ઇનામદારનું ઇમાનદાર નિવેદન: સંવેદનશીલ મુખ્યમંત્રી લોકડાઉન અંગે વિચારે, ઇન્જેક્શન લોકો બ્લેકમાં ખરીદવા મજબુર
Trending Photos
વડોદરા : જિલ્લાના સાવલી ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખીને ગ્રામ્ય વિસ્તારોની હોસ્પિટલોમાં ઓક્સિજન અને રેમડેસિવર જથ્થો પુરો પાડવાનીમાંગ કરી છે. વડોદરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારની હોસ્પિટલોને કેટેગરીમાં વહેંચીને ઓક્સિજન પુરવઠ્ઠો બંધ કરી દીધો છે. આ નિર્ણય પરત ખેંચવા માટેની માંગ કરી છે. આ ઉપરાંત રેમડેસિવિર અને ટોસિલિઝુમેમબ નામના બે ઇન્જેક્શનની કાળા બજારી બંધ કરવા માટેની રજુઆત પણ સરકારમાં કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેતન ઇનામદાર અગાઉ પણ સરકારમાં પોતાની નાખુશી પ્રકટ કરી ચુક્યાં છે. હાલની કોરોના મહામારીમાં ભાજપની કેન્દ્ર અને ગુજરાત સરકારની કામગીરી સામે નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જેના કારણે જનતામાં હવે સ્થાનિક નેતાઓ પ્રત્યે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જો કે હાલ વડોદરા પાલિકા દ્વારા ઓક્સિજનનો જથ્થો શહેર અને ગ્રામ્ય હોસ્પિટલોને આપવામાં આવતો હોવાના કારણે હવે અચાનક હોસ્પિટલોને કેટેગરીમાં વહેંચી શહેરની કેટલીક હોસ્પિટલો અને ગ્રામ્ય વિસ્તારની હોસ્પિટલોને જથ્થો આપવાનો બંધ કર્યો છે.
હોસ્પિટલમાં બેડ ઓછા કરવા અંગે પણ ચર્ચા ચાલી રહી છે. તો સરકાર તથા સેવાભાવી સંસ્થાઓ દ્વારા સાવલી અને ડેસર ખાતે ઓક્સિજન બેડ તૈયાર કરેલા છે અને અન્ય તૈયારીઓ પણ ચાલી રહી છે તેનું શું કરવું, પહેલાથી જ ગ્રામ્ય વિસ્તારોમાં ઓક્સિજન ઓછો અપાઇ રહ્યો છે. જે જથ્થો હવે બંધ થશે તો દર્દીઓનું શું થશે. આ અંગે હું સકથ વિરોધ નોંધાવું છું.
તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો કે, ગુજરાત રાજ્યનાં સંવેદનશીલ મુખ્યમંત્રીઓ છો તો આ બાબતે ગંભીરતાથી વિચારણા કરો . વડોદરા શહેર જિલ્લાની મધ્યમાં આવેલું છે. જેના કારણે આસપાસનાં દર્દીઓ પણ અહીં જ આવે છે. જેથી ભવિષ્યને ધ્યાનમા રાખી સ્થિતીની ગંભીરતા જોઇને આગામી નિર્ણયો લેવામાં આવે તે જરૂરી છે.
ગ્રામ્ય સ્તરે આ મહામારી ધીરે ધીરે ફેલાઇ રહી છે. ગત્ત વર્ષે કોરોનાને કારણે સામાજિક પ્રસંગો કર્યા નહોતા. તેના કારણે હાલમાં સામાજિક પ્રસંગો પણ મોટા પ્રમાણમાં છે. જેથી લોકોની અવર જવર પણ વધારે રહે છે. જેથી સંક્રમણ વધારે ફેલાવાની શક્યતા છે. તેવામાં મહામારીની ચેન તોડવા માટે લોકડાઉન જેવું પગલું ભરવામાં આવે તે બાબતે પણ ગંભીરતાથી વિચારણા કરવામાં આવે. લોકો પોતાનાં સ્વજનોને બચાવવા માટે રેમડેસિવિર અને ટેસિલિઝુમેબ જેવા ઇન્જેક્શનો અનેક ગણા ભાવે ખરીદવા માટે મજબુર બન્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે