પરિણીતાને પતિના મિત્રએ કહ્યું તું મને ખુબ જ ગમે છે, મને ખુશ કરી દે હું તારા પતિનું...

શહેરના ફતેહવાડી વિસ્તારમાં છેડતીની ઘટના સામે આવી છે. પરિણીતાની છેડતી બીજા કોઇએ નહી પરંતુ પતિના જ નાનપણના મિત્ર દ્વારા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવકે મહિલાને તું મને ખુશ કરી દે તારા પતિનું બધુ જ દેવું પૂરી કરી દઇશ, મારી સાથે લગ્ન કરી લે તેમ કહીને છેડતી કરી હતી. જો કે પરણિતા તાબે નહી થતા પતિને આ અંગે વાત કરી હતી. 

Updated By: Jun 20, 2021, 07:15 PM IST
પરિણીતાને પતિના મિત્રએ કહ્યું તું મને ખુબ જ ગમે છે, મને ખુશ કરી દે હું તારા પતિનું...

અમદાવાદ : શહેરના ફતેહવાડી વિસ્તારમાં છેડતીની ઘટના સામે આવી છે. પરિણીતાની છેડતી બીજા કોઇએ નહી પરંતુ પતિના જ નાનપણના મિત્ર દ્વારા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવકે મહિલાને તું મને ખુશ કરી દે તારા પતિનું બધુ જ દેવું પૂરી કરી દઇશ, મારી સાથે લગ્ન કરી લે તેમ કહીને છેડતી કરી હતી. જો કે પરણિતા તાબે નહી થતા પતિને આ અંગે વાત કરી હતી. 

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર, પરિણીતાને યુવક ફ્લેટની નીચે બોલાવી બાઇક પર બેસાડીને મેટ્રો સ્ટેશન નજીક લઇ ગયો હતો. જ્યાં તેને લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. જો કે પરિણીતાએ ના પાડતા તેનો હાથ પકડીને તેની છેડતી કરી હતી. સમગ્ર મામલે મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ આદરી છે. 

ફતેહવાડી વિસ્તારમાં કેનાલ નજીક ફ્લેટમાં એક પરિણીતા તેના પતિ, સસરા અને પાંચ બાળકો સાથે રહે છે. પતિ રીક્ષા ડ્રાઇવિંગ કરે છે. પરિવાર અગાઉ શાહપુર રહેતો હતો. પતિનો નાનપણનો મિત્ર અલ્તાફ શેખ ઘરે આવતો જતો હતો. 2007 માં આ મહિલા અને તેનો પરિવાર ફતેહવાડી રહેવા આવ્યો હતો. જો કે દરમિયાન પતિનો મોબાઇલ ખોવાઇ જતા નવો ફોન અને સીમ લેતા પતિનો તેના મિત્ર સાથેનો સંપર્ક તુટી ગયો હતો. 

દોઢ મહિના પહેલા અચાનક જ અલ્તાફ પરિણીતાને મળી ગયો હતો. મહિલાને મળીને તેણે મહિલાના પતિનો નંબર માંગ્યો હતો. જો કે પરિણીતાએ ભુલથી પોતાનો નંબર આપી દીધો હતો. ત્યાર બાદ અલ્તાફ અવાર નવાર તેને ફોન કરીને પરેશાન કરતો હતો. પરિણીતાએ જરૂર હોવાથી અલ્તાફ પાસે 10 હજાર રૂપિયા માંગ્યા હતા. ત્યાર બાદ મહિલાના દિકરાનો ફોન તુટી ગયો હોવાથી ફોનની વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું. જે અલ્તાફે કરી આપી હતી. 

થોડા સમય બાદ અલ્તાફ મહિલાને ફોન કરીને ફ્લેટ નીચે બોલાવી હતી. ત્યાર બાદ તેને બેસાડીને મેટ્રો સ્ટેશન લઇ ગયો હતો જ્યાં તેને લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. તુ ખુબ જ સુંદર છે મને ખુશ કરી દે મને તુ ખુબ ગમે છે. તારી સાથે લગ્ન કરવા ઇચ્છુ છું તેમ કહ્યું હતું. જો કે મહિલાએ ના પાડતા હાથ પકડીને તેની છેડતી કરી હતી. મહિલા તાબે ન થઇને પરિવારને જાણ કરતા પરિવારે હિંમત આવતા મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube