ગિરનારી સંત કાશ્મીરી બાપુનો જીવનદીપ બુઝાયો; આજે બપોરે 3 વાગે સમાધિ, બાપુની ઉંમર 100, 200 કે 500 વર્ષનું શું છે સત્ય?

કાશ્મીરીબાપુને ફેફસાંમાં ઇન્ફેક્શનની તકલીફ ઘણા વખતથી હતી અને છેલ્લા 10 વર્ષથી તેઓને દિવસમાં 5થી 7 વખત નેબ્યુલાઇઝરની ટ્રીટમેન્ટ લેવી પડતી હોવાનું પણ જાણવા મળ્યું છે. કાશ્મીરી બાપુની વય વિશે અનેક માન્યતા છે, આમ છત્તાં તેઓ 97થી 100 વર્ષનાં હોવાનું માની શકાય, તેવું તેમના સેવક પાસેથી જાણવા મળ્યું છે.

ગિરનારી સંત કાશ્મીરી બાપુનો જીવનદીપ બુઝાયો; આજે બપોરે 3 વાગે સમાધિ, બાપુની ઉંમર 100, 200 કે 500 વર્ષનું શું છે સત્ય?

ઝી ન્યૂઝ/ જૂનાગઢ: કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થતા હજારો ભક્તોમાં ઘેરો શોક વ્યાપી ગયો છે અને બ્રહ્મલીન કાશ્મીરી બાપુના અંતિમ દર્શને મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે, ત્યારે આજે સંતો-મહંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં કાશ્મીરી બાપુને સમાધિ આપવામાં આવશે. આજે બપોરે 3 વાગ્યે કાશ્મીરી બાપુને સમાધિ આપવામાં આવશે અને સમાધિ આપ્યાના 3 દિવસ બાદ પરંપરા મુજબ જુવારવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે.

કાશ્મીરીબાપુને ફેફસાંમાં ઇન્ફેક્શનની તકલીફ ઘણા વખતથી હતી અને છેલ્લા 10 વર્ષથી તેઓને દિવસમાં 5થી 7 વખત નેબ્યુલાઇઝરની ટ્રીટમેન્ટ લેવી પડતી હોવાનું પણ જાણવા મળ્યું છે. કાશ્મીરી બાપુની વય વિશે અનેક માન્યતા છે, આમ છત્તાં તેઓ 97થી 100 વર્ષનાં હોવાનું માની શકાય, તેવું તેમના સેવક પાસેથી જાણવા મળ્યું છે. કાશ્મીરી બાપુ નિરંજની અખાડાનાં હોવાને લીધે અખાડાનાં આગેવાન સંત અને પ્રયાગરાજથી વાઘંબરી ગાદીના શ્રીમહંત બલવીરપુરીજી પણ સમાધિમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મુંબઇના મહાલક્ષ્મીમાં હનુમાનજી મંદિરના શ્રીમહંત કેશવપુરીજી અને બાપુનાં ગુરૂભાઇ હરગોવિંદપુરીજી સહિતના સંતો-મહંતો અને ભક્તોની હાજરી સમાધિ આપવામાં આવનાર છે.

બાપુ બ્રહ્મલીન થયા બાદ તેમના પાર્થિવ દેહને સ્નાન કરાવવામાં આવ્યું અને ત્યારબાદ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે તેમના પાર્થિવદેહને સમાધિ અવસ્થામાં બેસાડી કાચની પેટીમાં ભાવિકોના દર્શનાર્થે રાખવામાં આવ્યો છે. બાપુના દર્શનાર્થે આવતી ભીડને કાબુમાં લેવા જગ્યા ખાતે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. વર્ષો સુધી જંગલમાં આવેલ આશ્રમમાં ધૂણી ધખાવી ભજન સાથે ભોજન કરાવી સતત અન્નક્ષેત્ર ધમધમતું રાખનાર નિરંજન અખાડાના સંત કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયા હોવાના સમાચાર વાયુ વેગે શહેરમાં પહોંચતા મોટી સંખ્યામાં લોકો તેમના અંતિમ દર્શને ઉમટ્યા છે.

કાશ્મીરી બાપુની ઉંમર વિશે માન્યતા..
આજે અમે તમને જૂનાગઢના જંગલમાં રહેતા એક એવા સંત મહાત્મા વિશે જાણકારી આપવાના છીએ કે તેમની ઉંમર વિશે લોકો અલગ-અલગ પ્રકારની અંદાજ લગાવી રહ્યા છે. લોકો તેમની ઉંમર 300 વર્ષે 400 વર્ષ કે પાંચસો વર્ષ કહી રહ્યા છે. કાશ્મીરી બાપુનો આશ્રમ જૂનાગઢ જિલ્લામાં આવેલા જંગલની વચ્ચે આવેલો છે. અને લોકો એવું માને છે કે કાશ્મીરી બાપુ સાડા પાંચસો વર્ષોથી લોકોની સેવા કરી રહ્યા છે. જૂનાગઢના સંતના દર્શન કરવા માટે ફક્ત ગુજરાતના નહીં પરંતુ દેશ વિદેશમાંથી લોકો અહીં આવે છે. 

લોકો તેમના ચહેરા ઉપર રહેલું તેજના કારણે આજે પણ તેમની સાચી ઉંમરનો કોઈ પણ પ્રકારે અંદાજ લગાવી શકતા નથી. આશ્રમની વિશિષ્ટ ખાસિયત એ છે કે આશ્રમમાં આવનારા દરેક દર્શનાર્થીઓ માટે 24કલાક ભોજનશાળા ચાલુ હોય છે. તમે દિવસમાં ગમે તે સમયે જાઓ તમને અહીં ભોજન પ્રાપ્ત થશે. અહીં બાપુના આશ્રમમાં હજારો ભૂખ્યા લોકોને ભોજન આપવામાં આવે છે. અને તે પણ એક પણ રૂપિયાનું દાન લીધા વગર.. અહીંયા કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવતું નથી. જૂનાગઢની ભૂમિને સંતોની ભૂમિ તરીકે જોવામાં આવે છે. કારણ કે જૂનાગઢ અને સંતનું પિયર કહેવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news