કૃષિ પશુપાલન કે શૈક્ષણિક હેતુથી ખરીદાયેલી જમીન માટે કલેક્ટરની મંજૂરી નહી લેવી પડે

મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદિની દિર્ધદ્રષ્ટી અને સમયબદ્ધ આયોજનના પરીણામે આજે ગુજરાત દેશનું રોલ મોડલ બની રહ્યું છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વવાળી રાજ્ય સરકારે વિવિધ મહેસૂલી સુધારાઓ કર્યા છે. જેના ખૂબ સારા પરીણામો પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજ્યમાં ગણોત કાયદાઓમાં ક્રાંતિકારી મહેસૂલી સુધારાનો અભિગમ અપનાવી ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને વધુ વેગવાન બનાવવાનો માર્ગ સરળ કર્યો છે. ગુજરાત રાજ્ય ઔદ્યોગિક રીતે ખૂબ જ વિકસિત રાજ્ય છે. તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે દેશના અગ્રણી રાજ્યો પૈકીનું એક રાજ્ય પણ છે. જેના કેન્દ્રમાં જમીન એક અગત્યનું પરીબળ છે. રાજ્યમાં કૃષિ, પશુપાલન, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે વિકાસની વ્યાપક તકો ખૂલે તે માટે ઔદ્યોગિક મૂડી રોકાણો આકર્ષિત કરવા અંગે ધ્યાને રાખીને ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા (સુધારા) વિધેયક-2020 રજૂ કરવામાં આવ્યું હતું.

Updated By: Sep 25, 2020, 11:54 PM IST
કૃષિ પશુપાલન કે શૈક્ષણિક હેતુથી ખરીદાયેલી જમીન માટે કલેક્ટરની મંજૂરી નહી લેવી પડે

અમદાવાદ : મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદિની દિર્ધદ્રષ્ટી અને સમયબદ્ધ આયોજનના પરીણામે આજે ગુજરાત દેશનું રોલ મોડલ બની રહ્યું છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વવાળી રાજ્ય સરકારે વિવિધ મહેસૂલી સુધારાઓ કર્યા છે. જેના ખૂબ સારા પરીણામો પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજ્યમાં ગણોત કાયદાઓમાં ક્રાંતિકારી મહેસૂલી સુધારાનો અભિગમ અપનાવી ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને વધુ વેગવાન બનાવવાનો માર્ગ સરળ કર્યો છે. ગુજરાત રાજ્ય ઔદ્યોગિક રીતે ખૂબ જ વિકસિત રાજ્ય છે. તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે દેશના અગ્રણી રાજ્યો પૈકીનું એક રાજ્ય પણ છે. જેના કેન્દ્રમાં જમીન એક અગત્યનું પરીબળ છે. રાજ્યમાં કૃષિ, પશુપાલન, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે વિકાસની વ્યાપક તકો ખૂલે તે માટે ઔદ્યોગિક મૂડી રોકાણો આકર્ષિત કરવા અંગે ધ્યાને રાખીને ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા (સુધારા) વિધેયક-2020 રજૂ કરવામાં આવ્યું હતું.

સુરતમાં અજાણ્યા યુવાન પર ટોળાએ હુમલો કરીને ઘાતકી હત્યા કરી નાખી

શિક્ષણ કે આરોગ્ય હેતુસર ખેતીની જમીન લેવા કલેક્ટરની મંજૂરી નહીં લેવી પડે
મંત્રીએ આ સુધારા વિધેયક રજૂ કરતાં જણાવ્યું હતું કે, ‘આ સુધારા વિધેયકથી ગણોતધારામાં નવી ઉમેરાયેલી કલમ-63-કકકથી સમગ્ર રાજ્યમાં હવે કૃષિ યુનિવર્સિટી, પશુપાલન યુનિવર્સિટી, શિક્ષણ, તબીબી શિક્ષણ કે આરોગ્ય જેવાં હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે જિલ્લા કલેકટરની પૂર્વ પરવાનગી નહીં લેવી પડે. આવી જમીનની ખરીદિ કર્યા બાદ એક મહિનામાં જિલ્લા કલેકટરને જાણ કરી બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝની જેમ જ જરૂરી પ્રમાણપત્રો મેળવીને નિયત સમયમાં પ્રોજેકટ કામગીરી શરૂ કરી શકાશે. ભૂતકાળમાં આવી જમીનની ખરીદિ માટે બિનખેડૂત સંસ્થાઓ કે વ્યક્તિઓએ જિલ્લા કલેક્ટર પાસે મંજૂરી મેળવવાનું આવશ્યક હોવાના પરિણામે લાંબા સમય સુધી ટાઇટલ ક્લિયરન્સ, ઇન્સ્પેક્શન વગેરેમાં જતો સમય અને પ્રોજેકટ શરૂ કરવામાં થતા વિલંબની સમસ્યાનો હવે આ નવી ક્રાંતિકારી વ્યવસ્થાથી અંત આવશે.’

