જામનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિને ડામવા પોલીસની મેગા ડ્રાઇવ, બુટલેગરોમાં ફફડાટ

શહેર અને જિલ્લામાં વધતા જતા દારૂના હાટડાઓ અને ગેરકાયદે પ્રવૃત્તિઓને ડામવા માટે જિલ્લા પોલીસવડા દ્વારા ગત મોડી રાત્રીથી લઈ સવાર સુધી પોલીસના ઉચ્ચ અધિકારીઓની 30 જેટલી ટીમ અને 350 જેટલા પોલીસ જવાનો સાથે સરપ્રાઇઝ મેગા કોમ્બીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલની ઓચિંતી આ મેગા કોમ્બિંગ ડ્રાઈવને લઈને ગુનેગારોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. અને પ્રોહી તેમજ હથિયાર સહિતના સંખ્યાબંધ કેસો કરવામાં આવ્યા હતા.

જામનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિને ડામવા પોલીસની મેગા ડ્રાઇવ, બુટલેગરોમાં ફફડાટ

મુસ્તાક દલ/જામનગર: શહેર અને જિલ્લામાં વધતા જતા દારૂના હાટડાઓ અને ગેરકાયદે પ્રવૃત્તિઓને ડામવા માટે જિલ્લા પોલીસવડા દ્વારા ગત મોડી રાત્રીથી લઈ સવાર સુધી પોલીસના ઉચ્ચ અધિકારીઓની 30 જેટલી ટીમ અને 350 જેટલા પોલીસ જવાનો સાથે સરપ્રાઇઝ મેગા કોમ્બીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલની ઓચિંતી આ મેગા કોમ્બિંગ ડ્રાઈવને લઈને ગુનેગારોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. અને પ્રોહી તેમજ હથિયાર સહિતના સંખ્યાબંધ કેસો કરવામાં આવ્યા હતા.

જામનગર પોલીસે જુદી જુદી 30 ટીમો દ્વારા 350 જેટલા પોલીસ સ્ટાફે મહા કોમ્બીંગ હાથ ધરી જામનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓ તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ઘોંસ બોલાવી છે. જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબુત કરવા તેમજ વારંવાર શહેરીજનોને મળતી રજુઆતના આધારે એસ.પી. શરદ સિંઘલે ખાસ કોમ્બીંગ ડ્રાઈવ યોજી હતી.

અમદાવાદ: વસ્ત્રાપુરમાં રહેતા રહીશોએ પ્રી સ્કૂલ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ

આ ડ્રાઈવમાં ગ્રામ્ય એએસપી સંદીપ ચૌધરી, ડીવાયએસપી એ.પી.જાડેજા અને ચિરાગ દેસાઈએ એલસીબી , એસઓજી સાથે જામનગર જિલ્લાના જૂદા જુદા સ્થળોએ દરોડા પડ્યા હતા. વહેલી સવારથી પોલીસે પાડેલા દરોડામાં 34 પ્રોહીબ્યુશનના કેશો , 3 પીધેલાના કેશો , 4 જુગરીઓના કેશો , 9 લોકો સામે જીપીએક્ટ 135 ( 1 ) મુજબની કાર્યવાહી , નાસતા ફરતા 5 લોકોનું ચેકીંગ, 120 જેટલા એમસીઆર ચેકીંગ , 312 લીટર દેશી દારૂ અને 900 લીટર દેશી દારૂનો આથો ઝડપી પાડ્યો છે.

જામનગર જિલ્લામાં SP શરદ સિંઘલે યોજેલી પોલીસની આ ડ્રાઈવને લઈને વહેલી સવારથી જ ગુનેગારોમાં ફફડાટ ફેલાયો હતો. વહેલી સવારથી શહેર જિલ્લામાં કરવામાં આવેલી પોલીસની આ કામગીરી ખરેખર તો સરાહનીય છે. પરંતુ ખરા અર્થમાં જ્યારે ગુનાખોરીનો પ્રમાણ જામનગરમાં ઘટશે ત્યારે આ પ્રકારની મેગા કોમ્બિંગ ડ્રાઈવ સફળ ગણાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news