ચંદ્રયાનને લઇને ગુજરાતમાં થયું દુનિયાના સૌથી મોટા ૐ નું ઉદઘાટન, જુઓ આહલાદક તસવીરો

વિજાપુર નજીક ઋષિવનમાં ચંદ્રયાન લોન્ચિંગ ને લઈ ઉજવણી કરાઇ હતી. જ્યાં ચંદ્રયાન ના લોન્ચિંગને સૌથી મોટો ૐ બનાવી અનોખી ઉજવણી કરાઇ હતી. ઓમ બોલવાથી વ્યક્તિ માત્ર ને પોઝિટિવ ઊર્જા પ્રદાન થતી હોય છે.

ચંદ્રયાનને લઇને ગુજરાતમાં થયું દુનિયાના સૌથી મોટા ૐ નું ઉદઘાટન, જુઓ આહલાદક તસવીરો

તેજસ દવે/મહેસાણા: ચંદ્રયાન લોન્ચિંગને લઈને મહેસાણાના વિજાપુર નજીક ઋષિવન ખાતે દુનિયાના સૌથી ઉંચા ૐ નું ઉદઘાટન કરી ૐ ની પોઝિટિવ ઊર્જા થકી ચંદ્રયાનને સફળતા મળે તેવી પ્રાર્થના કરાઈ હતી. 

વિજાપુર નજીક ઋષિવનમાં ચંદ્રયાન લોન્ચિંગ ને લઈ ઉજવણી કરાઇ હતી. જ્યાં ચંદ્રયાન ના લોન્ચિંગને સૌથી મોટો ૐ બનાવી અનોખી ઉજવણી કરાઇ હતી. ઓમ બોલવાથી વ્યક્તિ માત્ર ને પોઝિટિવ ઊર્જા પ્રદાન થતી હોય છે. વ્યક્તિના શરીર માંથી રોગ ભગાડી દેતું હોય છે ઓમ નો ઉચ્ચાર. ત્યારે ભગવાન શિવ નું પ્રતીક એવા 31×41 ફૂટના ૐ નું ઋષિવન ખાતે અનાવરણ કરાયું હતું. 

No description available.

ઉપરાંત 11000 વૃક્ષોનું પર્યાવરણ ના જતન માટે વૃક્ષારોપણ કરાયુ હતું. અને ચંદ્ર્યાન સફળતા ની શુભકામના માટે 70 લાખ જેટલા વૃક્ષો વાવેતર માટે પણ આજથી શરૂઆત કરાઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news