રેલવે ટ્રેક પર ઊભા રહીને ફોટો પડાવવાનું યુવાનને પડ્યું ભારે, અચાનક ટ્રેન આવી પછી જે થયું જુઓ તેનો Live Video

જામનગરમાં રેલવે ટ્રેક પર ઊભા રહીને ફોટો પડાવવાનું યુવાનને પડ્યું ભારે, જુઓ અચાનક ટ્રેન આવી અને જે થયું એનો Live Video.ઘણાં લોકોને ગમે ત્યાં ઊભા રહીને ફોટો પડાવવાનો શોખ હોય છે. ક્યારેક આ પ્રકારની હરકત તમારા માટે જોમખી સાબિત થઈ શકે છે.

રેલવે ટ્રેક પર ઊભા રહીને ફોટો પડાવવાનું યુવાનને પડ્યું ભારે, અચાનક ટ્રેન આવી પછી જે થયું જુઓ તેનો Live Video

મુસ્તાક દલ, જામનગરઃ ઘણાં લોકોને ગમે ત્યાં ઊભા રહીને ફોટો પડાવવાનો શોખ હોય છે. ક્યારેક આ પ્રકારની હરકત તમારા માટે જોમખી સાબિત થઈ શકે છે. ખાસ કરીને યુવા વર્ગમાં સેલ્ફી લેવાનું ભયંકર ગાંડપણ હોય છે. યુવાનો ગમે ત્યાં ઊભા રહીને સેલ્ફી લેતા જોવા મળે છે. ભૂતકાળમાં અનેક એવાં કિસ્સા સામે આવી ચૂક્યાં છે જેમાં સેલ્ફી લેવાની લ્હાયમાં યુવાનોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હોય. કોઈ ઉંચાઈ પરથી નીચે પટકાયું, તો કોઈ નદી કે દરિયામાં ડુબી ગયું, સેલ્ફીના ગાંડપણને કારણે અનેક લોકોએ જુવ ગુમાવ્યો છે. એટલું જ નહીં કેટલાંક લોકો તો એનાથી પણ આગળ વધીને જીવના જોખમે વીડિયો બનાવીને સોશલ મીડિયા પર અપલોડ કરતા હોય છે. 

આવું જ કંઈક ગુજરાતના જામનગરમાં બન્યું છે.  જામનગરમાં રેલવે ટ્રેક પર બેસીને એક યુવાન બિંદાસ્ત ફોટા પડાવી રહ્યો હતો. જામનગર શહેરના સાંઢીયા પુલ નજીક રેલવે ટ્રેક પરની આ ઘટના છે. જયાં આ મહાશયે પોતાનું એક્ટિવા રેલવેની પટરી પર પાર્ક કરીને રાખ્યું હતું અને ત્યાર બાદ તેના પર બેસીને ફોટો પડાવતા હતાં. જોકે, આ હરકતને કારણે પછી જે બન્યુ એ જોઈને તમે પણ દંગ રહી જશો.

આ યુવાન બેખૌફ થઈને રેલવે ટ્રેક પર એક્ટવા પર ફોટો પડાવી રહ્યો હતો. એવામાં અચાનક જ રેલવે ટ્રેક પરથી સામે પાટેથી પુરપાટ ઝડપે ટ્રેન તેની તરફ દોડતી આવી રહી હતી. ટ્રેનને નજીક આવતી જોઈને તો યુવાન ચોંકી ગયો અને અચાનક પોતાનું એક્ટિવા રેલવે ટ્રેકથી હટાવવાનો પ્રયાસ શરૂ કર્યો. યુવાને પુરુ જોર લગાવીને રેલવે ટ્રેક પર બે પાટાની વચ્ચે પાર્ક કરેલાં એક્ટિવાને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કર્યો. એટલું જ નહીં પુરપાટ ઝડપે પોતાની તરફ આવી રહેલી ટ્રેનને રોકવા આ યુવાન ટ્રેનની એકદમ સામે પણ આવી ગયો. જોકે, યુવાનની બુમોનો ટ્રેનને કોઈ ફેર પડ્યો નહીં. અને પછી જે થયું એવું તમે ક્યારેય નહીં જોયું હોય. આ સમગ્ર ઘટનાનો એક્સક્લુસિવ વીડિયો હાલ સામે આવ્યો છે. ZEE 24 કલાક પર તમે આ દિલધડક અકસ્માતનો લાઈવ વીડિયો જોઈ શકો છો. વીડિયો જોઈને તમને પણ કંપારી છુટી જશે.

— Zee 24 Kalak (@Zee24Kalak) June 10, 2021

હાલ આ સમગ્ર ઘટના અંગે તપાસ પણ હાથ ધરવામાં આવી છે. જોકે, સવાલ એ થાય છેકે, યુવાનો આવું ગાંડપણ શા માટે કરે છે. આ પ્રકારની હરકત આવા શોખને કારણે તેમનો અને બીજા લોકોનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. આ ઘટનામાં તો યુવાનનો બચાવ થઈ જાય છે. પણ એટલું યાદ રાખવું જોઈકે. દર વખતે કિસ્મત સાથ નથી આપતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news