ડ્રગ્સના ખતરનાક ખેલનો પર્દાફાશ : પુસ્તક-રમકડામાં મૂકીને કુરિયરમાં છેક અમેરિકા-કેનેડાથી ડ્રગ્સ મંગાવાતું

Ahmedabad Cyber Unit caught book pages in drug delivery racket : અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો સાયબર યુનેટે કર્યો પર્દાફાશ..... કેનેડાથી ભારતના અલગ અલગ રાજ્યોમાં મોકલતા હતા ડ્રગ્સ.... ડાર્ક વેબ, સોશિયલ મીડિયાનો કરતા હતા  ઉપયોગ..સાયબર યુનિટ અને કસ્ટમ વિભાગે બુક, રમકડાંમાંથી ડ્રગ્સ ઝડપ્યું

ડ્રગ્સના ખતરનાક ખેલનો પર્દાફાશ : પુસ્તક-રમકડામાં મૂકીને કુરિયરમાં છેક અમેરિકા-કેનેડાથી ડ્રગ્સ મંગાવાતું

Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદ સાયબર યુનિટે ડ્રગનું આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે. કેનેડામાંથી આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા દ્વારા ભારતના અલગ અલગ વિસ્તારોમાં ડ્રગ મોકલાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ડાર્ક વેબ અને સોશ્યલ મીડિયાના ઉપયોગ કરી કેનેડા, અમેરિકા અને ફુકેટથી આંતરરાષ્ટ્રીય કુરિયર કંપની થકી બુક્સ અને રમકડામાં ડ્રગ મંગાવવામાં આવી રહ્યું છે. પુસ્તકના પાનામાં ડ્રગ પલાળીને રાખવામાં આવતું હોવાનું અને ડિલિવરી પછી પાનાનાં નાના ટુકડાઓ કરીને ડ્રગ તૈયાર કરવાના ષડયંત્રનો આખરે પર્દાફાશ થયો છે. સાયબર યુનિટ અને કસ્ટમ વિભાગે મોટી સંખ્યામાં બુક્સ અને રમકડા પકડ્યા છે. ડ્રગ પેડલર્સ અને ખરીદનારાઓને ટ્રેસ કરી લેવામાં આવ્યો હોવાનો દાવો કરાયો છે. 2.31 ગ્રામનું 2 લાખ 31 હજારનું કોકેઈન અને 6 કિગ્રા આંતરરાષ્ટ્રીય ગાંજા પકડ્યો છે, જેની કિંમત 46 લાખથી વધુની થાય છે. 

અમદાવાદ સાયબર યુનિટે આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેડનો પર્દાફાશ કર્યો છે. કેનેડાથી ભારત ડ્રગ્સ મોકલવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. 2.31 લાખની કિંમતનું 2.31 ગ્રામ કોકેઈન ઝડપી પાડવામાં આવ્યું છે. તો 46 લાખની કિંમતનો 6 કિલો ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે. 

ડ્રગ માફિયા ભારતના અલગ અલગ રાજ્યોમાં ડ્રગ્સ મોકલતા હતા. આ માટે તેઓ ડાર્ક વેબ, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા. માફિયાઓ US, કેનેડા, ફુકેટથી ડ્રગ્સ મોકલતા હતા. કુરિયર કંપનીની આડમાં બુક, રમકડાંમાં ડ્રગ્સ મોકલતા હતા. બુકમાં ડ્રગ્સ પલાળી રાખવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો છે. 

ડ્રગ માફિયા ડિલીવરી બાદ પાનાના નાના ટુકડા કરી ડ્રગ્સ તૈયાર કરતા હતા. સાયબર યુનિટ, કસ્ટમ વિભાગે બુક, રમકડાંમાંથી ડ્રગ્સ ઝડપ્યું છે. ડ્રગ્સ પેડલર્સ, ખરીદનારને ટ્રેસ કરી લેવાયાનો પણ દાવો સાયબર યુનિટ દ્વારા કરાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news