જામનગર વાસીઓએ PM મોદીનો જન્મદિવસ ઉજવ્યો કરી તેમની સૌથી મનપસંદ પ્રવૃત્તિ

શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન ના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને શહેર ભાજપ કાર્યાલય ખાતે વડાપ્રધાનની જીવન યાત્રા દર્શાવતું તસવીર પ્રદર્શન ભાજપના આગેવાનોએ દિપ પ્રાગટ્ય કરી લોકો માટે ખુલ્લું મૂક્યું હતું. હાલ દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે જામનગર ભાજપ દ્વારા લોક લાડીલા વડાપ્રધાનનો જન્મદિવસ ઉજવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શહેરના લાલવાડી વિસ્તાર પાસે પટેલ સમાજ ની વાડી નજીક ભાજપના આગેવાનો અને કાર્યકરોએ વૃક્ષારોપણ કર્યું હતુ તેમજ શહેર ભાજપ કાર્યાલય ખાતે પીએમ મોદી પર એક ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ કાર્યાલય ખાતે નરેન્દ્ર મોદીના જીવન યાત્રાની તસવીરોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ પ્રદર્શનને નિહાળ્યું હતું.
જામનગર વાસીઓએ PM મોદીનો જન્મદિવસ ઉજવ્યો કરી તેમની સૌથી મનપસંદ પ્રવૃત્તિ

જામનગર/મુસ્તાક દલ : શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન ના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને શહેર ભાજપ કાર્યાલય ખાતે વડાપ્રધાનની જીવન યાત્રા દર્શાવતું તસવીર પ્રદર્શન ભાજપના આગેવાનોએ દિપ પ્રાગટ્ય કરી લોકો માટે ખુલ્લું મૂક્યું હતું. હાલ દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે જામનગર ભાજપ દ્વારા લોક લાડીલા વડાપ્રધાનનો જન્મદિવસ ઉજવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શહેરના લાલવાડી વિસ્તાર પાસે પટેલ સમાજ ની વાડી નજીક ભાજપના આગેવાનો અને કાર્યકરોએ વૃક્ષારોપણ કર્યું હતુ તેમજ શહેર ભાજપ કાર્યાલય ખાતે પીએમ મોદી પર એક ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ કાર્યાલય ખાતે નરેન્દ્ર મોદીના જીવન યાત્રાની તસવીરોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ પ્રદર્શનને નિહાળ્યું હતું.

જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જીવન યાત્રા ની તસ્વીરોનું પ્રદર્શન ભાજપના આગેવાનોએ દિપ પ્રાગટ્ય કરી લોકો માટે ખુલ્લું મૂકયું હતું. આ તસવીર પ્રદર્શન માં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના બાળપણથી લઈ વડાપ્રધાન પદ સુધીની યાત્રાનો ચિતાર દર્શાવવામાં આવ્યો છે...આ તકે શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચાએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી લોકઉપાયોગી અનેક વિકાસના કામો કરે અને અને ખૂબ સારા નિર્ણયો લેવાની શક્તિ ઈશ્વર આપે તેવી પ્રાર્થના કરી હતી તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news