IAS લોબીમાં લાંબી ખેંચતાણ બાદ રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે રાજકુમારની નિમણુંક

Gujarat New Chief Secrerary : રાજકુમારને મુખ્ય સચિવ પદ માટે જ ખાસ દિલ્હીથી ડિસેમ્બર, 2021 માં તેડાવાયેલા છે. જો બધું સમુસૂતરું પાર પડી રાજકુમારની નિમણૂક મુખ્ય સચિવ પદે થશે તે કન્ફર્મ જ હતું

IAS લોબીમાં લાંબી ખેંચતાણ બાદ રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે રાજકુમારની નિમણુંક

Gujarat New Chief Secrerary હિતલ પારેખ/ગાંધીનગર : આઈએએસ રાજકુમારની ગુજરાતના નવા અધિક મુખ્ય સચિવ તરીકે નિમણંક કરવામાં આવી છે.  IAS રાજ કુમારની સરકારના ચીફ સેક્રેટરી બન્યા છે. રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે રાજકુમારની નિમણૂંક કરવામાં આવી છે. ગૃહ વિભાગના અગ્ર મુખ્ય સચિવ રાજકુમાર નિમાયા છે. મુખ્ય સચિવ પંકજકુમાર 31 જાન્યુઆરીએ વયનિવૃત્ત થશે, ત્યારે પંકજકુમાર બાદ હવે રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે રાજકુમાર ચાર્જ સંભળાશે.

લાંબી ખેંચતાણ બાદ નિમણૂંક
રાજ્યની બ્યૂરોક્રસીમાં મુખ્ય સચિવ પદ માટે લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. આ મલાઈદાર પદ માટે અનેક આઈએએસ ઓફિસરોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. પરંતું આખરે રાજકુમાર નસીબના બળિયા નીકળ્યા. ગૃહ અને ઉદ્યોગ વિભાગના ACS રાજકુમાર આ પદ માટે સિનિયોરિટીમા બીજા ક્રમે હતા. તેથી તેમના ચાન્સ વધુ હતા. 

ગુજરાતમાં મુખ્ય સચિવ પંકજકુમારને મળેલું એક્સટેન્શન 31 જાન્યુઆરીએ પૂરું થઈ રહ્યું છે. રાજકુમારને મુખ્ય સચિવ પદ માટે જ ખાસ દિલ્હીથી ડિસેમ્બર, 2021 માં તેડાવાયેલા છે. જો બધું સમુસૂતરું પાર પડી રાજકુમારની નિમણૂક મુખ્ય સચિવ પદે થશે તે કન્ફર્મ ગણાતું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news