કચ્છ: રાપરમાં જાહેરમાં વકીલની ઘાતકી હત્યાથી ચકચાર, કાયદો અને વ્યવસ્થા બન્યા મજાક

હોલિસ્ટીક ડેવલેપમેન્ટની નવી દિશા ખૂલી
મહેસૂલ મંત્રીએ ઉમેર્યુ હતુ કે, ‘ગુજરાત મેડિકલ-એન્જિનિયરીંગ અને વ્યવસાયિક શૈક્ષણિક ક્ષેત્ર સાથે-સાથે સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ્સ સહિતનું હબ બન્યું છે. ત્યારે મુખ્યમંત્રીએ કૃષિ, પશુપાલન યુનિવર્સિટી તેમજ તબીબી-ઇજનેરી શિક્ષણ અને અન્ય શૈક્ષણિક હેતુઓ માટે સરળતાએ જમીન ઉપલબ્ધ થઇ શકે તેવા ઉદાત્ત ભાવથી રાજ્યમાં હોલિસ્ટીક ડેવલપમેન્ટની નવી દિશા ખોલી આપી છે.’

અમદાવાદમાં કાયદાની સ્થિતિ કથળી! વસ્ત્રાપુરમાં રાત્રે નાસ્તો કરવા જતા પહેલા ખાસ વાંચજો

જમીન ખરીદ્યા પછી ઉદ્યોગ શરૂ ન કરી શકીએ તો શું?
મહેસૂલ મંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, ‘રાજ્યમાં બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે જમીન ખરીદિ હોય પરંતુ કોઈ કારણસર ઉદ્યોગ શરૂ ન કરી શકે અને વેચાણ કરવાનું જરૂરી હોય ત્યારે પ્રમાણપત્રની તારીખથી 3થી 5 વર્ષ માટે 100 ટકા, 5થી 7 વર્ષ માટે 60 ટકા, 7થી 10 વર્ષ માટે 30 ટકા અને 10 વર્ષ પછી 25 ટકા પ્રવર્તમાન જંત્રીની રકમ વસૂલ લઇને વેચાણની પરવાનગી આપી શકાશે. વધુમાં, જી.ડી.સી.આર.ની જોગવાઈ મુજબ ઔદ્યોગિક હેતુનો ઉપયોગ શક્ય ન હોય તેવા કિસ્સામાં જી.ડી.સી.આર.ની જોગવાઈ હેઠળ જાહેર કરેલ ઝોન મુજબ જમીનનો ઉપયોગ કરવાના હેતુ માટે પરવાનગી આપવામાં આવશે. આવી જમીનોના કિસ્સામાં કંપનીના મર્જર, જોઇન્ટ વેન્ચર, એમાલગ્મેશન કે પોતાની જ પેટા કંપની, ગૃપ કંપની અથવા સહયોગી કંપનીને તબદિલ કરાયેલા જમીનના કિસ્સામાં જંત્રીની 10 ટકા રકમ વસૂલીને પરવાનગી અપાશે. દેવા વસૂલી ટ્રીબ્યુનલ, NCLT, ફડચા અધિકારી કે નાણાંકીય સંસ્થાઓ મારફતે થતી હરાજીમાં આવી જમીનો ખરીદનારે હરાજી હુકમના 60 દિવસમાં અરજી કરી હોય તો જંત્રીના 10 ટકા રકમ વસૂલી તબદિલીની મંજૂરી આપવામાં આવશે.’

કોરોનાને કારણે ઓક્સિજનની માંગમા અચાનક ઉછાળો, કિંમત બેથી અઢી ગણી થઇ

આ વિધેયકથી પડતર જમીનનો ઉપયોગ શરૂ થશેઃ મહેસૂલ મંત્રી
મહેસૂલ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયાઓને સરળ-પારદર્શી અને સ્વચ્છ વહીવટ માટેની જે અનેક પહેલો કરી છે. તેમાં આ નિર્ણયો વધુ એક સિમાચિહ્ન બનશે. ઉદ્યોગ સાહસિકો દ્વારા ખરીદવામાં આવેલી ખેતીની જમીનોના પ્રશ્નોનું નિવારણ થતાં પડતર રહેલી જમીનોનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાશે. તેમજ કૃષિ, પશુપાલન, શિક્ષણ સહિત મેડિકલ, ઇજનેરી શિક્ષણ-આરોગ્ય ક્ષેત્રમાં પણ વિકાસની ક્ષિતીજો ખૂલતાં મુખ્યમંત્રીની ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાની નેમ પાર પડશે. વિકાસની નવી તકો-રોજગારીની નવી દિશા મળશે. આ વિધેયક વિધાનસભા ખાતે બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું..

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube