સુરતમાં અજાણ્યા યુવાન પર ટોળાએ હુમલો કરીને ઘાતકી હત્યા કરી નાખી

શહેરમાં દિવસેને દિવસે અસામાજીક તત્વો બેફામ બન્યા છે. સુરતનાં વરાછામાં આવી જ એક મોબ લિન્ચિંગની ઘટના સામે આવી હતી. જેમાં એક યુવાનને ચોર હોવાની આશંકાએ લોકોએ ઢોર માર માર્યો હતો. આ માર યુવાન માટે જીવલેણ સાબિત થયો હતો. પોલીસને જ્યારે યુવાનની લાશ મળી ત્યારે આ ઘટના અંગે માહિતી નહોતી પરંતુ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે તે વિસ્તારનાં સીસીટીવી ચેક કરતા તેને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. 

Updated By: Sep 25, 2020, 11:16 PM IST
સુરતમાં અજાણ્યા યુવાન પર ટોળાએ હુમલો કરીને ઘાતકી હત્યા કરી નાખી

સુરત : શહેરમાં દિવસેને દિવસે અસામાજીક તત્વો બેફામ બન્યા છે. સુરતનાં વરાછામાં આવી જ એક મોબ લિન્ચિંગની ઘટના સામે આવી હતી. જેમાં એક યુવાનને ચોર હોવાની આશંકાએ લોકોએ ઢોર માર માર્યો હતો. આ માર યુવાન માટે જીવલેણ સાબિત થયો હતો. પોલીસને જ્યારે યુવાનની લાશ મળી ત્યારે આ ઘટના અંગે માહિતી નહોતી પરંતુ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે તે વિસ્તારનાં સીસીટીવી ચેક કરતા તેને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. 

કોરોનાને કારણે ઓક્સિજનની માંગમા અચાનક ઉછાળો, કિંમત બેથી અઢી ગણી થઇ

અત્રે ઉલ્લેખનીય છે કે, એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ પુણાની સરદાર માર્કેટનાં ગેટ પાસેથી મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. આશરે 25 વર્ષની ઉંમરનો આ યુવાનની કોણે હત્યા કરી કઇ રીતે કરી તે અંગે પોલીસે તપાસ આદરી હતી. મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમમાં ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો. સીસીટીવી ચેક કરતા અજાણ્યા લોકો આ યુવાનને ટેમ્પોમાં લાવી દુકાનમાં ગોંધીને માર મારી રહ્યા હોવાનું દેખાઇ રહ્યું છે. 

ભરૂચ: ઉંચો ટોલટેક્સ વસુલતી કંપનીઓ સેવાના નામે ખાડા, 16 કિલોમીટર લાંબો ટ્રાફીક જામ

લાકડાના ફટકા મારીને અનિશ અબુબકર મેમણ નામના વ્યક્તિની (હિરા પન્ના એપાર્ટમેન્ટ, તરસાલી કોસંબા) હત્યા કર્યાનું સામે આવ્યું છે. માર માર્યા બાદ આ તમામ લોકો દુકાનમાં પડેલું લોહી પણ સાફ કરી નાખે છે. ત્યાર બાદ માર ખાનાર વ્યક્તિ ચાલતા ચાલતા આગળ જાય છે. તે થોડા આગળ જઇને પડી જાય છે. જ્યાં તેનું મોત નિપજે છે. 

Gujarat Corona Update: 1442 નવા કેસ નોંધાયા, 12નાં મોત, 1279 દર્દીઓ સાજા થયા

મરનાનાં મોતનું કારણ બ્રેઇન હેમરેજ હોવાનું સામે આવ્યું છે. જે દુકાનમાં હત્યા થઇ તે 20 દિવસ પહેલા અનિ મેમણે ભાડે રાખી હતી. અહીં આ ઘટના બની હતી. જો કે પુણે અનેવરાછા પોલીસ વચ્ચે હદના મુદ્દે ચાલી રહેલાવિવાદના કારણે પોલીસ કેસ થવામાં પણ વિલંબ થયો હતો. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube