JUNAGADH મા સાધુએ યોગ કરીને સ્થાપ્યો વર્લ્ડ રેકોર્ડ, સતત 2 કલાક સુધી કર્યું શિર્ષાસન

JUNAGADH મા સાધુએ યોગ કરીને સ્થાપ્યો વર્લ્ડ રેકોર્ડ, સતત 2 કલાક સુધી કર્યું શિર્ષાસન

* જૂનાગઢના સાધુએ સૌથી લાંબા સમય સુધી યોગાસનો કરી વિક્રમ સ્થાપિત કર્યો
* પદ્માસન અને શિર્ષાસન સાથે પદ્માસન કરીને વિક્રમ સ્થાપિત કર્યો
* એક કલાક સુધી પદ્માસન અને બે કલાકથી વધુ શિર્ષાસન સાથે પદ્માસનનો વિક્રમ
* 66 વર્ષીય ઉદાસીન મહંત શ્રી બિરલાદાસજીને મેડલ સાથે પ્રમાણપત્ર એનાયત
* ભારતી આશ્રમ ખાતે સાધુ સંતો અને મેયરની ઉપસ્થિતીમાં યોજાયો કાર્યક્રમ

જૂનાગઢ : ભવનાથ તળેટીમાં પ્રગટેશ્વર મહાદેવ મંદિરના મહંત ઉદાસીન બિરલાદાસજી ગુરૂ બનારસીદાસજી બાપુએ સૌથી લાંબા સમય સુધી યોગાસનો કરી વિક્રમ સ્થાપિત કર્યો છે. એક કલાક સુધી પદ્માસન અને બે કલાકથી વધુ શિર્ષાસન સાથે પદ્માસનનો વિક્રમ સ્થાપિત કરનાર 66 વર્ષીય બિરલાદાસજીને ભારતી આશ્રમ ખાતે આયોજીત એક કાર્યક્રમમાં શ્રીમહંત હરીહરાનંદ ભારતીજી સહીતના સાધુ સંતો, મેયર ધીરૂભાઈ ગોહેલ સહીતના આગેવાનોની ઉપસ્થિતીમાં મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.

7 મા વિશ્વ યોગ દિવસ નીમીત્તે સંત બિરલાદાસજીએ સતત એક કલાક સુધી પદ્માસન કર્યુ અને બે કલાક થી વધુ શિર્ષાસન સાથે પદ્માસન કરીને વિક્રમ સ્થાપિત કર્યો, ઈન્ડીયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી અને ભારતી આશ્રમ ખાતે શ્રીમહંત હરીહરાનંદ ભારતી બાપુની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં તેમને મેડલ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. બિરલાદાસજીએ પોતાની આ સિધ્ધીને  સાધુ સંતો અને પોતાના ગુરૂજનોના આશિર્વાદ ગણાવ્યા હતા અને યોગને વિશ્વ ફલક પર મુકવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે પોતાના રેકોર્ડ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news