ભાવનગરમાં પિતાએ બાળકોને ફાંસો આપ્યા બાદ આપઘાત કરતા ચકચાર

 નવાગામ વરતેજ ખાતે સામૂહિક આપઘાતની ઘટના બનવા પામી છે. જેમાં લાલભાઇ નરેશભાઇ ચૌહાણ નામના પિતાએ 4 વર્ષનો પુત્ર માનવ અને 5 વર્ષની પુત્રી પ્રતિજ્ઞા સાથે દોરડા વડે લટકી જઇ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આપઘાતની ઘટનાને પગલે વરતેજ પોલીસનો કાફલો ત્યાં દોડી ગયો હતો. ઘટના સ્થળે પહોંચીને તમામ મૃતદેહોને  પોસ્ટમોર્ટમ માટે મોકલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બનાવની મળતી માહિતી અનુસાર લાલભાઇ ચૌહાણની પત્ની ઘરકંકાસને લઇ રિસામણે ગઇ હોવાના કારણે લાલભાઇએ આવેશમાં આવી પોતાના બે વ્હાલસોયા બાળકો સાથે આપઘાત કર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે સાચી હકીકત તો પોલીસ તપાસમાં જ સામે આવશે. 
ભાવનગરમાં પિતાએ બાળકોને ફાંસો આપ્યા બાદ આપઘાત કરતા ચકચાર

ભાવનગર : નવાગામ વરતેજ ખાતે સામૂહિક આપઘાતની ઘટના બનવા પામી છે. જેમાં લાલભાઇ નરેશભાઇ ચૌહાણ નામના પિતાએ 4 વર્ષનો પુત્ર માનવ અને 5 વર્ષની પુત્રી પ્રતિજ્ઞા સાથે દોરડા વડે લટકી જઇ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આપઘાતની ઘટનાને પગલે વરતેજ પોલીસનો કાફલો ત્યાં દોડી ગયો હતો. ઘટના સ્થળે પહોંચીને તમામ મૃતદેહોને  પોસ્ટમોર્ટમ માટે મોકલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બનાવની મળતી માહિતી અનુસાર લાલભાઇ ચૌહાણની પત્ની ઘરકંકાસને લઇ રિસામણે ગઇ હોવાના કારણે લાલભાઇએ આવેશમાં આવી પોતાના બે વ્હાલસોયા બાળકો સાથે આપઘાત કર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે સાચી હકીકત તો પોલીસ તપાસમાં જ સામે આવશે. 

સામૂહિક આપઘાતની ઘટનામાં પહેલા પિતાએ બંન્ને બાળકોને ફાંસી આપ્યા બાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બાળકોને ફોસલાવીને ત્રણેયને એકસાથે ફાંસો ખાધો હોય તેવી શક્યતા છે. નહી તો બાળકોને ફોસલાવીને કોઇ પ્રકારે ફાંસો આપ્યો હોય તેવી શક્યતા છે. જો કે પરિવારના સામુહિક આપઘાતના કારણે આસપાસના વિસ્તાર સહિત સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત 16 સપ્ટેમ્બર 2020ના રોજ ભાવનગરમાં વિજયરાજનગર વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા નિવૃત ડીવાયએસપીના પુત્ર પૃથ્વીરાજસિંહ ઉર્ફે પદુભા જાડેજાએ બુધવારે મોડી સાંજે પોતાના સમગ્ર પરિવાર સાથે આત્મહત્યા કરી લીધીહ તી. જેમાં પોતાની બે પુત્રીઓ, પત્ની અને કુતરાને પણ તેમણે રિવોલ્વરથી ગોલી મારી દીધી હતી. પોતે પણ લમણે બંદુક મુકીને આત્મહત્યા કરી હતી.. જેમાં પરિવારના તમામ લોકોનાં મોત નિપજ્યાં હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news