપ્લાય કરાવડાવવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ એસ.ઓ.જી મુંબઈના ડ્રગ માફિયાઓની સિન્ડિકેટની કમરના મણકાઓ તોડી નાખ્યા હોય તેવું લાગી રહ્યું છે.

મુંબઈની ડ્રગ્સ ક્વીન કેવી રીતે ગાંધીના ગુજરાતમાં ફેલાવી રહી છે સફેદ ઝેર

ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં ઠલવાતો એમડી ડ્રગ્સનો જથ્થો મોટાભાગે મુંબઈ રાજ્યમાંથી આવતા હોવાનું સામે આવી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદ દ્વારા એવી કેટલીક મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે કે જેમનું મુંબઈના ડ્રગ્સ માફિયાઓ સાથે કનેક્શન સામે આવી ચૂક્યું છે. મુંબઈની આ ડ્રગ્સ ક્વીન કેવી રીતે ગાંધીના ગુજરાતમાં સફેદ ઝેર લાવે છે.

મુંબઈની ડ્રગ્સ કવીનો

  • અમીના બાનું ઉર્ફે ડોન
  • રહેનુમા ખાન ઉર્ફે સિઝા
  • હરપ્રીત કૌર
  • અફસાના બાનું

મુંબઈથી ગુજરાતમાં એમ.ડી ડ્રગ્સ ઠાલવવામાં આવી રહ્યું છે અને મોટાભાગનો જથ્થો મહિલાઓ દ્વારા સપ્લાય કરાવડાવવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ એસ.ઓ.જી મુંબઈના ડ્રગ માફિયાઓની સિન્ડિકેટની કમરના મણકાઓ તોડી નાખ્યા હોય તેવું લાગી રહ્યું છે. મૂળ મુંબઈની રહેવાસી હોય અને કોઈના કોઈ બહાના હેઠળ ગુજરાતમાં આવીને એમડી ડ્રગ્ઝનો ચલણ અને વેચાણ વધારતી હોય તેવી મહિલા ડ્રગ્ઝ પેડલરોની અલગ અલગ ગુનામાં ધરપકડ એસ.ઓ.જી ક્રાઇમ બ્રાન્ચે દ્વારા કરવામાં આવી ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે ચાર જેટલી મુખ્ય મહિલા ડ્રગ્ઝ પેડલરોની એસઓજી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ તો કરી લેવામાં આવી છે. ઉપરાંત રાજ્ય બહારની પણ બે મહિલા ડ્રગ્ઝ પેડલરોની પણ નારકોટિક્સના ગુનામાં અત્યારસુધીમાં ધરપકડ કરાઈ ચુકી છે, એટલે આમ જોવા જઈએ તો અત્યાર સુધીમાં કુલ મહિલા ડ્રગ્ઝ પેડલરની ધરપકડ એસ.ઓ.જી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી ચુકી છે.

મુંબઈ ફિલ્મી દુનિયા માટે તો જાણીતું છે જ પરંતુ ડ્રગની હેરાફેરી માટે પણ જાણીતું છે અને મુંબઈમાંથી ડ્રગ ગુજરાતમાં લાવવામાં આવી રહ્યું હોવાના ઘણા બધા કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. ત્યારે મુંબઈથી મહિલા પેડલરોને ગુજરાતમાં ડ્રગ મોકલવા માટે તૈયાર કરવામાં આવે છે અને બાદમાં યેનકેન પ્રકારે આ મહિલાઓ ગુજરાતમાં અને બાદમાં ડ્રગ્સનો શરૂ થઈ જાય છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ એમ બે વિસ્તારોમાં અમદાવાદ શહેર વહેંચાયેલું છે. તેમાંય ખાસ કરીને એમડી ડ્રગ્સનું ચલણ ધીમે ધીમે ખૂબ મોટા પાયે વધી રહ્યું છે અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઘણા બધા કેફેટેરિયા એવા છે કે જેમાં એમ ડી ડ્રગ પીરસવામાં આવે છે અને આ બધા પ્રકારના કોફી શોપમાં યુવાનોનું ઘસારો વધુ હોય છે અને આ કોફી શોપમાં મુંબઈથી આવેલી મહિલા ડ્રગ્ઝ પેડલર યુવાનો સાથે મિત્રતા કેળવી છે. 

મિત્રતાની આડમાં યુવાનોને ડ્રગઝ પીરસે છે અને તેની મોટી રકમ પણ વસૂલવામાં આવે છે. આ યુવાનોને એક વખત ડ્રગની લત લાગી ગયા બાદ જ્યારે યુવાન પાસે પૈસા ન હોય ત્યારે આ મહિલા ડ્રગ્સ પેડલર યુવાનો પાસે ડ્રગ્સ પણ વેચાવડાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવી ચૂક્યા છે.

ડ્રગ્સની દુનિયામાં મુંબઈની કેટલીક મહિલાઓનો દબદબો વધી ગયો છે અને આ દબદબાને શાંત કરવાની કામગીરી અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે કરી દીધી છે. કુલ 6 જેટલી મહિલા ડ્રગ્સ પેડરોને એસઓજી ક્રાઈમ બ્રાન્ચ છે. ડ્રગ્સના જથ્થા સાથે અલગ અલગ કેસ હેઠળ ધરપકડ કરી લીધી છે, અને હાલ જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે. બીજી તરફ ઘણા એવા નાના-મોટા એમડી ડ્રગ્સના પેડલરોને પણ એસઓજી ક્રાઈમ બ્રાન્ચ છે અને તે લોકો પણ જેલની હવા ખાઈ રહ્યા છે. 

મહત્વનું છે કે એસઓજી ક્રાઈમ બ્રાન્ચ છે મોટા જથ્થાઓ સાથે તો પ્રજ્ઞા આરોપીઓની ધરપકડ કરી જ છે. પરંતુ સાથે સાથે નાના અને છૂટક ડ્રગ વેચનારા લોકોની પણ ધરપકડ કરી લેવામાં આવી છે એટલે અમદાવાદ શહેરમાં જો જોવા જઈએ તો અત્યાર સુધીમાં છે. વધુ નાના મોટા ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરીને જેલ હવાલે કરી દીધા છે. માટે અત્યારની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં એક સમયે જ્યારે ડ્રગ્સ ડીલરોનો રાફડો ફાટી નીકળ્યો હતો. પરંતુ હાલ અમદાવાદ શહેરમાં ડ્રગ પેડલર્સની કમર તોડવામાં ગુજરાત પોલીસને ઘણી મોટી સફળતા હાંસલ થઈ હોય તેવું સ્વીકારવું જ પડે તેમ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news