ભારત-પાક. આંતરરાષ્ટ્રીય સરહદે મોટા કૌભાંડનો પર્દાફાશ, BSF, SOG અને બાડમેર પોલીસે 35 કરોડનું 14 કિલો હેરોઇન ઝડપ્યું

ગુજરાત ફ્રન્ટીયર BSFના જનસંપર્ક અધિકારીએ સમગ્ર ઘટનાની માહિતી પ્રેસ રિલીઝ મારફતે રજૂ કરી છે. જેમાં ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીકથી 14 કિલો હેરોઇનનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.

 ભારત-પાક. આંતરરાષ્ટ્રીય સરહદે મોટા કૌભાંડનો પર્દાફાશ, BSF, SOG અને બાડમેર પોલીસે 35 કરોડનું 14 કિલો હેરોઇન ઝડપ્યું

ઝી ન્યૂઝ/કચ્છ: ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ આવતું નથી, તે ક્યારેક આતંકીઓને ઘૂસાડે છે, તો ક્યારેક ડ્રગ્સ... તે હંમેશાં પોતાની કાળી કરતૂતોથી વિદેશમાં જાણીતી થઈ ગયું છે. ત્યારે ફરી એકવખત બીએસએફ દ્વારા ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશ કરનામાં આવ્યો છે. જેમાં સરહદ પાસેથી 35 કરોડનું હેરોઇન જપ્ત કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીકથી 14 કિલો હેરોઈન જપ્ત કરાયું છે. આ સંયુક્ત ઓપરેશનમાં બીએસએફ, એસઓજી અને બાડમેર પોલીસનો મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. ઝડપાયેલ હેરોઈનની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 35 કરોડ રૂપિયા છે.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સની સતર્કતાના કારણે સરહદ નજીક પાકિસ્તાનમાંથી ભારતમાં ઘુસાડવામાં આવતા ડ્રગ્સ કૌભાંડમાં સંડોવાયેલા તત્વોના ઇરાદા સફળ થાય તે પહેલા જ તેમને ડામી દેવામાં આવ્યો છે. સીમા પર બીએસએફ હંમેશાં પાકિસ્તાન તરફથી થતી આવી ગેરકાયદેસર ગતિવિધિઓ પર નજર રાખે છે, જેના કારણે ફરી પાકિસ્તાનથી ડ્રગ્સ ઘુસાડવાનું કૌભાંડ સફળ થયું નથી.

ગુજરાત ફ્રન્ટીયર બીએસએફના જનસંપર્ક અધિકારીએ સમગ્ર ઘટનાની માહિતી પ્રેસ રિલીઝ મારફતે રજૂ કરી છે. જેમાં ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીકથી 14 કિલો હેરોઇનનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઝડપાયેલા આ હેરોઇનની કિંમત અંદાજે 35 કરોડ રૂપિયા છે.  બીએસએફ, એસઓજી અને બાડમેર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બાડમેર જિલ્લાના પીએસ ગડરા રોડ પર પાંચાલા ગામ પાસેથી આ હેરોઇન જપ્ત કરવામાં સફળતા હાથ લાગી છે.

બીએસએફ અને તપાસ અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. બીએસએફ, એસઓજી અને બાડમેર પોલીસ આ હેરોઇનનો જથ્થો કેવી રીતે અહીં લાવવામાં આવ્યો, કોણ આ જથ્થો લાવ્યું?, આ હેરોઇન ક્યાં ક્યાં પહોંચાડવાનું હતું? જેવા અનેક સવાલો પર તપાસ કરવામાં આવી છે. એટલું જ નહીં આ ષડ્યંત્રમાં કોણ સંડોવાયેલું છે તેની પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે  ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર BSF સતર્ક છે. અને તેઓ હમણાં જ સરક્રીક વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિ ધ્યાને આવતા બીએસએફ ભુજની ટુકડીઓ પેટ્રોલિંગ કરતી વખતે સર ક્રીક વિસ્તારમાંથી ઘૂસણખોરી કરનારા પાકિસ્તાની માછીમાર અને 3 ફિશિંગ બોટ ઝડપી લીધી હતી ત્યારે હવે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશ પણ BSFની સતર્કતાના કારણે થયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news